વિકિપીડિયા:પ્રચાર-પ્રસાર/શાલેય નિબંધ સ્પર્ધા/બાળકોના નિબંધો

વિકિપીડિયામાંથી

ગુણવંત શાહ-શાહ રોહન (પ્રથમ ક્રમાંક)[ફેરફાર કરો]

ગુણવંત શાહ એ ડૉ.શાહના નામે જાણીતા છે. તેઓ જાણીતાં વિચારક, લેખક તથા પ્રોફેશર છે. તેમનો જન્મ ૧૨મી માર્ચ.૧૯૩૭નાં રોજ ભારતનાં ગુજરાત રાજ્યનાં સુરત શહેરમાં થયો હતો. તેમની પત્નીનું નામ અવંતિકા તથા તેમને એક પુત્ર વિવેક અને બે પુત્રી મનીષા અને અમીષા. તેમનું વતન હતું સુરતનું રાંદેર ગામ. તેમણે શિક્ષણ સુરત અને વડોદરામાં લીધું હતું. વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીમાં અધ્યાપક તરીકે તેમણે ૧૯૬૧-૬૨ સુધી કામ કર્યું. તેઓ “યુનિવર્સીટી ઓફા મીશીગન”, ”એન આર્બોર(યુ.એસ.એ.)માં ૧૯૬૭-૬૮ સુધી પ્રોફેશર હતા. તેઓ ભારતમાં “એસોસિયેસન ઓફ એજ્યુકેટર્સનાં” પ્રમુખ હતા તથા “ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનનાં” ઉચ્ચ અધિકારી તરીકે તેમણે બે વર્ષ ભારતને સેવા આપી હતી. તેઓ પેરિસમાંની યુનેસ્કોના ઉપમંત્રી રહી ચુક્યા છે. તેમણે આખા વિશ્વમાં ફરીને શિક્ષણ ઉપર ઘણા બધા વ્યાખ્યાનો આપ્યાં હતા. તેઓ મુંબઈની “ટેકનીકલ ટ્રેઈનીંગ” સંસ્થાનાં પ્રોફેશર પણ હતા. તેઓ ૧૯૭૯માં ઇસ્ટ જર્મનીનાં “ઇકોનોમિકસ ઓફ મીડિયા ટેકનોલોજી”ના ઉપપ્રમુખ હતા. તેમણે ૧૯૮૦માં ઝામ્બીયા અને કેનિયામાં પ્રવચનો આપ્યાં હતા.તેઓ ૧૯૮૨ની “બારમી વર્લ્ડ કોન્ફરન્સ”, ઇન્ટરનેશનલ કાઉનસીલ ઓફ કોરસ્પોન્ડનસ, શિક્ષણ વિભાગ કેનેડાનાં “રિસોર્સ પરસન” હતા. તેમણે બાંગલાદેશની શિક્ષણ શાખાઓમાં ઘણો ફાળો આપ્યો છે. તેઓ જર્મનિમાં સ્થિત “ડિલિંગટન”માં સભ્ય છે અને તેઓ “યુથ મુવમેન્ટ”નાં અને ગુજરાતનાં પંચશીલનાં શોધક પણ છે. તેઓ એશિયન ડેવલોપમેન્ટ બેંક, મનાલીનાં; બાંગલાદેશ માટેના ૧૯૮૪-૮૫માં સલાહકાર હતા. ડૉ.શાહ ગીતાના પ્રખર અભ્યાસી છે. તેમના બે પુસ્તકો “કૃષ્ણ શરણમ્ ગચ્છામી” અને “કૃષ્ણનું જીવન સંગીત” માં ગીતા અંગેનું તેમનું ગહન જ્ઞાન દેખાઈ આવે છે. ગીતા અંગે તેમના પુસ્તક “કૃષ્ણનું જીવન સંગીત”માં જણાવે છે કે, ”ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું જે કોઈ શ્રેષ્ઠતમ તત્વ છે તે ગીતા છે. તે ગીતામાં ઝીલાયું છે અને જળવાયું છે. પ્રત્યેક યુવાનના હાથમાં જયારે ગીતાનું પુસ્તક હશે ત્યારે આપણો દેશ ગરીબ નહીં હોય.” ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેમણે ૧૯૯૭માં મળ્યો હતો. તેમણે યુનેસ્કો દ્વારા પ્રચલિત “લેઇઝીક્, ઇસ્ત જર્મની સેમિનાર”માં ૧૯૭૯માં ભારત અંગે સંબોધિત કર્યું હતું. તેમણે ૧૯૭૨-૭૩ વષૅમાં પ્રોફેસર તથા “ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના” ઉપરી તરીકે “ટેકનીકલ ટીચર્સ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ”, મદ્રાસ (ચેન્નાઈ)માં સેવા આપી હતી. તેમણે ‘એસ.એન.ડી.ટી વુમેન યુનિવર્સીટી”, મુંબઈમાં ૧૯૭૩-૭૪માં પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં પ્રોફેસર તરીકે તથા ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનનાં ઉપરી તરીકે પણ કામ કરેલ છે. તેઓ જાણીતા વિચારક તથા તત્વ ચિંતક છે અને તેમનું સાહિત્ય વાંચવા માટે વડીલો તથા આજના યુવાનો આતુર હોય છે. જાણીતાં વર્તમાનપત્ર દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિનો “વિચારોના વૃન્દાવન” લેખ દરેક વ્યક્તિ વાંચવા તથા વિચારવા આતુર હોય છે. ડૉ.ગુણવંત શાહની વિચાર સમૃદ્ધિના ખજાના જેવા ઘણા પુસ્તકો છે, તેમના કેટલાક નીચે મુજબ છે. ફિલોસોફીના પુસ્તકો: “મહંત,મુલ્લાહ,પાદરી”,૧૯૯૯; “કૃષ્ણનું જીવનસંગીત”; “અસ્તિત્વનો ઉત્સવ”; “ભગવાનની ટપાલ’; “સેક્યુલર મુરબ્બો”, “ગાંધીની ઘડિયાળ”; ”ઈશ્વર અલ્લા તેરે નામ”;” શક્યતાના શિલ્પી શ્રી અરવિંદ”; ”ઈ-મેલ”; “કૃષ્ણ શરણમ્ ગચ્છામી”; “પતંગિયાની અવકાશયાત્રા, આનંદયાત્રા તથા અમૃતયાત્રા”; “રામાયણ માનવતાનું મહાકાવ્ય” વગેરે. નવલકથા:-“પવનનું ઘર”; “રજકણ સુરજ થવાને શમાને”; ”મોટેલ” વગેરે. આત્મકથા:- “બિલ્લો ટિલ્લો ટચ” તથા “જાત ભણીની જાત્રા”. કાવ્યસંગ્રહ:- “વિસ્મયનું પરોઢ”. નિબંધસંગ્રહ:-“બત્રીસે કોઠે દીવા”; “કેકટસ ફ્લાવર”; ”ઢાઈ અક્ષર પ્રેમ કા”; “એકાંતના આકાશમાં”; ”કોક વારનો તડકો”; ”નીરખણે ગગન માં”; ”પરોઢિયે કલરવ”; ”રણ તો લીલાછમ”; ”વગડા ને તરસ ટહુકાની’; ”વિચારો ના વૃંદાવનમાં”; ”ઝાકળ ભીના પારીજાત”; ”વિરાંતે હિંડોળ”; ”વૃક્ષ મંદિરની છાયામાં” વગેરે. હમણાં જ ડૉ.શાહનાં ૭૫ વર્ષ પુરા કર્યા. આમ તે વર્ષો વર્ષ જીવે તેવી મારી અભિલાષા છે. તેઓ આપણને આમ જ પોતાના વિચારોની યાત્રા કરાવતા રહે અને પ્રેરણા આપતા રહે. છેલ્લે આપણે તેમણા શબ્દો જોઈએ:- “આનંદ વગરના ભારેખામ આધ્યાત્મથી, થોરિયાના ઠુંઠા જેવા વૈરાગની કાયરતાની કૂખે જન્મેલી અહીંસાથી, અંધશ્રદ્ધામાં ડૂબકા ખાતી ભક્તિથી, સ્ત્રીઓથી દૂર ભાગતા બ્રહ્મચર્યથી, ગરીબીના ઉકરડા પર ઉગેલા અપસ્ત્રીહત્યાથી, કર્મના ટેકા વગરના જ્ઞાનથી અને જ્ઞાનના આજવાળા વગરના કર્મથી. હે પ્રભુ! મારા દેશને બચાવી લેજે.” -ગુણવંત શાહ

પ્રેમાનંદ-ધકતે દિવ્યા (દ્વિતિય)[ફેરફાર કરો]

"દસ આંગળીઓથી કર્યો જેમણે જાદૂ,

 માણ વગાડી કર્યા જેમણે સૌને કાબૂ.
 માટલાની થાપ, જેમની છે છાપ,
 તેવા કવિ પ્રેમાનંદને નમન કરુ સાક્ષાત્.
 વીરક્ષેત્ર  વડોદરું, તે મધ્યે કવિનો વાસ,
 ચર્તુવંશી  બ્રાહ્મણ, પ્રેમાનંદ હરિનો દાસ.
 જ્યારે ઈચ્છે ત્યારે રડાવે,  જ્યારે ઈચ્છે ત્યારે હસાવે,
 અને જ્યારે ઈચ્છે ત્યારે  શાંતિરસના ઘરમાં લઈ જઈ બેસાડે.
 માણભટ્ટ પરંપરાના એ હતા કવિ,
 તેમની પહોંચ સુધી ન પહોંચી શક્યો રવિ.
 એક સમયમાં હતો જેમની કવિતાનો આટલો પ્રસરવ,
 કેમ નથી સંભળાતો આજે એ માણનો કલરવ?
 પુરાણો સમા પવિત્ર આખ્યાનો રચી,
 ગુજરાતી સાહિત્યને અપાવ્યો  ગૌરવ.
 લોકોન હ્ર્દયમાં વસે છે, 
  આજે પણ એમનો એ મધુર રવ"
 .

રસની બાબતમાં કોઈ પણ ગુજરાતી કવિ પ્રેમાનંદના પેંગડામાં પગ નાંખે એવો નથી. તાક્યું તીર મારનારા તો પ્રેમાનંદ. ગુજરાતી સમાજ અને સ્વભાવનું આબેહૂબ અને આકર્ષક આલેખન કરનાર પ્રેમાનંદની કવિતામાં સૌથી વધુ ગુજરાતીપણું જોવા મળે છે. પુરાણો સમા પવિત્ર ગણાંતા વ્રત -તહેવારો અને વિશેષ અવસરે ગવાતાં તેમનાં આખ્યાનોમાં શ્રેય અને પ્રેયનો અપુર્વ સંગંમ જોવા મળે છે. સાહત્યિક ગુણવત્તા અને વિપુલતાની દ્રષ્ટિએ પ્રેમાંનદ આપણાં મહાન કવિ છે. આજે પણ એમનાં આખ્યાનો વાર્તારસ સાથે કાવ્યાનંદ આપી, ધર્મરસ સાથે સંસારરસ આપી શિક્ષિતો -અશિક્ષિતો અને અબાલવ્રુદ્ધ્ સહુને આકર્ષી રહ્યા છે.

તેઓ ધારે ત્યારે શ્રોતાજનોને હસાવતાં , ધારે ત્યારે રડાવતાં અને ધારે ત્યારે શાંતિરસના ઘરમાં લઈ જઈ બેસાડતાં. એમની ખુબી એ હતી કે ,એમને એકરસમાંથી બીજારસમાં છટકી જતાં વાર લાગતી ન હતી અને એ એવી સ્વાભાવિક રીતે કરતાં કે લેશમાત્ર પણ રસભંગ થતો નહીં. વિશાળપટમાં ફરી વળતી પરલક્ષી કવિતાનાં આ સ્વામી મધ્યકાલીનનાં આપણાં કવિશિરોમણિ છે જ અને સમસ્ત ગુજરાતી સાહિત્ય એમનાં થકી ધન્ય બન્યું છે.

એમનાં કેટલાંક આખ્યાન ગુજરાતી સાહિત્યનાં ખજાનાનાં અમૂલ્ય રત્ન સમાન છે. પ્રેમનંદની કૃતિઓ લહિયાઓના હાથે લગભગ બસો વર્ષ દરમ્યાન લખાયેલી છે. સામાન્ય રીતે દરેક કૃતીઓ સાથે પ્રાચિન હસ્તપ્રતનાં મુળપાઠ તરીકે સ્વીકારાયાં છે. પ્રેમાનંદના જીવન વિશે આપણે ત્યાં લગભગ ત્રણ સદીથી ચર્ચા ચાલે છે. પ્રેમાનંદનાં જીવન વિશે વિશ્વાસપાત્ર હકીકત બહુ ઓછી જોવા મળે છે. એમની ઘણી કૃતિઓમાં રચનાવર્ષ આપ્યા છે તેવી કૃતિઓમાં સૌપ્રથમ કૃતિ "ચંદ્ર્હાસ આખ્યાન" આશરે ઈ.સ૧૬૬૧માં અને "ઓખાહરણ" સંભવત ઈ.સ.૧૬૬૭માં રચાયેલ હોવાનું મનાય છે. એમનું છેલ્લું આખ્યાન "દશમસ્કંધ" અધૂરું રહ્યુ હતુ. તે પછીથી સુંદરે ઈ.સ. ૧૭૧૭ કે ૧૭૪૦માં પુંરું કર્યું છે. આમ , પ્રેમાનંદે કાવ્યસર્જન વીસ - બાવીસ વર્ષે શરુ કર્યું . ઈ.સ.૧૭૦૦ પછી તેઓ બહુ જીવ્યા નહિ. એમ માનીએ તો એમનો જીવનકાળ ઈ.સ.૧૬૪૦ થી ૧૭૦૦ સુધીનો ગણી શકાય.

પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેઓ વડોદરાનાં વાડી મહોલ્લામાં રહેતાં હતાં. તેઓ ચોવિસા મેવાડા બ્રાહ્મણ હતાં . તેમનાં પિતાનું નામ કૃષ્ણરામ હતુ. તેમની પત્નીનું નામ હરકોર ભટ્ટ હતું. તેમનું વૈવાહિકજીવન સામાન્ય દામ્પત્યજીવન જેવુ જ હતું. તેમનો એક પુત્ર હતો જેનું નામ વલ્લભભટ્ટ હતું

'આખ્યાનો કરવાં' અને માણભટ્ટ એટલે કે કથાકારનો એમનો વ્યવસાય હતો. વ્યવસાય અર્થે એમણે થોડાંક વર્ષો દક્ષિણ ગુજરાતમાં સુરત અને ત્યાંથી ખાનદેશમાં નંદનબાર અને બુરહાનપુરામાં વિતાવેલાં.

પ્રેમાનંદ માણભટ્ટની પરંપરાનાં કવિ મનાય છે. માણ ઉપર હાથથી તાલ આપીને કથાપ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદએ સાભિનય રજુઆત દ્રારા આખ્યાન લોકપ્રિય કર્યાં હતા. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનોની શરૂઆત પ્રેમાનંદ દ્રારા થયેલી હોવાનું મનાય છે. ગુજરાતી ભાષાના સર્વોત્તમ આખ્યાન કવિ તરીકે પ્રખ્યાત થયેલા પ્રેમાનંદે લોકસમુદાયમાં આનંદ સાથે વિચારશક્તિ આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજાતી કરી હતી. તેમનાં જમાનામાં તેઓ 'રાસકવિ'તરીકે ઓળખાતાં હતાં. નરસિંહ મહેતા અને સુદામા જેવા ભક્તોનાં જીવનપ્રસંગો તથા પુરાણોમાંથી કથાવસ્તુ લઇ તેમણે આખ્યાનો રચેલાં. આખ્યાન તો કથનની કળા છે.પ્રેમાનંદ કથનકળામાં પ્રવિણ હોવા સાથે વર્ણનો, પાત્રાલેખન , રસનિરુપણ અને વાતાવરણચિત્રણમાં પણ કુશળ હતાં. એમનાં આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની ભાષાશક્તિ અને રસનિરુપણ શક્તિનો મહ્ત્ત્વનો ફાળો હતો. તેમનાં સમયનાં મુઘલરાજા અને ગુજરાત પ્રદેશનાં શાસ્તા ઔરંગજ્જેબ તેમને "મહાકવિ પ્રેમાનંદ" કહીને બોલાવતા.

'સુદામાચરીત' , 'મામેરું' અને 'નળાખ્યાન' આ ત્રણેય આખ્યાનો એમની કવિતાનાં ઉત્તમ આખ્યાનો છે. આ ઉપરાંત 'ઓખાહરણ' 'ચંદ્રહાસ આખ્યાન' ,'રણયગ્ન' ,'અભિમન્યુ આખ્યાન' ,'દશમસ્કંધ' ,'હૂંડી' , 'સુધન્વાખ્યાન' , 'મદાલસા આખ્યાન' વગેરે આખ્યાનો નોંધપાત્ર છે. ગુજરાતી કવિતા પ્રેમાનંદનાં આખ્યાનોથી ઘણી સમૃદ્ધ થઇ છે.

પ્રેમાનંદના નામે ચડાવવામાં આવેલી બીજી કૃતિઓમાં 'સુભદ્રાહરણ' , 'પાંડવાસ્વમેઘ' , 'ભીષ્મપર્વ' , 'સભાપર્વ' , 'હારમાળા' એમાંની શૈલિ દર્શાવે છે તેમ એમાં પ્રેમાનંદના કર્તુત્વનો ઉલ્લેખ કરેલો હોવાં છતાં મધ્યકાલીન કવિઓની રચના છે.

તેમની લઘુકૃતિઓમાં 'સ્વર્ગની નિસરણિ' , 'ફૂવડાનો ફજેતો', 'વિવેક વણજારો' , 'શામળશાનો વિવાહ' , 'દાણલીલાં, 'બાળલીલા વ્રજવેલ' , 'ભ્રમર પચ્ચીસી' ,પાંડવોની ભાંજગડ' , 'વિષ્ણુ સહસ્ત્રનામ'અને 'રાધિકાનાં દ્રાદશમાસ' વગેરે છે.

કવિ નર્મદાશંકરને જાતતપાસથી મળેલી માહિતી અનુસાર પ્રેમનંદના દાદાનું નામ જયદેવ હતું. માતાપિતાનાં અવસાન પછી એ માસીને ત્યાં ઉછરાયાં હતાં. પોતાની પૌરાણિકવૃત્તિથી પ્રેમનંદે ઠીક ઠીક પૈસા એકઠા કર્યા હતા. કેમકે પ્રેમાનંદે રુ.૧૦,૦૦૦/ની કિંમતનો બંધાવેલ ઘર નર્મદાશંકરના સમયમાં એને વારસા તરીકે વાપરતાં હતાં.

પ્રેમાનંદે કેટલીક દંતકથાઓ પણ લખી છે. જડતર જેવા પ્રેમાનંદને કોઇ મહાત્માની કૃપાથી કવિત્ત્વશક્તિ પ્રાપ્ત થયેલી. વડોદરામાં કથા કરવાં માટે બેસવાનાં સ્થળની બાબતમાં કોઇ શાસ્ત્રીપુરાણી સાથે જ્જઘડો થતાં પ્રેમાનંદે સંસ્કૃતમાં કથા કરવાનું છોડીને લોકભાગ્ય શૈલિમાં આખ્યાનો રચીને ગાવા મંડ્યા હતા.

ઈ.સ. ૧૮૮૪થી હરગોવિંદદાસ કાંટાવાળા સંપાદિત "પ્રાચિનકાવ્ય ત્રૈમાસિક" અને "પ્રાચીન કાવ્યમાળા" વડોદરાથી પ્રગટ થવા માંડેલી. તેમાં પ્રેમાનંદ અને તેમનાં પુત્ર વલ્લભની કૃતિઓ પ્રગટ કરેલી. એ કૃતિઓમાંના ઉલ્લેખો તેમજ પ્રચલિત દંતકથાઓને હવાલે આપી પ્રેમાનંદના જીવન વિશે કંઈક અસાધારણ લાગે તેવી તથા પ્રેમાનંદની ગૌરવયુક્ત છબી ખડી કરે તેવી માહિતી આપેલી છે.

પ્રેમાનંદ આખ્યાનોની શરુઆત ગણપતિ તથા સરસ્વતિમાંનાં સ્મરણથી કરતા હતાં.તેમની કૃતિઓની વિસ્તૃત માહિતી નીચે પ્રમાણે છે.

{૧} ઓખાહરણ ઓખહરણની વાચના ગજેન્દ્રશંકર પંડ્યાએ ઈ.સ. ૧૯૩૮માં તૈયાર કરી હતી. જેની ત્રીજી આવૃતિ ઈ.સ. ૧૯૬૪માં ગુજરાત વિધ્યાસભા અમદાવાદ તરફથી પ્રસિદ્દ થઇ છે. ઓખહરણની સંખ્યાબંધપ્રતો ૨૯ કડવાંની મળે છે. જો કે પછીથી તેનો વિસ્તાર ૮૯ કડવાં સુધિનો થયો છે.

{૨}ચંદ્રહાસ આખ્યાન

    આ કાવ્ય બે સ્થળેથી  છપાયેલુ છે  , "પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક"  અને  "બૃહ્તકાવ્યદોહન" . તેમા કુલ ૨૮ કડવા છે. 

{૩}અભિમન્યુ આખ્યાન

  આ કૃતિમાં  મહાભારત  અને તેનાં  પાત્રો અને વીર  અભિમન્યુ વિશે  આલેખવમાં  આવ્યું  છે.તેમાં ૫૧  કડવા છે.

{૪} મદાલસા આખ્યાન

   આ આખ્યાનમાં  ૩૫  કડવાં છે.

{૫}હૂંડી

   'હૂડી  પ્રાચિનકાવ્ય  ત્રૈમાસિક  અંક ૧ માંથી  મુદ્રીત થયેલ વાચના છે.  તેમા ૭  કડવાં  છે.

{૬} સુદામાચરિત્ર

   તેમા  ૧૪  કડવા છે.

{૭} મામેરું

  તેમા  ૧૬ કડવાં છે.

{૮}સુધન્વા આખ્યાન

  તેમા ૨૫  કડવા છે.  આ કૃતિ  'પ્રાચીન  કાવ્યમાળા'માં  છપાયેલી છે.

{૯} રણયગ્ય

   તેમાં  ૨૬  કડવા છે.  ડો. મજમૂદાર  દ્રારા સંપાદિત  થયેલ છે

{૧૦} નળાખ્યાન

   તેમા ૬૧  કડવા છે.  તેમા  નળ  અને  દમયંતિની  પ્રેમકથા વિશે આલેખન  કર્યુ છે.

કવિશ્રી પ્રેમાનંદે તેમનાં આખ્યાનોની રચના આશાવરી , દેશાખ , મેવાડો , કેદરો , નટ , મારું ,ગોડી , વેરાડી વગેરે રાગોમાં કરી છે;


પ્રેમાનંદ માટે "જ્યાં ન પહોંચેં રવિ , ત્યાં પહોચેં કવિ આ કહેવત યથાર્થ છે. કારણ કે સૂર્ય લોકોનાં હ્રદયમાં ના જઈ શકે પરંતુ પ્રેમાનંદ તો લોકોનાં હ્રદયમાં વસ્યાં છે.


ધૂમકેતુ-ખાટસુરિયા શ્વેતા[ફેરફાર કરો]

