વિકિપીડિયા:નિષ્પક્ષતા વિવાદ

વિકિપીડિયામાંથી

શ્રેણી:નિષ્પક્ષતા વિવાદ સાથે સંકળાયેલા લેખો નિષ્પક્ષતા વિવાદ સંબંધીત હોઈ શકે છે. તેનો અર્થ એ કે જે માણસે જે તે લેખમાં ઢાંચો:નિષ્પક્ષતા મૂક્યો છે તેમને એવું લાગે છે કે આ લેખ કે લેખનો કોઈ ભાગ પ્રશ્નનાં દાયરામાં છે અને વિકિપીડિયાની નિષ્પક્ષતા નીતિ પર સાબિત થયો નથી. (ઢાંચો નિષ્પક્ષતા મુકવા માટે : {{નિષ્પક્ષતા}} )

જો કે આ પ્રકારની ટૅગ લાગવી એ કોઈને નિરાશાજનક જણાય શકે છે. માટે જે સંપાદક આ ટૅગ ઢાંચો:નિષ્પક્ષતાનો પ્રયોગ કરે તેણે લેખનાં ચર્ચાના પાના પર લેખનો કયો ભાગ કે કયા પ્રકારનું લખાણ, નિષ્પક્ષતા નીતિને અનુરૂપ નથી તેનો દિશાનિર્દેશ કરવો જરૂરી છે. અથવા તો પ્રથમથી જ ચર્ચાના પાના પર આ પ્રકારનો પ્રશ્ન ઊઠ્યો હોય અને તેનું નિરાકરણ ન થયું હોય તે જરૂરી છે. માત્ર આ પાનું (લેખ) નિષ્પક્ષ નથી એમ જણાવી દેવું પુરતું નથી, ચોક્કસ કારણો જણાવવા પણ ખાસ જરૂરી છે. આ ટૅગ (ઢાંચો:નિષ્પક્ષતા)નો ઉપયોગ ન છૂટકે જ કરાય તેવો આગ્રહ છે.

નિષ્પક્ષતા શું છે ?[ફેરફાર કરો]

નિષ્પક્ષ લેખ એટલે એવો લેખ જે વિકિપીડિયાની નિષ્પક્ષતા નીતિનાં ધારાધોરણો પ્રમાણે લખાયો હોય. જે વાજબી રીતે, યથાપ્રમાણ, યોગ્ય પ્રમાણવાળો અને જ્યાં સૂધી શક્ય ત્યાં સૂધી પૂર્વગ્રહ રહિતપણે બધાજ અર્થપૂર્ણ દૃષ્ટિકોણ, જે વિશ્વાસપાત્ર સ્રોત દ્વારા પ્રકાશિત થયા હોય, ને આવરી લેતો હોવો જોઈએ. જ્ઞાનકોશમાં કોઈપણ વિવાદાસ્પદ વિષયનાં નિરૂપણ માટે આ ખાસ મહત્વનું છે, ખાસ તો એવો વિષય જે પર ઢગલાબંધ દૃષ્ટિકોણ અને ગુણદોષવિવેચન કે સમલોચના થતી રહેતી હોય. નિષ્પક્ષ આલેખનમાં, અલગ અલગ દૃષ્ટિકોણ જેમ છે તેમ પ્રદર્શિત કરાય છે, નહિ કે હકીકત તરીકે.

જુઓ: નિષ્પક્ષતા વિવાદ હેઠળ આવતા લેખોની યાદી માટે, શ્રેણી:નિષ્પક્ષતા વિવાદ

નિષ્પક્ષતા વિવાદ શું છે ?[ફેરફાર કરો]

મોટાભાગે, લેખક/લેખકો (જેણે લખ્યું છે તે), લેખને નિષ્પક્ષ ગણાવે છે, જ્યારે અન્ય કેટલાક એ સાથે અસહમત હોય છે. આ પ્રમાણે લેખ "નિષ્પક્ષતા વિવાદ"ના દાયરામાં આવે છે તેનો અર્થ એ નથી કે લેખ પૂર્વગ્રહયુક્ત છે જ, માત્ર એટલું જ કે કોઈને તેમ લાગે છે.

તેમ છતાં, ધ્યાન આપો કે, એક મજબૂત તર્કસંગત દલીલ છે કે, જો પાનું "નિષ્પક્ષતા વિવાદ" હેઠળ "છે", તો શક્યતઃ તે નિષ્પક્ષ "નથી" - અથવા, ઓછામાં ઓછું, આ વિષય વિવાદાસ્પદમાંનો એક તો છે જ, અને કોઈ એક તો પક્ષપાત કે પૂર્વગ્રહ વિષયે સાવધ છે. સ્પષ્ટ દેખાતો મુદ્દો એ છે કે એક બાજુ - જેઓ મુદ્દો બનાવવા બાબતે પૂરતી દરકાર કરે છે - વિચારે છે કે લેખ એવું કંઈક જણાવે છે "જે સાથે અન્ય લોકો અસહમત હોઈ શકે."

શક્યતઃ લેખ પર નિષ્પક્ષતા વિવાદની એકમાત્ર ભૂમિકા એ છે કે જ્યારે વિવાદમાં રહેલી એક કે બંન્ને બાજુવાળા કાં તો નિષ્પક્ષતા નીતિ સમજ્યા નથી અને કાં તો ખરેખર કશું જ પક્ષપાતયુક્ત કહેવાયું નથી એ ભાન થાય તેટલું વિષયવસ્તુને સમજ્યા નથી. For example, ideologues, when presented with an article that has exemplary neutrality (as per our policy), will consider the article biased precisely because it does not reflect their own bias enough.

ખાસ તો એ ધ્યાનમાં રાખવું કે "નિષ્પક્ષતા વિવાદ"ની ટૅગનો અર્થ એ નથી કે લેખ "નિષ્પક્ષતા નીતિ"નો ભંગ કરે છે. એનો અર્થ એટલો જ છે કે લેખ કે તેના કોઈ મુદ્દા પર વિવાદ ચાલી રહ્યો છે. "નિષ્પક્ષતા વિવાદ" એ કામચલાઉ માપ છે, અને ચર્ચા તથા સંપાદનો દ્વારા લોકો સહમત થઈ શકે છે કે હવે આ લેખ નિષ્પક્ષ છે.

અકારણ જ વારંવાર ’ટૅગ’ ("નિષ્પક્ષતા વિવાદ") દૂર કરવી કે લગાવવી એ ’ટૅગ’નાં ઉપયોગનાં અધિકારનાં દુરુપયોગ સમાન ગણાશે. (વધારે માટે મૂળ અંગ્રેજી લેખ જુઓ)

આ પણ જુઓ[ફેરફાર કરો]