વાર્તાકાર : ધૂમકેતુ : ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ઇ.સ. ૧૮૯૨ થી ઇ.સ. ૧૯૬૫) નાનપણથી જ વાચનના શોખીન અને પહેલેથી જ કુદરતના સાનિધ્યમાં રહેનાર ધૂમકેતુનો ‘પ્રથમ પ્રેમ’ ટૂંકી વાર્તા લેખનનો હતો. વાર્તા લેખનથી તેમણે સર્જનનો ખરો આરંભ કર્યો અને તેમને ચિરંજીવી યશના અધિકારી પણ નવલિકાના સાહિત્ય સર્જને જ બનાવ્યા. ૧૯૨૬ માં તેમનો ‘તણખા’ નામે વાર્તા સંગ્રહ પ્રગટ થયો અને ગુજરાતી સાહિત્યાકાશમાં ખળભળાટ મચાવી દેનાર ધૂમકેતુનું આગમન થયું. લોકો જેને ઝંખતા હતા તેવી કલાઘાટવાળી ટૂંકી વાર્તાઓ તેમને મળી. જીવન : વ્યક્તિવિકાસના તબક્કા ધૂમકેતુ ઉપનામથી ગુજરાતી સાહિત્યમાં જાણીતા બનેલા કથાસર્જક ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો જન્મ ઇ.સ. ૧૮૯૨ માં સૌરાષ્ટ્રમાં આવેલા ગુજરાતના પ્રખ્યાત સંત શ્રી જલારામબાપાવાળા વીરપુર ગામમાં થયો હતો. સ્વભાવથી જ મનમૌજી એવા ગૌરીશંકરનું બાળપણ ડુંગરાળ ધરતી, નદીઓ અને વોંકળા વચ્ચે કુદરતના સાનિધ્યમાં વીત્યુ હતું. કુતૂહલ અને નિર્વ્યાજ આનંદથી પ્રકૃતિના સૌંદર્યને માણતા ગૌરીશંકરને આમ પહેલેથી જ કુદરત તરફ સહજ અનુરાગ બંધાયો હતો. વીરપુરમાં સાત ધોરણ સુધીનો અભ્યાસ કરી અંગ્રેજી ચોથી કરવા બીલખા ગયા. અંગ્રેજી પાંચમી ચોપડી કરવા જેતપુરમાં અને છઠ્ઠી ચોપડી કરવા પોરબંદરમાં ગયા. ત્યાંથી જ તેમણે ૧૯૧૪માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. મેટ્રિક થયા ત્યાં સુધીમાં તેમણે ઘરમાં કારમી ગરીબીનો અનુભવ કર્યો હતો. કૌટુંબિક પરિસ્થિતિ ઘણી સંઘર્ષમય છતાં અભ્યાસની સાથે સાથે અથવા રજાઓમાં છૂટક નોકરી કરતા રહી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી ૧૯૨૦માં સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે તેમણે બી.એ.ની પરીક્ષા પાસ કરી હતી. અભ્યાસકાળ દરમિયાન જૂનાગઢ પાસે આવેલ બીલખા આનંદ આશ્રમના શ્રી મન્નથુરામ શર્માના સાનિધ્યમાં તેમને આવવાનું થયું અને અહીં તેમને અભ્યાસ, મનન અને ચિંતનની સુંદર તક મળી. લેખક - સર્જનની એક પરોક્ષ ભૂમિકા અહીં જ સર્જાઇ ગઇ. રવીન્દ્રનાથ ટાગોર તથા ખલીલ જિબ્રાનના અધ્યાત્મસભર તત્વચિંતનના પુસ્તકોએ પણ તેમને પ્રેરણાબળ પૂરું પાડ્યું. પોતાને પ્રાપ્ત અવલોકન અને અનુભવનું ભાથુ બાંધી ગૌરીશંકર અમદાવાદ આવ્યા ત્યારે શરૂઆતમાં અંબાલાલા સારાભાઈને ત્યાં અને બે - ત્રણ વર્ષ પછી ચિનુભાઈ ર્બરોનેટને ત્યાં ખાનગી શિક્ષક તરીકે તેમણે કામ કર્યુ. અંબાલાલા સારાભાઈને ત્યાંના સમૃદ્ધ પુસ્તકાલયનો તેમને લાભ મળ્યો અને અહીં જ પ્રવાસની પણ નવી તક મળી. આ કુટુંબો સાથે ઉત્તર ભારતના પ્રવાસન સ્થળોની મુલાકાત લઇને તેમને કુદરતના સાનિધ્યનો અને નિસર્ગશ્રીનો જે નિકટતાથી અનુભવ થયો તે રંગદર્શી પ્રકૃતિના ધૂમકેતુના જીવનમાં ચિરસ્થાયી બન્યો, તથા ભાવિસર્જન માટેનું પ્રેરણાબળ બની રહ્યો. આ દરમિયાન જ તેમને રવીન્દ્રનાથ ટાગોર, ગાંધીજી અને પંડિત મનમોહન માલવિયાને મળવાની તક પ્રાપ્ત થઇ. અહીં જ તેમને ચિત્ર, શિલ્પ, સંગીત અને નાટક ક્ષેત્રના ઉત્તમ શિક્ષકોનો નિકટતાથી પરિચય. થયો. ગુજરાતના કલાગુરૂ શ્રી રવિશંકર રાવલ તેમના નિકટના મિત્ર હતા. આમ, સર્જક ધૂમકેતુના વ્યક્તિત્વ - ઘડતરનાં અનેક પરિબળો રહ્યા છે. તેઓ સ્વમાની, સમભાવશીલ, ઊર્મિલ અને ચિંતનશીલ પ્રકૃતિના હતા. તેઓ કેટલેક અંશે ધૂની અને એકલવિહારી પણ હતા. ટૂંકી - વાર્તા - નવલિકાના સર્જક તરીકે તેમને ચિરંજીખ્યાતિ પ્રાપ્ત થઇ છે. અને અંતે ‘ઇ.સ. ૧૯૬૫ માં તેમનું અવસાન થયુ હતુ.’ સાહિત્ય સર્જન :‘તણખા - મંડળ : ૧ થી ૪’, ‘અવશેષ’ , ‘પ્રદીપ’ , ‘વનકુંજ’ , ‘ચંદ્રરેખા’ , ‘છેલ્લો ઝબકારો’ વગેરે મળી પચીસ જેટલા વાર્તાસંગ્રહો : ‘ચૌલાદેવી’, ‘આમ્રપાલી’, ‘મહામાત્ય ચાણક્ય’, ‘પ્રયદર્શી અશોક’, ‘અવંતીનાથ’, વગેરે મળી ૩૫ જેટલી નવલકથાઓ : ‘પડઘા’ , ‘ઠંડી કૂરતા’ , ‘એકલવ્ય’ વગેરે નાટકો ઉપરાંત જીવનચરિત્ર, આત્મવૃતાંત, ચિંતન, સંપાદન, બાળસાહિત્ય, અનુવાદ એમ વિવિધ પ્રકારનું સાહિત્ય સર્જીને સવાસો ઉપરાંત પુસ્તકો ધૂમકેતુએ આપ્યા છે. ધૂમકેતુની નવલિકાઓ : તણખા, પોસ્ટ ઓફિસ, ભૈયાદાદ, જન્મભૂમિનો ત્યાગ, પ્રેમાવતી, મદભર નેનાં, હૃદય પલટો, સોનેરી પંખી, રજપૂતાણી, મશહૂર ગવૈયો, એક ભૂલ, આંસુની મૂર્તિ, એક ટૂંકી મુસાફરી, લખમી, જીવનનું પ્રભાત, ગોવિંદનું ખેતર, જેવી વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં લાંબો સમય યાદ રહે તેવી છે. તેમની વાર્તાઓમાં વૈવિધ્ય ઘણું છે. ગ્રામજીવન, સમાજના નીચલા સ્તરના અવગણાયેલ માનવીઓને તેમની વાર્તાઓમાં સ્થાન મળ્યું તે એક કલા સર્જકની આંતરિક જરૂરિયાત અને પીડિતશોષિત લોકો પ્રત્યેના હમદર્દીભર્યા વલણમાંથી પ્રાપ્ત થયેલ છે. ધૂમકેતુની આ પાત્ર સૃષ્ટિ અને ગ્રામ જીવન પ્રત્યેનો અભિગમ એ સર્જકની માનવી માત્રા પ્રત્યેની વિશાળ ભીની ભીની લાગણીનો સહૃદય વાચકોને અનુભવ કરાવે છે. ટૂંકી વાર્તા એ ક્ષણાર્ઘની લીલા છે. ધૂમકેતુએ પોતાના આરંભકાળના વાર્તા સંગ્રહોને ‘તણખા’ નામ આપવાનું વિચાર્યુ. ટૂંકી વાર્તા એટલે તણખો - ઊર્મિ અને વિચારનો. તેમની વાર્તામાં પ્રેમ, સ્વાતંત્ર્ય, દલિલપ્રીતિ, કલાપ્રેમ, માનવસ્વભાવ, ધર્મ, પ્રકૃતિ વગેરે પ્રત્યેનો અનુરાગ એ વિષય બનીને આવે છે. જેવું વિષય વૈવિધ્ય છે એવી જ ભાતીગળ એમણે આપેલી પાત્રસૃષ્ટિ છે. હિમાલયની ગિરીકંદરાથી માંડી છેક ગ્રામ જીવનની નિકટ પહોંચી જતું વાર્તા સર્જનને ઉપકારક આલેખન ધૂમકેતુ સફળતા પૂર્વક કરી શકે છે. ધૂમકેતુ પ્રકૃતિએ રંગદર્શી કલાકાર છે. તેમની પાત્ર પસંદગી તેમની આસપાસના વાતાવરણમાંથી થતી જોવા મળે છે. એક કલાકાર હોવાથી ધૂમકેતુ કરુણ પરિસ્થિતિને વધુ કરુણ બનાવવા પ્રયાસ કરે છે. તેમની અવલોકન શક્તિ ગજબની છે. તેમણે નિહાળેલ માનવીના રૂપ અને અનુભવેલુ જ્ઞાન તેમજ મન ભરીને માણેલું પ્રકૃતિ સૌંદર્ય તેમની વાર્તાઓમાં છુટ્ટા હાથે વેરાયું છે. નવલિકા સ્વરૂપ ખમી શકે તેટલું, ઉપકારક હોય તેટલું ચિત્રણ ધૂમકેતુ કરે છે. જયાં કલાકારની પીંછી ફરી હોય તેવો અનુભવ થાય છે, ત્યાં તેમની વાર્તા કલા નિખરી આવે છે. ધૂમકેતુની વાર્તાઓમાં અનુભવાતુ ભાષાનું બળ અનોખુ છે. તેમની ઉત્તમ વાર્તાઓમાં સર્જનાત્મક ગદ્યની છટા જોવા મળે છે. આથી જ ગુજરાતી ભાષાની ગુંજાયશ તેમના વાર્તાલેખન ગદ્યથી વધી છે. ધૂમકેતુએ લગભગ પોણા પાંચસો જેટલી વાર્તાઓ રચી છે, પણ એક સર્જક તરીકે તેમની વાર્તાઓની કેટલીક મર્યાદા નજરે પડે છે. જે આ પ્રકારની છે. ધૂમકેતુની વાર્તાઓમાં બધો વખત કરૂણરસ એક સરખું ગૌરવ ધારણ કરતો નથી. ચિંતનશીલ પ્રકૃતિના ધૂમકેતુએ ઘણી વાર્તામાં કલાકાર ધૂમકેતુને દબાવી નિબંધકાર ધૂમકેતુને આગળ આણ્યા છે. તેથી તેમની વાર્તાઓ કથા અથવા નિબંધ રહે છે. પણ ટૂંકી વાર્તાની કલાકૃતિ બનતી નથી. અહેવાલ કે કૃતિને અંતે સાર આપવાની પદદ્વિતિ પણ ધૂમકેતુને સારા વાર્તાકાર તરીકે સ્થાપતી નથી. આ બધી મર્યાદાઓ છતાં વાર્તાકાર ધૂમકેતુની જે મોહિની છે, તે આગળ દર્શાવ્યા તે ચિરંજીવ તત્વોને લીધે છે..નવલ કથાકાર ધૂમકેતુ:- ધૂમકેતુએ ટૂંકી વાર્તાઓ ઉપરાંત નવલકથાઓ પણ લખી છે. તેમાં પચીસ જેટલી ઐતિહાસિક નવલકથાઓ અને સાત સામાજિક નવલકથાઓ છે. ધૂમકેતુની સામાજિક નવલકથાઓ મનોરંજક એટલે કે સાહિત્યિક આનંદ માટે રચાયેલી છે. ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાના સર્જનના મૂળમાં તેમનામાં રહેલી ઇતિહાસ પ્રત્યેની રુચિ છે. તેઓ ગુજરાતના સુવર્ણકાળ સમા સોલંકીયુગની તેમજ ભારતના સુવર્ણયુગ સમા ગુપ્તયુગની કથા પસંદ કરી ઐતિહાસિક નવલકથા રચે છે. તેઓ ઐતિહાસિક નવલકથાઓમાં ઇતિહાસ પ્રત્યેની વફાદારી જાળવે છે. તેમને સામાજિક નવલકથા કરતા ઐતિહાસિક નવલકથામાં વધુ સફળતા મળી છે. ચૌલાદેવી એ ધૂમકેતુની પ્રથમ ઐતિહાસિક નવલકથા છે. તેનું કથા વસ્તુ એવુ આકર્ષક હતુ કે બીજા કથાકારોએ આ જ કથા વસ્તુને નિમિત્ત બનાવી નવલકથા રચી છે. આ કથાનું કેન્દ્રવર્તી પાત્ર ચૌલાદેવી છે. ગુજરાતના રાજા ભીમદેવ બાણાવણીના શાસનમાં ચૌલાદેવી સોમનાથ મંદિરમાં નૃત્ય કરતી નર્તકી હતી. તે એક વીરાંગના હતી. એક વિશિષ્ટ પ્રસંગ મૃદંગવાદનમાં તે પોતાની કલાનું સામર્થ્ય વ્યક્ત કરે છે, ત્યારે પ્રજા અને ભીમદવે તેના પર વારી જાય છે. ભીમદેવ તેને રાણીપદ આપવા તૈયાર થાય ત્યારે ચૌલા ભીમસેનને વિજય પ્રસ્થાન માટે પ્રોત્સાહિત કરે છે. જ્યારે ધૂમકેતુએ હેમચંદ્રાચાર્યનું ચરિત્ર લખવા ગુજરાતના ઇતિહાસનો અભ્યાસ કર્યો તેના પરિણામે તેમને આ નવલકથાની પ્રેરણા મળી.ધૂમકેતુનું અન્ય ગદ્યસાહિત્ય :- ધૂમકેતુએ પડઘા, ઠંડી કૂરતા, એકલવ્ય નાટકો લખ્યા છે. આ ઉપરાંત તેમણે નિબંધલેખન કર્યુ છે. પગદંડી એમના પ્રવાસ વર્ણનનું પુસ્તક છે. પાનગોષ્ઠિ, જીવનવિચારણા, સાહિત્યવિચારણામાં પણ એમના ભિન્ન કોટિના નિબંધ લખાણો ગ્રંથસ્થ થયા છે. તેમણે હેમચંદ્રાચાર્ય વિશે લખેલું ચરિત્ર ઇતિહાસની હકીકતો પર આધારિત છે. જીવનપંથ અને જીવનરંગ એ બે પુસ્તકોમાં નિરાંતની ક્ષણોમાં આનંદ પામવા ગાળેલા અનુભવો ગુંથાયા છે, જેને ધૂમકેતુએ આત્મકથા ઓળખાવ્યા છે. જીવનવસ્થા દરમિયાનના સંસ્મરણો લેખકના જીવનની ઘડતરકથા બની રહ્યા. ધૂમકેતુનુ ગદ્ય :-ધૂમકેતુનુ સમગ્ર સર્જન ગદ્ય સ્વરૂપમાં છે. ધૂમકેતુનું ગદ્ય નવલિકાઓમાં સર્જનાત્મક રૂપમાં પ્રગટ થયું છે. એમની લલિત કૃતિઓમાં ઊર્મિનું બળ વિશેષ હોય છે, તેમના ગદ્યમાં કલ્પના, ચિંતન અને ઊર્મિનો સમન્વય સધાય છે. ધૂમકેતુનું અન્ય સાહિત્ય કાળના પ્રવાહમાં ભૂલાશે, પરંતુ ટૂંકી વાર્તાઓનું સર્જન જયાં સુધી ગુજરાતી ટૂંકી વાર્તાનું સ્વરૂપ અસ્તિત્વ ધરાવશે ત્યાં સુધી ટકી રહેશે.

રમેશભાઈ ઓઝા -પટેલ ધ્રુવી[ફેરફાર કરો]

શ્રી રમેશભાઈ ઓઝા નું ઉપનામ 'ભાઈશ્રી' અને 'ભાઈજી' છે. રમેશભાઈ ઓઝા સહિત તેમને ૪ભાઈ અને ૨બહેન છે. રમેશભાઈ ઓઝા એ પોતનું પ્રારંભિક શિક્ષણ રજોલા નામના નાના ગામ નજીક "તત્વજ્યોતિ" નામની શાળામાંથી મેળ્વ્યું હતું. રમેશભાઈ ઓઝા પોતના પિતા વ્રજલાલ હેઠળ હમેશા "ભાગવદગીતા" નો પાઠ કરતા હતાં. રમેશભાઈ ઓઝા ના કાકા જીવરાજભાઈ ઓઝા એક અત્યંત આદરણીય કથાવાચક હતા. દરેક વ્યક્ત્તિ ને રમશભાઈ ઓઝા પોતાના પ્રવચન કુશળતા દ્વારા અને તેમના કુદરતી આકર્ષણ અને મેગ્નેટીઝમ દ્વારા આકર્ષિત કરતા. રમેશભાઈ ઓઝા એ પોતાનું આગળ નું એટલે કે કોલેજનું શિક્ષણા મુંબઇ માં લીધું. ત્યાં તેમણે ૧૮ વર્ષની ઉંમરે સેન્ટ્રલ મુંબઈ માં વ્યાવસયિક કથા યોજી હતી. રમેશભાઈ ઓઝા ને "ભાગવત આચાર્ય","ભાગવત રત્ન","ભાગવત ભૂષણ" સહિત વિવિધ પુરસ્કર થી સમ્માનિત કરવામાં આવ્યાં. દેવકાની આ ધરતી ઉપર શ્રી રમેશભાઈ ઓઝા ઉછરી ને મોટા થયા.આ જન્મભમિ નું ઋણ ચૂકવવા તેમણૅ ૪૦ વિઘા જમીન ઉપર દાતાઓના સહયોગથી દેવકા વિધ્યાપીઠ નું નિર્માણ થયું હતું. રમેશભાઈ ઓઝા બાળપણમાં મિત્રો સાથે રમતા ત્યારે પણ કથા-કથા ની જ રમત રમતા હતા. અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજ માં ભણાતા રમેશભાઈ એક તબક્કે ચાર્ટર્ડ એકાઉટન્ટ થવાનું વિચારતા હતા, પરંતુ હ્રદય થી એમનું મન કથાકાર બનવા ઝંખતું હતું. શ્રી રમેશભાઈ ઓઝા એક ગોડમૅન કે કલર્જીમેન તરીકે જાણીતા થવા નથી માગતા. તત્વદર્શન સામાયિક દ્વારા સંસ્કાર , ધર્મ , સંસ્ક્રૃતિ અને આધ્યાત્મ નો પ્રચાર થાય છે. ઇ.સ.૧૯૮૭ માં માત્ર ૩૦ વર્ષ ની ઊંમરે ભાગવત કથા પરાયણ માટે એમને લંડનથી આમંત્રણ મળ્યું. એ એમની પરદેશ ભૂમિની પહેલી કથા હતી. એ કથા નિમિત્તે મળેલી ૨.૫ કરોડ ની માતબર રકમ પ્રાપ્ત થઇ હતી. આ રકમ એમણે ગુજરાત માં આંખની હોસ્પિટલો ને દાનમાં આપી દીધી હતી. આવી કરુણા દૃષ્ટિ થી એમને માટેનો આદર સમાજમાં ગણો વધી ગયો. ભાઈશ્રી ની કથાકાર તરીકે ની પુરસ્ક્રૃતિ પણ થઇ છે. "સત્ સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ" દ્વારા તેઓ ધર્મિક સાહિત્યનું પ્રકાશ કરે છે. એમના આ ટ્રસ્ટ દ્વારા સંન્યાસી , વિદ્વાન વ્યક્તિઓ ને એવોર્ડ આપવામાં આવે છે. ભારતીય સંસ્ક્રૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા તેમણે "સાંન્દિપની વિધાનિકેતન" ની સ્થાપના કરી. ઇશ્વરક્રૃપા એ એમનું મધુરકંઠ નું વરદાન મળ્યું હતું. ૨૦૦૬ માં "હિંદુ ઑફ ધ યર" અવોર્ડ થી સમ્માનિત કરાયા. આના પછી તેઓએ "તત્વદર્શન" નામનું સામાયિક પ્રસિધ્ધ કર્યું. રામકથા ના અને ભાગવત ના રહસ્યલોક ના ઉદ્ગતા ભાઈશ્રી આજે ગુજરાત ના બીજા નંબર ના પ્રસિધ્ધ કથાકાર છે. તેમની વાણી માં સૌને પ્રભાવિત કરે તેવા સહજતા અને સમભાવ છે. શ્રી રમેશભાઈ ઓઝા નો ધ્યેય છે કે "પોતાના જીવન દ્વારા આ દુનિયા સમૃધ્ધ માં મનુષ્ય શિક્ષિત છે.";તેમણે પાથ બતાવવા માટૅ અંદર જુઓ , માનવ સ્વભાવ ઊંડાણપુર્વક ની લે છે. જેથી દેવતા વિકસાવવાનું અને દુષ્ટતા નો અસ્વીકાર ઇચ્છે છે. ભાઈ શ્રી સમજાવે છે કે "અજ્ઞાન તે દૂર કરી શકાતી નથી કરે છે તે શિક્ષણ સાથે નાશ્ પામવો છે જે કરી શકે." ભાઈશ્રી સમજવે છે કે "તમે પવનની દિશા બદલી શકતા નથી,પરંતુ તમે તમારા સેઇલ્સ સંતુલિત કરી શકે છે. અભ્યાસમાં રિશિકુલ અભ્યાસક્રમ આઠ વર્ષ ના સ્નાતકો"શાસ્ત્રી" તરીકે સંબોધવામાં આવે છે. જ્યારે લોકો દસ વર્ષ પૂર્ણા કર્યા તરીકે ઓળખવામાં આવે છે. "આચાર્ય" ભાઈશ્રી લાગે વેદાંતના સિધ્ધાંતોને રોજબરોજ ની જીવન સામેલ કરવમાં આવે છે. ભાઈશ્રી હકારાત્મક ઉર્જા એક તરંગ કે ત્રાસવાદો મનમાંથી નીકાળી નાખવી અને વિશ્વમાંથી અપ્રિય,આ રીતે કોઇ પણ સમાજ માંથી શાંતી અને સંપદિતા પેદા કરવાનો છે. ભાઈશ્રી આમ વિશ્વાસ ની સર્વોચ્ચ વૃધ્ધિ કરનાર છે. રમેશભાઈ ઓઝ આંતરરાષ્ટ્રીય રીતે "શ્રીમદ્ ભગવદ્ ગીતા" અને અન્ય હિન્દુ ગ્રંથો પર પ્રવચન માટે જાણીતા છે. આધ્યાત્મિક દ્વારા શાંતી , સુખ અને જવાબદારીની ભાવના લાવવા માટે જાણીતા છે.

પન્નાલાલ પટેલ-દેસાઇ હેત્વી[ફેરફાર કરો]

ચાર ચોપડી ભણેલા ગુજરાતી સાહિત્ય જગતના આ ગુજરાતી તારલાને કોણ નથી ઓળખતુ? જેમણે ઇડરના ડુંગરાઓમાં રહીને તળપદી ભાષાનો ઉપયોગ કરી ગુ઼જરાતી પ્રજાને સાહિત્ય પ્રદાન કર્યુ. જેમણે નવલકથા, નવલિકા, નાટક, ચિંતન, બાળસાહિત્ય દ્રારા રચનાઓ કરી ગુજરાતની પ્રજાને બુલંદ કરી ગુજરાતને બીજો જ્ઞાનપીઠ પુરસ્કાર અપાવ્યો અને એમાંય સદા ચમકતા રહે એવા હીરા જેવા ગુજરાતી સાહિત્યના સર્જક પન્નાલાલ પટેલનો જન્મ ૭ મે ૧૯૧૨ ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડલીમા થયો હતો.વડીલની છત્રછાયા વગર કિશોર પન્નાએ કારખાનામાં કામ શરુ કર્યુ. ખેતરમાં રાત-દિવસ આકરા તાપ વચ્ચે કાળી મજુરી કરી, વાસણ અને કપડા ધોયા ત્યારે કોઇને કલ્પના ન થઇ શકે કે આ પન્નાભાઈ પાછળથી પન્નાલાલ થઇને ગુજરાતના સમર્થ અને વિચક્ષણ સાહિત્યકાર બનશે. પન્નાલાલ પટેલે અનેક યાદગાર નવલકથાઓનો ગુજરાતી સાહિત્યને અખૂટ ખજાનો પૂરો પાડ્યો છે.એના થકી આપણને અને આપણી આવનારી પેઢીને સાહિત્યનો રસથાળ મળી રહેશે. ૧૯૪૭ માં તેમને ક્ષય રોગ લાગુ પડ્યો. માનવીના મનની સંકુલતાને પામવુ એ તેમના જીવનનુ લક્ષ્ય છે. ૧૯૫૮ થી તેઓ અમદાવાદમા સ્થાયી થયા. પન્નાલાલ પટેલની નવલકથા જેવી કે વળામણા, મળેલા જીવ, યૌવન, સુરભી, નવુ લોહી, તાગ, શિવપાર્વતી, ન પરણ્યા ન કુંવારા, પાર્થને કહો ચડાવે બાણ, કૃષ્ણજીવન લીલા, એકલો, અંગારોનો સમાવેશ થાય છે. માનવીની ભલાઇ, કંકુ, પડઘા અને પડછાયો જેવી નવલકથામાં પન્નાલાલ પટેલે ઇનામો મેળવ્યા છે. પન્નાલાલ પટેલે સપનાના સાથી, અલ્લડ્ છોકરી વગેરે જેવા નાટક પણ રચ્યા છે. તેમણે પરીક્ષા, એક ખોવાયેલો છોકરો, આંખ આડા કાન જેવી અનેક બાળવાર્તાઓ પણ રચી છે. ઝવેરચંદ મેઘાણીના કહેવાથી પન્નાલાલ પટેલે ૧૯૪૧ માં ફૂલછાબ માટે માત્ર ૨૪ દિવસમાં મળેલા જીવ નામની નવલકથા લખી. પન્નાલાલ પટેલે મળેલા જીવ પ્રસ્તાવનામાં લખ્યુ હતુ કે મળેલા જીવે મારો એક પગ સાહિત્ય સૃષ્ટિમાં સંચરાવ્યો તો બીજી બાજુએ સિનેમા જગતમાં ખેંચી લાવ્યુ. મળેલા જીવ માં ઘાંયજી જીવી અને કાનજી પટેલના પ્રણયની વાત છે. જીવી અને કાનજીના પ્રેમની શરુઆત શ્રાવણની પૂનમના મેળાના ચકડોળથી થાય છે. મળેલા જીવ માં પન્નાલાલ પટેલે તળપદી ભાષાનો પ્રયોગ કર્યો છે. ગુજરાતી સાહિત્યના કદાચ પ્રથમ એવા સાહિત્યકાર કે જેમના ધ્વારા રચિત વાર્તા પર આધારિત ફિલ્મને શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેમની વાર્તા કંકુ આધારિત દિગ્દર્શક કાંતિલાલ રાઠૉડની ફિલ્મ કંકુ શિકાગોમાં આંતરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ચારેબાજુ ચમકી ઊઠી હતી. પન્નાલાલ પટેલ ૧૯૭૯ માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ બન્યા હતા. પન્નાલાલ પટેલે લગભગ બધા પ્રકારના લેખન ધ્વારા ગુજરાતની આબાલવૃધ્ધ પ્રજાને સાહિત્ય પુરુ પાડ્યુ છે. છેલ્લા પચાસ વર્ષોમાં તેમણે ૧૮૫ સાહિત્યકૃતિની ભેટ આપી છે. તેમને અમુલ્ય પ્રદાન આપવા બદલ ગુજરાત સરકારશ્રી એ ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક આપ્યો અને ભારત સરકારે ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર ૧૯૫૦ માં જ્ઞાનપીઠ પુરસ્કાર માનવીની ભવાઇ માટે અર્પણ કરીને સન્માન કર્યુ. તેમણે ગધ અને પધ ક્ષેત્રે અતિ સુંદર ખેડાણ કરી ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરી છે. પન્નાલાલ પટેલે મીણ માટીના માનવી, એક અનોખી પ્રીતિ, અજવાળી રાત અમાસની જેવી નવલકથાઓ તેમજ સુખ દુ:ખના સાથી, રંગમિનારા, ધરતી આભનો છેડો જેવી વાર્તાઓ તેમજ લોકમિનારા, વાર્તાઓનો ગુચ્છ જેવા બાળસાહિત્યો અને અરસપરસની આત્મકથા, પૂર્ણયોગનુ આચમન જેવુ રચીને ગુજરાતી સાહિત્ય પ્રેમીઓને ભેટ આપી છે. તેમની આ નવલકથાઓ પોતાના સાધના પ્રકાશન માં પ્રગટ થતી હતી. જીવન સંધ્યાએ અરવિંદ જીવન દર્શનમાંથી પ્રભવિત થઇને તેઓ સાધના પ્રકાશનના માર્ગે વળ્યા. આવી મહાન વિભુતિનુ અવસાન ૫ એપ્રિલ, ૧૯૮૯ના રોજ અમદાવાદમાં બ્રેઇન હેમરેજથી થયુ. હાલમાં તેમની ખોટ ગુજરાતી સહિત્યના પ્રેમીઓને જણાઇ રહી છે. હૈયા ઉકલત અને અનુભૂતિની સચ્ચાઇ આ બે સર્વોપરી લક્ષણોથી પન્નલાલનુ પન્નાલાલપણુ પાંગરી ઊઠયુ અને ગુજરાતી સાહિત્યવિશ્વ સમૃદ્ધ્ થઇ ગયુ.

કનૈયાલાલ મુનશી - પંચાલ વિધિ[ફેરફાર કરો]

નવલકથાકાર કનૈયાલાલ મુનશી [ઇ.સ. ૧૮૭૮ થી ૧૯૭૧] સ્વતંત્રતાના રંગે રંગાયેલા અનેક લેખકોમાનાં એક લેખક છે શ્રી કનૈયાલાલ માણેક્લાલ મુનશી.તેમને ગાંધીયુગ ના લેખક ગણાય કે ન ગણાય પરંતુ તેમની વિચારસ્રુષ્ટિમાં સ્વદેશી અને સ્વતંત્રતાની ભાવના જોવા મળે છે.બહુમુખી પ્રતિભા ધરાવનાર કનૈયાલાલ માણેક્લાલ મુનશી અગ્રણી ગુજરાતી સર્જક હતા.તેમણે હંમેશાં ગુજરાતની અસ્મિતાની હિમાયત કરી છે.ગુજરાતના વ્યકિત્વના ભાનથી પ્રેરાઇ એનું વ્યકિત્વ સિધ્ધ ક્રરવાનું એણે સક્રિય સંકલ્પ કર્યો હતો.તેમના સાહિત્યમાં ગુજરાત ના પર્વતો અને નદીઓનું સ્થાન ગૌણ છે.તેમના સાહિત્યમાં ગુજરાત ના મહાપુરૂષો.વીરો,મહાપરાક્રમીઓ,રાજા-મહારાજાઓ કેન્દ્રસ્થ છે. "મુનશીમાં એવું કયું તત્વ છે જે એમની સામગ્રી,વિચારણા.નિરૂપણની અનેક મર્યાદાઓ છતાં તેમની લોકપ્રિયતાને સદા જીવંત રાખે છે.તેની શોધ કદાચ ઘણા સર્જકોને તેઓ છે તે ક્રરતા વધુ સફળ બનાવી શકે.મુનશી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે માત્ર એક સર્જક,લેખક જ નહિ,પણ પ્રભાવક પરિબળ બની રહ્યા છે"

  • જન્મ-ઉછેર-ઘડતર :-

તેજસ્વી ધારાશાસ્ત્રી.પ્રખર મુત્સદ્દી,સ્વતંત્રતા પુર્વેના અને સ્વતંત્રતા પછીના સમયગાળાના ઉત્તમ રાજપુરૂષ,ભારતીય વિધ્યાભવન જેવી વિધ્યાસંસ્થાના સ્થાપક અને કુલપતિ,ગુર્જર અસ્મિતાના ગાયક,ભારતીય સંસ્ક્રુતિના જ્યોતિર્ધર,સંસ્કારપુરૂષ અને પ્રતિભાશાળી સર્જક કનૈયાલાલ માણેક્લાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠિ પછીના ઉત્તમ કોટી નવલકથાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે."સરસ્વતીચંદ્ર્" ભાગ-૧ નું પ્રકાશન વર્ષ એ આ સર્જક નું જન્મનું વર્ષ છે.તેમનો જન્મ ભરૂચમાં મુનશીના ટૅકરે આવેલા પૈતુક ઘરમાં પિતા માણેકલાલ અને માતા તાપી ગૌરીને ત્યાં થયો હતો.તેમણે ભરૂચ,વડોદરા અને મુંબઇમાં અભ્યાસ કર્યો હ્તો.તેમનું કાર્યક્ષેત્ર પણ મહદંશે મુંબઇ રહ્યું હતું.એમનો ઘડતરકાળ એટલે હિંદી મહાસભા-ઇન્ડિન નેશનલ કોગ્રેસની સ્થાપનાનો સમય. "ઘશ્યામ" ઉપનામ ધારણ કરી તેમણે નવલકથા લેખનનો આરંભ વકીલાતના વ્યવસાયની સમાંતરે કર્યો અને જોતજોતામાં સામાજિક, ઐતિહાસિક તથા પૌરાણિક નવલકથાઓનું તેમણે માતબર સર્જન કર્યુ.વકિલાતની કારકિર્દિનો મધ્યાહન તપતો હતો ત્યારે જ રાષ્ટ્રપિતા ગાંધીજીના સંપર્ક માં આવ્યા.ઇન્દુલાલ યાજ્ઞિક સાથે "નવજીવન અને સત્ય" તથા "યંગ ઈન્ડિયા"ના તંત્રી તરીકે તેમણે કાર્ય કર્યુ હતું "ગુજરાત" માસિક પણ શરૂ કર્યુ અને ચલાવ્યું ભારતીય વિધ્યાભવનના ઉપક્રમે "ભવન્સ જર્નલ" તેમજ "સમર્પણ" સામાયિક ચલાવ્યા. સાહિત્ય,વકિલાત,રાજકારણ,પત્રકારત્વ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવનાર અગ્રણી ગુજરાતી સર્જક હતા.ગુર્જર અસ્મિતાના તેઓ હંમેશા હિમાયતી રહ્યા અને સાથે સાથે ભારતીય સંસ્ક્રુતિના જ્યોતિધર બની રહ્યા.મુનશી કહે છે ગુજરાત તો એક ભાવનાવાદી પણ જીવંત સાંસ્ક્રારિક વ્યકિત છે.ગુજરાતના વ્યક્તિત્વ ના ભાનથી પ્રેરાઇ તેનું વ્યક્તિત્વ સિધ્ધ કરવાનો જેણે સક્રિય સંકલ્પ કર્યો હોય તેનામાં ગુજરાત ની અસ્મિતા હોય.આ વ્યક્તિત્વના ઘડતરમાં પર્વતો અને નદીઓનું સ્થાન ગૌણ છે.મુખ્ય સ્થાન તો જે મહાપુરૂષોએ ગુજરાતની આ ભાવના સરજાવી છે.તેમનુ છે તેમના પરાક્રમો અથવા સાહિત્ય ક્રુતિઓ ગુજરાતીઓની કલ્પ્ના અને ઇરછા ને કેન્દ્ર્સ્થ કરે છે.તે ઇતિહાસ કે સિધ્ધાંત રચી જાય છે.ઉત્સાહ્ અને આનંદ પ્રેરે છે.ગૌરવ કથાઓના મડાણ માણે છે.ગુજરાતનું સુક્ષ્મ બાંધી જાય છે. "ગુજરાતી અસ્મિતા એટ્લે ગુજરાતી પણુ,ગુજરાતીતા". રાષ્ટ્રપિતા ગાંધીજીએ સત્ય અહિંસા અને માનવતાની અમરવેલ પાથરી અને વિશ્વવ્યાપી બનાવી એ જ ભાવના સાહિત્ય અને કલાનાક્ષેત્રે મુનશી એ વ્યક્ત કરી વળી ગાંધીયુગ ના સાહિત્ય ની જે કેટલીક લાક્ષણિકતાઓ છે.તેથી ભિન્ન શુધ્ધ સર્જનાત્મક દ્ર્ષ્ટીબિદું સાહિત્ય માં અપનાવી સર્જક તરીકે મુનશી એ આગવી પ્રતિભા પણ ઉભી કરી હતી. કનૈયાલાલ મુનશીની વિચારસ્રષ્ટિ પર સ્વદેશી અને સ્વતંત્રાની જે ભાવના અસર કરી ગઇ રૂઢિભંજકર્તા સામે તેમને જે નૈતિક બળ મળ્યુ એમા ગાંધીજીની અસર જોઈ શકાય'સ્વતત્ર પ્રજાસત્તાક ભારતનું બંધારણ ઘડવામાં બંધારણસભાના એક સભ્ય તરીકે તેમણે મુલ્યવાન ફાળો આપ્યો હ્તો." ઇ.સ.૧૯૧૨-૧૩ માં"મારી કમલા" ,"વેરની વસુલાત","કોનો વાંક"? થી શરૂ કરી "ક્રુષ્ણાવતાર સુધીની સાહિત્ય યાત્રા.શબ્દલોકની યાત્રા કરી ઇ.સ.૧૯૭૧ માં તેઓ અવસાન પામ્યા.

  • સાહિત્ય સર્જન :-

ઇ.સ.૧૯૧૨ માં "ઘશ્યામ વ્યાસ"ના નામે "સ્ત્રી બોધ " માં પ્રગટ થયેલી "મારી કમલા" વાર્તા મુનશીની સાહિત્ય-કારકિદર્દી નો પ્રારંભ ગણાય." ૫૬ જેટલી ગુજરાતી અને ૩૬ જેટ્લી અંગ્રેજી પુસ્તકો ની યાદી મુનશી ની લેખિની નુ સામર્થય દર્શાવે છે." મુનશી ની સાહિત્ય સેવા પુરા ૬ દાયકાની ગણાય.આવી સુદિર્ઘ સાહિતિક કારકીર્દી ગુજરાતી સાહિત્યનું યશસ્વી પ્રકરણ છે.તેમણે ,"વેરની વસુલાત","પાટણની પ્રભુતા",ગુજરાતનો નાથ" "જય સોમનાથ""પ્રૂથ્વી વલ્લ્ભ","સ્વ્પ્ન દ્ર્ષ્ટા" ,"ભગવાન કૌટિલ્ય"."તપસ્વિની","ક્રુષ્ણાવતાર"વગેરે નવલકથાઓ આપી છે..."કાકાની શશી","છીએ તે જ ઠિક"અવિભક્ત આત્મા' અને "ધ્રુવસ્વામિની દેવી",નાટકો ; તથા "શિશુ અને સખી ","અડધે રસ્તે","સીધા ચઢાણ","સ્વપ્નસિધ્ધિ ની શોધ માં" વગેરે દ્વારા આત્મ્ કથા આપી છે."નરસૈયો ભક્ત હરિનો ","નર્મદ-અર્વાચીનોમાં આધ્ય્"," થોડાક રસ દર્શનો","ગુજરાત ના જ્યોતિર્ધરો "ઇમ્પિરિયલ ગુર્જસ" તેમજ "ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર"વગેરે સંશોધન-વિવેચનના ગ્રંથો પણ આપ્યા છે.સંખ્યા અને ગુણવતા ઉભય દ્ર્ષ્ટીએ જોતા મુનશી નું સાહિત્ય સમ્રુધ્ધ છે.. એક કવિતા પ્રકાર સિવાય સાહિત્યના લગભગ તમામ સ્વરૂપોમાં પોતાની લેખિની ને આસાનીથી વિહાર કરાવવાના ૨ પ્રતિભાવંત કથાસર્જક શ્રી કનૈયાલાલ માણેક્લાલ મુનશી ના જીવન અને સહિત્યસર્જનનુ સર્મથ પ્રેરકબળ એમની પ્રણયભાવના છે.તેમની નવલકથાઓ,નાટકો અને નવલીકાઓ પ્રણય ના કોઇને કોઇ સ્વરૂપ ને કેન્દ્ર્ સ્થાને રાખીને આલેખાયા છે.ગુર્જર અસ્મિતાની ભાવના તેમનામાં સભાનપણે સક્રિય રહી છે."અસ્મિતા" શબ્દ તેમણે જ સૌ પ્રથમ આપ્યો.એમની સાહિત્ય રચનાઓમાં ગુજરાત અને ગુજરાતી પ્રજાનું ગૌરવ પુર્ણ આલેખન ધ્યાન ખેચે છે.સાહિત્ય ક્ષેત્રે પ્રણાલિકા-ભંગ,સરસતાવાદ,કલા અને નીતિ વિષયક તેમની માન્યતા એલેક્ ઝાન્ડ્ર્ર ડુમા ઇ. સર્જ્કો માંથી તેમણે ઝીલેલો રંગદર્શીતા સભર આદર્શવાદ-સ્વ્પ્નદર્શી રંગીન પ્રગલ્ભતાના સર્જક મુનશીના વ્યક્તિત્વને સમજવાના કેટલાક મુદ્દાઓ છે. "પાટણની પ્રભુતા",ગુજરાતનો નાથ" અને "રાજાધિરાજ"એ મુનશીની પ્રખ્યાત ઐતિહાસિક નવલકથાત્રયી છે.

  • નવલકથાકાર કનૈયાલાલ મુનશી:-

મુનશીની નવલક્થા ઓએ ગુજરાતી નવલક્થાના સાહિત્ય સ્વરૂપને સજીવ પાત્રાલેખન અને નાટ્યાત્મક સંવાદો દ્વારા સર્જનાત્મક બનાવ્યું.સામાજિક નવલકથા "વેરની વસુલાત" થી નવલકથા લેખન નો આરંભ કરી ઐતિહાસિક નવલકથાકાર તરીકે સફળતાને વરેલા મુનશીએ 'ક્રુષ્ણાવતાર" જેવી પૌરાણિક કથાવસ્તુ આપતી નવલક્થા છેલ્લે છેલ્લે આપી.નવલક્થા લેખનના આરંભ કાળે તેમના ઉપર ફ્રેન્ચ નવલક્થા સર્જક એલેકઝાન્ડર ડૂમાનો તેમજ જર્મન દાર્શનિક નિત્શેની "સુપર મેન "ની ભાવનાનો ભારે પ્રભાવ પડ્યો હતો. જો કે "જય સોમનાથ " અને તે પછીની વાર્તાનો મુનશીની તરી આવતી મૌલિકતા તરત ધ્યાન ખેંચેં છે.વાર્તાનો પ્રવાહ રસળતો,ધસમસતો,અને આકર્ષક;પ્રસંગો વેગીલા;વસ્તુ સંકલ્પના સુગ્રથિત;પાત્રો સજીવ અને લાંબા સમય સુધી યાદ રહે તેવા;પાત્ર ગત અને પરિસ્થિતિગત સંઘર્ષ,સંવાદો જીવંત,ટૂંકા અને સચોટ તેમજ વાતાવરણ પ્રત્યક્ષ કરી આપે તેવા નાટ્યત્તત્વ સભર; ટૂંકા ટૂંકા વાક્યોવાળી ભાષા શૈલી; ચિંતન ના ભાર વગરની આનંદ લક્ષી હેતુ વાળી સર્જન પ્રક્રિયા ; આ બધા તત્વો રંગદર્શી પ્રક્રુતિવાળા સર્જક મુનશીની નવલક્થાઓને વધુ આકર્ષક અને સુવાચ્ય બનાવે છે. અને નવલક્થાનું એક અખંડ શિલ્પ ઉભુ રચી આપે છે. કનૈયાલાલ મુનશી એ ગોવર્ધનરામ ની અસર થી મુક્ત રહી નવલક્થા સર્જન ના પ્રયત્નો કર્યા છે.મુનશીની નવલક્થાઓ નાટ્યત્તત્વ થી સભર અને તેથી એનો વિશાળ ચાહક વર્ગ છે.મુનશીની પાત્રસ્રુષ્ટિ માં સરળતા, પ્રભાવી, ઓજસ્વતા અને ભવ્યતાસભર છે.રાજાઓ યુધ્ધો.સંધિ-વિગ્રહો,રાજ દરબારની ખટપટો મુનશીની નવલક્થાઓમાં મોખરે છે.મુનશીએ ભૂતકાળની માહિતી વાચકવર્ગ માટે પાથરી સૌને મોહિત કરી દીધા હતા.મુનશીએ ઇતિહાસ પ્રસિધ્ધ પાત્રોને કલ્પનાના ભભકદાર રંગોથી ભરી યાદગાર બનાવ્યા.ઐતિહાસિક,સામાજિક,પૌરાણિક એમ ત્રણે પ્રકારની નવલક્થાઓનું સર્જન કરી મુનશી ઐતિહાસિક નવલક્થાકાર તરીકે યોગ્ય પ્રસિધ્ધિ પામ્યા છે.

  • ગુજરાત નો નાથ ;-

"ગુજરાત નો નાથ' માં સ્વતંત્ર બનવા મથતા યુવાન જયસિંહ ની કથા છે.અને મંત્રીશ્વર મુંજાલની રાહબરી હેઠળ ગુજરાત સ્વતંત્ર બનવા પ્રયત્ન કરે છે.તેની વાત છે.પાટણની રાજકથાની દ્રષ્ટિ એ અંવતીના સેનાપતી ઉબકનુ પાટણ પર આક્રમણ ખાળવા તેની સાથે થતુ સમાધાન અને પાટણ ને હંફાવવા માગતા સૉરઠના રા'નવઘણનૉ પરાજય અહીં મુખ્ય કથાપ્રવાહૉ છે. સિધ્ધરાજ જયસિંહના સમય ની કેટલીક ઐતિહાસિક ઘટનાઓ નો આશ્રય લઇને અને પોતાની કેટલીક આગવી કલ્પનાઓનું મિશ્રણ કરીને મુનશી એ આ નવલક્થા રચી છે.તેમાં સિધ્ધરાજ જયસિંહ ઉપરાંત મુજાંલ, કાક,કિર્તિદેવ,મિનલ,મંજરી વગેરે પાત્રો નિરૂપાયા છે.જયસિંહ , મુજાંલ, કાક,ત્રણેય ગુજરાતનો નાથ બનવા દાવ અજમાવે છે.એની મુનશી એ સરસ રજુઆત કરી છે.કાક ભટ્ટે લાટ પ્રદેશ કબજે કરવા કરેલા પ્રયત્નો કાક-મંજરી ના લગ્ન, મિનલ અને મુંજાલ ના સંબંધો મુંજાલ-કિર્તિદેવનો મેળાપ,રણક-જયસિંહદેવ નો પ્રણય પ્રસંગ, જુનાગઢ ના રા'ખેંગારે રાણકદેવડી નું હરણ વગેરે આ કથા ની મુખ્ય ઘટનાઓ છે.

  • પાટણ ની પ્રભુતા ;-

ગુજરાત ના ઇતિહાસ માં સુર્વણ કાળ તરીકે ઓળખાયેલા સોલંકી યુગની નવલકથા "પાટણ ની પ્રભુતા " નું અનુસંધાન છે."પાટણ ની પ્રભુતા " માં કર્ણદેવ સોલંકીના અવસાન પ્રસંગે રાજસત્તાની ખટપટ વચ્ચે સિધ્ધરાજ જયસિંહ ની કથાનો પ્રારંભ થાય છે.વળી એ સત્તા સઘર્ષ ની કથા ની વચ્ચે મિનળ અને મુંજાલ,હંસા અને દેવ પ્રસાદ તેમજ ત્રિભુવન અને પ્રસન્ન સરખા પાત્રો ના પ્રેમ સંબંધોની ઉપકથાઓ વણાઇ છે.તેથી નવલકથા સુવાચ્ય બને છે.

  • જય સોમનાથ ;-

મુસ્લિમ આક્રમણ કાર મહમુદ ગઝનીએ ઇ.સ.૧૦૨૪ માં ભારત પર આક્રમણ કરીને પશ્રિમના દરિયા કાંઠે આવેલા પુરાણ પ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત સોમનાથનું શિવ મંદિર તોડી તેની મૂર્તીના ટુક્ડા કર્યા તેમજ અઢળક દ્રવ્ય સાથે મૂર્તિના ટુકડા પોતાને વતન લઇ ગયો એ ઇતિહાસસિદ્ધ્ વિગતોને ગુંથીને મુનશીએ આ નવલક્થા લખી છે. આક્રમણ સમયે રજપૂતોએ વીરતા દાખવી,એકત્ર થઇ ,શક્ય તેટલુ સોમનાથ ના મંદિરર્નું રક્ષણ કરવા પ્રયત્ન કર્યા. તે શૌર્ય ક્થાની પડ છે. વાર્તાનાયક ભીમદેવ સોલંકી અને ચૌલા નામની એક નર્ત્કી સાથેન પ્રણયની ક્થા આલેખન પામી છે. કથનાયિકા ચૌલા સોમનાથના પૂજારી ગંગ સર્વજ્ઞ અને ગંગાની પૂત્રી છે ગંગા દેવદાસી છે ચૌલા પણ દેવદાસી જ છે. ને તેણે મનોમન પોતાની જાતને ભગવાન સોમનાથને શ્રદ્દાપૂર્વક સમર્પીત કરી દીધી છે. આ કથામાં ગઝનીના મહંમદનું આક્રમણ ,રાજપુતોનું શૌય, યુદ્દ્ વર્ણન, સોમનથના મંદીરનો વૈભવ,ભીમચૌલાનો પ્રણય પ્રસંગ , રણની આંધીનું વર્ણન ,બે બાજુના લશ્ક્રોનું વર્ણન વગેરે વિગતોનો સમાવેશ થાય છે.સજ્જન સામંત ઘોઘરાણા તેમના કૂળની પરાક્રમ ક્થા, ગંગસર્વજ્ઞની શ્રદ્દા સભર શીવભકિત , ગરજનના હમ્મીરનું રૌદ્દ્ વ્યકિતત્વ વગેરે મુનશીની રસળતી અને સ્ફૂર્તીલી શૈલીએ આલેખાયા છે.આ નવલાક્થામં મુનશીએ નોંધપાત્ર મૌલિકતા અને વિકાસ દાખવ્યા છે.

  • સંદર્ભ:-

(૧)અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (૨)ગુજરાતનો નાથ (૩)જય સોમનાથ

ગોવર્ધનરામ ત્રિપાઠી-પવાર વિશાલ[ફેરફાર કરો]

                                                  -=(ગોવર્ધનરામ ત્રિપાઠી)=-
                                                  

ગોવર્ધનરામ ત્રિપાઠી.ગોવર્ધન નુ પુરુ નામ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી.તેમનો જન્મ ૨૦/૧૦/૧૮૫૫ ના રોજ ખેડા જિલ્લા ના નડિયાદ ના ધર્મ પ્રિય બ્રાહ્મણ માધવરામ ત્રિપાઠી ને ત્યાં થયો હતો.પિતા અત્યંત ધાર્મિક વ્રુત્તિના અને દિલના બહુ ભોળા.જ્યારે માતા શિવકાશી રગેરગ વ્યવહારુ.પિતા ની ધર્મનિષ્ઠા અને માતા ની વ્યવહારુતા - બન્ને ગોવર્ધનરામ વારસા માં મળ્યા હતા. દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલો વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવ, કિશોરાવસ્થાથી વાચનનો અતિ શોખ, કાકા મનઃસુખરામ સાથેનો સહવાસ વગેરે એ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્યસંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.


ગોવર્ધનરામ નું પ્રાથમિક શિક્ષણ મુંબઈ ની બુદ્ધિવર્ધક શાળા માં થયો હતો.પછી અંગ્રેજી ત્રણ ધોરણ નડિયાદ માં અને ચોથા ધોરણથી મુંબઇ ની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ માં કર્યો. ઈ.સ. ૧૮૭૧ માં મેટ્રિક અને બી.એ. થયા. કૉલેજ ના અભ્યાસ દરમિયાન કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ગયેલો. પ્રારંભના વર્ષોમાં ગુજરાતી કવિતા કરતાં સંસ્કૃત કવિતા રચવા તરફ વિશેષ રુચિ હતી તે સંસ્કૃતમાં એમણે કરેલા ગિરનારવર્ણન પરથી તેમ જ કાલિદાસના ‘મેઘદૂત’ ના અનુકરણમાં શરૂ કરેલું ‘મનોદૂત’ કે પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અવસાનથી જન્મેલા શોકથી ૧૮૭૫ માં રચાયેલું ‘હૃદયરુદિતશતક’ એ કાવ્યો પરથી જોઈ શકાય છે. એ સિવાય ૧૮૭૩ ના વર્ષમાં અંગ્રેજીમાં લખાયેલા ‘ઈઝ ધેર એની ક્રિયેટર ઑવ ધ યુનિવર્સ ?’, ‘ઘ સ્ટેટ ઑવ હિંદુ સોસાયટી ઈન ધ બોમ્બે પ્રેસિડન્સી’ કે એવા અન્ય લેખો એમની વ્યાપક વિષયોને ઊંડાણ માં લેવાની મનોવૃત્તિના સૂચક છે. પરંતુ આ પ્રારંભિક લેખોમાં એમના જીવન-વિચારને સમજવામાં ખૂબ ઉપયોગી, ૧૮૭૭માં લખાયેલો ‘એ રુડ આઉટલાઈન ઑવ ધ જનરલ ફિચર્સ ઑવ ઍસેટિઝમ ઈન માય સેન્સ ઑવ ધ વર્ડ’ લેખ છે. સંસારત્યાગમાં નહીં, સંસારસેવા અર્થે જીવન સમર્પિત કરવું એ જ સાચો સંન્યાસ એવી પ્રવૃત્તિમય સંન્યાસની ભાવના એમણે એ લેખમાં રજૂ કરી છે.કૉલેજ ના અભ્યાસ કાળ દરમિયાન એમણે જીવન જીવવા માટે ત્રણ સંકલ્પ કર્યા -

૧)એલએલ.બી. થઈ મુંબઈ માં વકીલાત કરવી.

૨)ક્યારેય નોકરી કરવી નહિ.

૩)ચાળિસમે વર્ષે નિવ્રુત્તિ લઈને શેષજીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું.

અભ્યાસમાં તેમનો પહેલો-બીજો નંબર આવતો નહિ,કારણ કે તેમનુ ધ્યાન પાઠ્યપુસ્તકો કરતાં બહારના સામાન્ય પુસ્તકો વાંચવામાં વિશેષ પ્રવ્રુત્ત હતું.કૉલેજકાળ દરમિયાન તેમણે સાહિત્ય તથા કવિતાનો આમૂલ અભ્યાસ આદર્યો. સંસ્ક્રુત માટે પણ એમનો શોખ વધતો ગયો.ઇતિહાસના વિષય ઉપર પણ તેમની ખાસ પ્રીતિ હતી.કૉલેજકાળથી જ કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો.શરૂઆતમાં તેઓ ગુજરાતી કવિતાં કરતા સંસ્ક્રુત કવિતા રચવા તરફ વિશેષ રુચિ ધરાવતા હતા.વ્યાપક વિષયોમાં-ઊંડાણમાં જવાની તેમની જન્મજાત વ્રુત્તિ હતી.


ગોવર્ધનરામની ઊઘડતી જતી જ્વલંત કારકિર્દીની નિયતિને જાણે ઈર્ષ્યા આવતી હોય તેમ ૧૮૭૪ ના વર્ષમાં દુ:ખો અને વિતંબણાઓએ તેમની પર ઘા પર ઘા કરવા માંડ્યા.તે વર્ષમાં તેમની પત્ની હરિલક્ષ્મીનું સુવાવડમાં અવસાન થયું અને તેમની બળકી પણ માતાની પાછળ્ ચાલી નીકળી.એ જ વર્ષમાં પિતા માધવરામ ની પેઢી તૂટી.તેઓ બી.એ.માં નાપાસ થયા.આ સંકટપરંપરાને કારણે તેમનો ભોઈવાડમાં બંધાવેલો માળો વેંચવો પડ્યો. પછી આખું કુટુંબ મુંબઈ થી નડિયાદ ગયું.ગોવર્ધનરામ કૉલેજનો અભ્યાસ પૂરો કરવા માટે મુંબઈ માં જ રહ્યા. આવી આર્થિક આપત્તિઓને કારણે,૧૮૭૯ થી૧૮૮૩ સુધી એમને અનિચ્છાએ ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે થોડો સમય નોકરી સ્વીકારવી પડી હતી.


ઈ.સ.૧૮૮૩ના અંત ભાગ માં તેમણે ભાવનગર છોડ્યુ ત્યારે દિવાનસાહેબે તેમને રૂ.૨૫૦/- ના પગાર થી ભાવનગરના ન્યાયખાતામાં રાખવાની ઈચ્છા બતાવી.આ ઉપરાંત જૂનાગઢના દીવાનસાહેબે રૂ.૩૦૦/- ની નોકરીની ઑફર કરી,પરંતુ હવે ગોવરધનરામને લાગ્યું કે પોતે સેવેલા સ્વપ્ન અને સિદ્ધાંતો પાળવાનો સમય આવી ગયો છે. એટલે નોકરી છોડીને સ્વતંત્ર વકીલાત કરવાનો ર્દઢ નિશ્ચય કર્યો.ભાવનગર થી માત્ર પચાસ રૂપિયાની મૂડી સાથે મુંબઈ આવીને વકીલાત શરૂ કરી.વકીલાત સરસ ચાલવા માંડી. ઈ.સ.૧૮૮૪ થી ઈ.સ.૧૮૮૭ સુધીમાં તેમણે પોતાના પિતાનું દેવું એકલે હાથે વાળી દીધું. ૪૦ વર્ષની વયે નિવ્રુત્ત થયા બાદ બાકીના જીવનમાં શું વાંચવું , શું લખવું , શાનો અબ્યાસ કરવો , વિવિધ પ્રવ્રુત્તિઓને કેટલું સ્થાન આપવું છે તેનો વિચાર તેમણે ઈ.સ. ૧૮૮૫ સુધીમાં કરી લીધો હતો. તેજ વર્ષથી તેમણે નિયમિત પોતની ડાયરી લખવા માંડી હતી.


ગોવર્ધનરામ નો હવે સાહિત્યાકાશમાં ઉદય્ થઈ રહ્યો હતો. તેમનો સમર, ચિંતન અને પરિપાકરૂપ તેમનો હવે સુર્વણ યુગ નો ઉદય થયો ગણાયો.ઈ.સ.૧૮૭૭ માં શરૂ કરેલુ રસ ગંભીર કથા કાવ્ય 'સ્નેહ મુદ્રા'ઈ.સ.૧૮૮૪ માં તેમણે પોતાના હાથ માં લીધું,જે ઈ.સ. ૧૮૮૯ માં પ્રગટ થયું,પરંતુ આ સમયગાળાની સૌથી મહત્વ પ્રવ્રુત્તિ તો 'સરસ્વતી ચંદ્ર' ના પહેલા ભાગનો આરંભ થઈ ગયોહતો.ઈ.સ.૧૮૮૫ માં તે પૂરો લખાઈ ગયો ને ઈ.સ.૧૮૮૭ માં પ્રગટ થયો.આ જ અરસામાં એક બીજી મહત્વ ની ઘટના બની.ગોવર્ધનરામે પોતાના નાના ભાઈ હરિરામપાસે પુસ્તક-પ્રકાશનની પેઢી એન.એન.ત્રિપાઠીના સ્થાપના કરાવી.જેણે આજે પણ એક પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા તરીકે ઊજળું નામ રાખ્યું છે. ઈ.સ.૧૮૯૨માં 'સરસ્વતી ચંદ્ર' નો બીજોભાગ પ્રગટ થયો ,ઈ.સ.૧૮૯૮ માં ત્રીજો ભાગ અને ઈ.સ.૧૯૦૧ માં ચોથો ભાગ પ્રગટ થયો હતો. અલબત્ત, ૧૮૮૩ થી જેની રચનાનો પ્રારંભ થઈ ગયો હતો તે ‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ તેના ભા. ૨ (૧૮૯૨), ભા.૩ (૧૮૯૮) અને ભા.૪ (૧૯૦૧) ચૌદ વર્ષ દરમિયાન પ્રગટ થયા હતા.સરસ્વતીચંદ્ર –ભા. ૧,૨,૩,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. ગાંધીજી પૂર્વે ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ આ નવલકથાએ પાડ્યો એનું કારણ આ કૃતિમાં વ્યક્ત થયેલું જીવનવિષયક ઊંડું વ્યાપક ચિંતન તથા એ ચિંતનને કળારૂપ આપનારી સર્જકપ્રતિભા છે.


ગૃહ, રાજ્ય ને ધર્મ વિશેના પોતાના વિચારો પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાનો આશ્રય લીધો એવું લેખકે સ્પષ્ટ સ્વીકાર્યું છે, તોપણ એમની સર્જક તરીકેની ઊંચી શક્તિ ઘટનાસંયોજન, પાત્રનિરૂપણ ને ભાષામાં પ્રગટ થઈ છે. સંઘર્ષના તત્વથી પહેલા બે ભાગ કથાની દ્રષ્ટિએ વધારે રસિક બન્યા છે. પાછલા બે ભાગ માં સંઘર્ષ વિશેષત:વૈચારિક ભૂમિકાએ રહેતો હોઈ નવલકથા નિબંધાત્મક બનીજાય છે.


ઈ.સ.૧૮૯૫ વર્ષ  : ગોવર્ધનરામ ત્રિપાઠી ચાળીસ વર્ષના થયા.પોતે કરેલા સંકલ્પ મુજબ વકીલાતનો અત્યંત ધીકતો ધંધો સમેતી લીધો.વીસબાવીસની કાચી,યુવાન અને મુગ્ધ ઉંમરે જીવનનો નકશો ચીતરવો અને તેને નિશ્ચયપૂર્વક વળગી રહેવું,પ્રેક્ટિસ છોડીને સાહિત્યસર્જનમાં જીવન સમર્પણ કરવું -આ બધી વિરલ વાતો કહેવાય ,જે ગોવર્ધનરામે કરી બતાવી. ગોવર્ધનરામ નડિયાદ આવીને વસ્યા.તરત જ કચ્છ સંસ્થા ની તરફ થી દીવાનગીરીની રૂ.૧,૫૦૦/-ના પગાર ની નોકરી નો પ્રસ્તાવ આવ્યો જેનો તેમેણે મક્કમતાથી પણ આદરપૂર્વક અસ્વીકાર કર્યો. ઈ.સ.૧૯૦૨માં તેઓ એમ.એ ના ગુજરાતી વિષયમાં પરીક્ષક નિમાયા.આ માટે મુંબઈ જતાં તેમને બે ઉત્તમ મિત્રરત્નો સાંપડ્યાં-પ્રો.ત્રિભુવનદાસ ગજ્જર અને સાક્ષર કેશવહર્ષદ ધ્રુવ. ઈ.સ.૧૯૦૪માં નડિયાદ માં પ્લેગ ફાટી નીકળ્યો.તેમાં તેમનાં માતુશ્રીનું અવસાન થયુ.ગાઢ મિત્ર પ્રો. ત્રિભુવનદાસ ની વારંવાર માંગણીને કરણે તેઓ ઈ.સ.૧૯૦૫ માં કુટુંબ સાથે મુંબઈ જઈ વસ્યા.


ગોવર્ધનરામનું વાંચન વિશાળ હતું.તેમણે અંગ્રેજી સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો.પશ્ચિમ આ વિસ્તીર્ણ સાહિત્યે તેમને વિચારક મનને આર્યસંસ્ક્રુતિનાં ઊંડાણો જોવા , સમજવા અને તુલનાત્મક ર્દષ્ટિથી તેનુંમૂલ્ય આંકવા લલચાવ્યા. પરિણામે તેમની સર્વગ્રાહી તલસ્પર્શી મેઘાને એક નવું જ દર્શન લાવ્યું.એક નવી જ દિશા સાંપડી.આ નવી દિશા પૂર્વ અને પશ્ચિમના અંશોના સમન્વયની.તેમણે ઘણા બળો જોય હતા,અનુભવ્યાં હતાં.દેશના યુવાનો ઉપર તેમની મોહિની પથરાયેલી પણ તેમણે જોઈ હતી.પશ્ચિમી સુધારાનો એ વેગીલો પવન આર્યસંસ્ક્રુતિ મિટાવી દેવાની હોડ બકી હોય તેવો જોરશોરથી ફૂંકાઈ રહયો હતો.એ સમયે હિન્દુ સમાજને સુધારવાના શુભાશ્યથી દલપત-નર્મદ ભલે સાચા હોય તો પણ તેમણે માત્ર દોષો જ ગાયા હતા. પણ ગોવર્ધનરામની ગુણગ્રાહી ર્દષ્ટિને એ ન રુચ્યું.તેમણે આર્યસંસ્ક્રુતિનાં મૂલ્યોને ફરી પ્રસ્થાપિત કરવાનું મુનાસિબ માન્યું. તેમણે પૂર્વ-પશ્ચિમનાં શુભ બળોને ઉત્સાહથી આવકાર્યા અને બંને સંસ્ક્રુતિઓની પાવન સરિતાના સંગમનું ચિત્ર રચાયું.આવી વિચારસરણી-મનોમંથનનો પરિપાક તે 'સરસ્વતીચંદ્ર'.


ગોવર્ધનરામનાં બીજાં સર્જનોમાં નવલરામની જીવનકથા તથા પિત્રુઅંજલિ-રૂપ લખેલું : 'માધવરામ-સ્મારિકા'.આ ઉપરાંત ધર્મ,સમાજશાસ્ત્ર,અર્થશાસ્ત્ર આદિ અનેક વિષયો પર તેમનાં ભાષણો તેમ જ અંગ્રેજી અને ગુજરાતી સામયિકો માં તેમણે લખેલા કેટલાક લેખો પણ ઉચ્ચ કોટિના હતા. ઈ.સ. ૧૯૦૫ માં અમદાવાદ માં પહેલવહેલી ભરાયેલી ગુજરાતી સહિત્ય પરીષદ ના તેઓ પ્રમુખ પદે ચૂંટાયા હતા. તે "ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" માં તેમણે મધ્ય કાલીન ગુજરાતી કવિઓની સામાજિક અને ધાર્મિક જીવન પરની અસરનું ચિત્ર ઉપસાવ્યું છે, જ્યારે સ્ક્રેપ બુક્સ ભાગ ૧-૨-૩ ની મરણોત્તર પ્રકાશિત ક્રુતિમાં લેખકની અંગત નોંધો છે.


આ સઘળા સર્જનોમાં લેખકની અદ્રિતીય વિદ્વતાનાં અને ઉત્ક્રુષ્ટ પ્રતિભાનાં દર્શન થાય છે. પણ તેમનું સબળ યશદાયી અને સર્વશ્રેષ્ઠ સર્જન તો " સરસ્વતીચંદ્ર " જ છે. અલબત્ત તેમાનુ ગધ દીર્ધસૂત્રી હોવા છતાં તે ઉત્ક્રુષ્ટ કોટિનું છે. સમસ્ત જીવનના વિસ્તારને તેમણે આ મહાનવલ માં આવરી લીધો છે. આ ઉત્તમ ક્રુતિના સર્જક માત્ર એક વાર્તાકાર ન રહેતા દ્રષ્ટા પણ બને છે. પાંડિત્યને લોક્ભોગ્ય બનાવવા તેમણે કલાકારનો સ્વાંગ ધર્યો છે. આ ક્રુતિ એવુ ચિરંતન મૂલ્ય ધરાવે છે કે ગીતાની જેમ્ એનુ નવું નવું વિશિષ્ટ મૂલ્યાંનકન કરતાં ગુજરાતના સારસ્વતો કદી ધરાયા નથી. એ જ એની અમરકીર્તિર્ની યશપતાકા છે.


પ્રજામાં રામાયણ અને મહાભારતનાં સ્થાન એટલાં તો એકરસ થઇ ગયાં છે કે લોકો તેના કર્તા ઉપર થી ક્રુતિઓને નહિ, પણ એ ક્રુતિઓના જ કર્તા તરીકે વાલ્મીકિ અને વ્યાસને ઓળખે છે. ગુજરાતનાં જીવન અને સાહિત્યના પ્રથમ દ્રષ્ટા અને પંડિત ગોવર્ધન રામ ના સંદર્ભમાં પણ્ આવું જ થયું છે. ગોવર્ધન રામ એમની અમર ક્રુતિ " સરસ્વતીચંદ્ર " ના કર્તા તરીકે ઓળખાયા છે.


                                   -=[ગોવર્ધનરામ નો એક હાસ્ય પ્રસંગ (નિખાલસતા)]=-


[ગોવર્ધનરામ જ્યારે મેટ્રિકની પરીક્ષા આપવા ગયા હતા,ત્યારે આ પ્રસંગ સર્જાયો હતો] - તે વખતે મેટ્રિકની પરીક્ષામાં સંસ્ક્રુતની પરીક્ષા લિખિત અને મૌખિક લેવાતી હતી. સંસ્ક્રુતનું સાહિત્ય એમણે સારું વાચ્યું હતું.પણ વ્યાકરણ કાચું રહી ગયું હતું.તેથી લિખિત પરીક્ષામાં વ્યાકરણ ના સવાલો ના જવાબ લખી શક્યા નહિં.પછી મૌખિક પરીક્ષા શરૂ થઈ.રોજ થોડા છોકરાઓ તપાસાય છે. તેમનો વારો લગભગ મહિને આવ્યો.તે દરમ્યાન ઘણા ઉજાગરા કરીને સંસ્ક્રુત વ્યાકરણ પાકુ કર્યું.જ્યારે મૌખિક પરીક્ષા આપવા ગયા ત્યારે તેમને ઓરડાની બહાર ઘણી રાહ જોવી પડી. ગોવર્ધનરામ તો આગલી રાતોના ઉજાગરા ને લીધે ત્યાં જ ઉંઘી ગયા. તે વખતે પ્રો.રામક્રુષ્ણ ગોપાળ ભાંડારકર પરીક્ષક હતા. ગોવર્ધનરામ નો વારો આવ્યોત્યારે તેમણે "ત્રિપાઠી" કરીને ઓરડામાંથી બૂમ પાડી. એક બૂમ નિષ્ફળ ગઈ એટલે બીજી બૂમ પાડી. તોયે જવાબ ન મળ્યો.તેથી તેનું કારણ તપાસવા તે જાત્તે બહાર અવ્યા અને જુએ છે તો બાંકડા ઉપર એક વિધ્યાર્થી ઘસઘસાટ ઊંઘે! બીજા પરીક્ષકને આવે વખતે ચીડ ચડે તેને બદલે એમના મનમાં આશ્ચર્યં અને દયા ઉત્પન્ન થયા.તેમણે પરીક્ષાર્થીને ઢંઢોળી જાગ્રત કર્યા.ગોવર્ધનરામ ઝબકીને જુએ છે તો "પરીક્ષક સાહેબ"પોતે જ એમની પાસે ઊભેલા! ગભરાટ ની લાગણી હજીતો પૂરી શમી નથી ત્યાં તો સાહેબે પૂછ્યું , "ત્રિપાઠી તમારું નામ કે ?" 'જી , હા.' કુતૂહલ થી ફરી પ્રશ્ન પુછાયો:"તમે ઊંઘતા હતા?"ગોવર્ધનરામે શાંતિથી જવાબ દીધો,"સાહેબ,મને ઊજાગરો ઘણો હતો અને અહીં બેસી બહુ રહેવુ પડ્યુ,તેથી આંખ મળી ગઈ ."વ્યાકરણ પાછળ ગોવર્ધનરામે આખો મહિનો ગાળ્યો હતો તેથી એમણે જે જે જવાબ આપ્યા તેથી ભાંડારકર ઘણા પ્રસન્ન થયા.

મીરાંબાઈ-મ્યાડમ પ્રગતિ[ફેરફાર કરો]

' શું કરવું છે મારે ,શું રે કરવું છે ? હીરા માણેકને મારે , શું રે કરવું ? મોતીની માળા રાણા , શું રે કરવી છે ? તુલસી ની માળા લઈને પ્રભુ ને ભજવું છે રે . હીરનાં ચીર રાણા , શું રે કરવાં છે ? ભગવી ચીંથરિઓ પે રી મારે ફરવું છે રે . મહેલ ને માળા રાણા , શું રે કરવા છે રે ? જંગલમાં ઝૂંપડીએ જઈને મારે વસવું છે રે . બાઈ મીરાં કે પ્રભુ , ગિરિધર નાગર અમર ચૂડલો લઈને મારે ફરવું છે રે . આ સુંદર પદ લખનાર ગુજરાતી ભાષાના ઉતક્ર્ષ્ટ કવયિત્રી તે મીરાંબાઈ . આ પદ માં મીરાંબાઈ એ પોતાની શ્રીક્ર્ષ્ણ્ પ્રત્યે ની અજોડ ભક્તિ તથા એમનો દ્ર્ઢ વૈરાગ્ય વ્યક્ત કય્રો છે . ભારત ના જનસમાજ ને છેલ્લા ચારસો એક વષૉથી મીરાંના જીવનનું વધુ આકષ્ર્ણ્ છે કે એમના કવનનું , એ વિશે છેવટ નો શબ્દ સ્થાપવો મુશ્કેલ ખરો .તેથી જ કહેવું ઘટે કે ક્રુષ્ણપ્રીતિ,કવિતા અને સંગીત ને એકીસાથે સંભારતા ભારતીય લોકહ્રદય માં રચાઈ રહે છે. એક સુમધુર,નિર્મલ,પ્રાણભરી મૂર્તિ.એ મૂર્તિ તે રાજસ્થાન ની ટેકશૂરી ભોમની દુહિતાં મીરાં-મીરાંબાઈ ની. એ જન્મયાં મેડતામાં ,પરણ્યા મેવાડમાં , ક્યાં ક્યાં ફર્યાં એ વિશે નોખી નોખી ધારણાઓ પણ એમની જિંદગી ના અંતિમ દિવસો ગુજરાત ને સાગર આરે દ્વારકા માં વીત્યાં હતાં . એ રાજકૂળનાં , તોયે મસ્ત વેરાગણ. એમનું જે વિરલ ,તે તો એ કે જોતજોતામા જાદુ ની જેમ એમનું વ્યકતિત્વ અને તેમનું વેણ ભારતમાં આ છેડે થી બીજા છેડે વધાવાતું રહ્યું ,લાડકોડ્ પામતુ રહ્યું અને સ્મ્રુતિઅમી માં એ સતત ઘુંટાતુ રહ્યું . એકમાત્ર નામ જ બોલાય _' મીરાં ' અને બોલનાર _સાંભળાનારના મનમાં ફુટતી થાય ભાતભાતની પરિમલ કુંવરી ઓ . આવા વિશાળ જુદી જુદી ભાષાઓના દેશમાં ચાર દાયકા થી આમ થયા કરે એ વિરલવત .

પરિચય : મીરાંબાઈ એ રાજપુત ખાનદાન નાં રાજકુમારી હતાં. તેમનો જન્મ ઈ.સ્.૧૪૯૮માં મેડતા નામના રજવાડાના કૂડ્કી ગામમાં થયો હતો.તેમના પિતા નું નામ જયસિંહ્ અમન હતું .જ્યારે મીરાં છ વર્ષ ના હતા ત્યારે તેમની માતા એ તેમને ક્રિષ્ન ભગવાન ની પ્રતિમા આપી હતી . મીરાં તે પ્રતિમા સાથે દિવસ-રાત વાતો કરતી હતી .ક્રિષ્ન એ મીરાં ના જીવન નો મહત્વ નો પાત્ર બની ગયા હતા .જ્યારે મીરાં સોળ વર્ષની થઈ ત્યારે તેમના કાકા એ તેમના લગ્ન રાણાસંગ ના મોટાં પુત્ર ભોજ રાજ સાથે નક્કી કર્યાં .

મીરાં એ ચિત્તોડ ના નિયામક ની પત્ની તરીકે માન મેળ્વ્યું હતું. તે હવે રાજકુળ પરિવાર નો એક ભાગ બની ગયા હતા. તે એક પરિણિત સ્ત્રી હોવા છતાં તેણે ક્રિષ્ન વિષે વીચારવાનું છોડ્યા નહિ.

લગ્ન નાં થોડા દિવસ પછી તેમના પતિ નો સ્વર્ગવાસ થયો. પતિ નાં સ્વર્ગવાસ પછી તેમની ક્રિષ્ણ પ્રત્યે ની ભક્તિ દિન-પ્રતિદિન વધવા લાગી .તે મંદિરોમાં જઈને ત્યાં બેસેલા ક્રિષ્ણભક્તો ની સામે તથા ક્રિષ્ણ ની પ્રતિમા ની સામે નાચતી રહેતી હતી .

મીરાં નું ક્રિષ્ણભક્તિ માં નાચવું અને ગાવું તે તેમના પરિવાર ને ગમતું નહોતું. તેમણે ઘણીવાર મીરાં ને મારવાના પ્રયત્ન કર્યાં. એકવાર રાણાએ મીરાં ની પથારી પર લોખંડ ના શૂલ નાખી દીધા પણ ક્રિષ્ણ એ તેને ફૂલો ની પથારી બનાવી દીધી.આ વાત ને મીરાં એ નીચેના શબ્દો માં રજૂ કરી છે. " शूल सेज राणा ने भेजी,दीज्यो मीरां सूलाय/ सांज भई मीरां सोवन लागी , मानों फूल बिछाय । " પરિવાર ના આ પ્રકારના વ્યવહાર થી તે ખૂબ જ પરેશાન થઈ ગયા અને તેમણે પોતાનું ઘર છોડી દીધું અને તેઓ દ્વારકા અને વ્રુદાંવન ગયા . તે જ્યાં જતા હતા ત્યાં તેમને લોકો નો ખૂબ જ સમ્માન મળતો હતો .લોકો તેમને દેવી ની જેમ પ્રેમ અને સમ્માન આપતા હતા .

મીરાં ના કાવ્યો નું કર્તુત્વ : મીરાંબાઈ એ ચાર ગ્રંથો ની રચના કરી હતી . -बरसी का मायरा -गीत गोविंद टीका -राग गोविंद -राग सोरथ के पद આ ઉપરાંત મીરાંબાઈ ના કાવ્યો નો સંગ્રહ " मीरांबाई की पदावली " નામના ગ્રંથ માં કરવામાં આવ્યા છે .મીરાં ની ભક્તિ માં માધુર્ય ભાવ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે .તે પોતાના ઈષ્ટદેવ ક્રિષ્ણ ની ભાવના પ્રેમી કે પતિ સ્વરુપે કરતી હતી . મીરાં માનતી હતી કે આ જગતમાં ક્રિષ્ણ સિવાય બીજો એકેય પુરુષ નથી . बसो मेरे नैनन मे नंदलाल । मोहनी मूरती,सांवरि सुरति नैना बने बिसाल । अधर सुधारस मुरली बाजती ,उर बैंजती माल । મીરાંબાઈ એ રવીદાસ ને પોતાના ગુરુ માનતી હતી અને કહેતી હતી કે , " गुरु मिलिया रैदास , दीनही ग्यान की गुटकी । " પ્રેમલક્ષણા પરંપરાનાં મુખ્યત્વે તો ક્રિષ્ણપ્રીતિનાં-ભક્તિનાં એમનાં પદો ગુજરાતી ઉપરાંત વિશુદ્ધ સાહિત્ય વ્રજભાષા માં રાજસ્થાનની મિશ્રિત ભાષામાં અને હિંદી માં પણ જોવા મળે છે . તેમનાં ક્રિષ્ણપ્રેમનાં પદોમાં વિશેષ કરીને શ્રી ક્રિષ્ણ માટેની અદમ્ય ઝંખનાનું ,તેની વિયોગાવસ્થાનું ભાવવાહી નિરુપણ જોવા મળે છે .સંતહ્રદયની સંવેદનાની તીવ્રતા , સંગીતમય માધુર્ય,ભાવની ઉત્કટતા તથા સરળ ભાષામાં સાદગીભર્યું નિરુપણ તેમની પદકવિતામાં છે .નારીહ્રદયના નાજુક ભાવોનું મુલાયમ આલેખન મીરાં નાં પદોની વિશેષતા છે .તે જન્મજાત કવયિત્રિ ન હોવા છતાં તેમણે ભક્તિ ની ભાવના માં કવયિત્રિ તરિકે ઘણી પ્રસિદ્ધિ મેળવી .મીરાં નાં વિરહ ગીતો માં સમકાલીન કવિયોં ની અપેક્ષા એ ઘણાં મોટા પ્રમાણમાં સ્વાભાવિકતા જોવા મળે છે . તેમણે પોતાનાં પદોમાં શ્રુંગાર અને શાંતરસ નો ઉપયોગ વિશેષ સ્વરુપે કર્યોં છે .

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે; મને મારા રામજી ભાવે રે, બીજો મારી નજરે ના' વે રે .

મીરાંબાઈના મહેલમાં રે હરિસંતનો વાસ ; કપટી થી હરિ દૂર વસે , મારા સંતન કેરી પાસ . પ્રસ્તુત પદ મીરાંબાઈ નું આત્મકથા પદ છે .મીરાં કહે છે કે માત્ર શ્રી ક્રિષ્ણ જ મારા પ્રાણ છે , સર્વસ્વ છે .એ જ ગમે છે , બાકી જગતમાં કશું જ ગમતું નથી, કંઇ જ નજરમાં વસતું નથી . મીરાંબાઇના મહેલમાં ઇશ્વરભક્તો ને જ સ્થાન છે ,કપટી માણસો ને નહિ ; કેમકે કપટી માણસો પાસે ઇશ્વર વસતા નથી . મીરાંના દિયર મીરાંને સંદેશો મોકલે છે કે તમે સાધુનો સંગ છોડી દો અને અમારી સાથે આવી વસો . તેમને પ્રત્યુત્તર આપતાં મીરાં રાણાને જ રાજપાટ છોડીને સાધુસંતોના સંગમાં પોતાની સાથે આવી જવા જણાવે છે.રોષે ભરાયેલો રાણો મીરાંને ઝેરનો પ્યાલો મોકલાવે છે . આ ઘટના પછી મીરાંને સંસાર ની માયા પ્રત્યે નફરત જાગે છે અને તે રાજમહેલ નો ત્યાગ કરી દ છે .

ગિજુભાઈ બધેકા -ગોહિલ વૈશાખી[ફેરફાર કરો]

ગિજુભાઈ બધેકાની માતાનું નામ કાશીબાઇ હતુ. તેઓ ધાર્મિક પ્રકૃતિનાં, ઓછાબોલાં તથા સાલસ સ્વભાવના હતા. તેમનો સ્વભાવ ખૂબ મીઠો હતો. ગિજુભાઈને પિતા પાસેથી મીઠાશ અને માતા તરફથી સાલસતા વારસામાં મળ્યાં. શામળદાસ કોલેજમાં અભ્યાસ પૂરો કર્યા બાદ હરિબહેન સાથે લગ્ન થયા. બાળસાહિત્યની સીમાવતી ઘટના તે શ્રી ગિજુભાઈની બાળશિક્ષણની પ્રવૃતિ અને તેમનુ વિપુલ બાળસાહિત્ય સર્જન. પોતાને ત્યાં બાળકના જન્મ સાથે પિતૃત્વની ગંભીર જવાબદારીનો ખ્યાલ આવતા પોતાના બાળક સાથે જનસમસ્તના બાળકોને સારામાં સારી કેળવણી આપી શકાય, તે માટે તેમણે એમનું જીવન શિક્ષણક્ષેત્રને સમર્પિત કર્યુ. એમની પાસે બાળસાહિત્યના સિદ્ધાંતોની સમજણ હતી. તેઓ સિદ્ધાંતોને વ્યવહારમાં મૂકી આપવાની આવડત હતી. બીજી રીતે કહીએ તો એ જેમ ચિંતક હતા, તેમ સર્જક પણ હતા. બાળશિક્ષણના કામમાં એમને બાળસાહિત્યની જરુર પડી અને એમણે પોતે જ તારાબહેન મોડકની મદદથી, એ સાહિત્ય નિપજાવી લીધું. આમ, બાળકોને માટે પથ્ય એવા સાહિત્યનો, વિરુધ્ધ બાળસાહિત્યનો એમણે સંગીન પાયો નાંખ્યો. આથી કાકાસાહેબે યોગ્ય રીતે તેમને "બાળસાહિત્યના બ્રહમા" કહી નવાજ્યા. અનેક વિષયો લઈ વિવિધ રચના કૈશલવાળી અસંખ્ય કલાત્મક પુસ્તિકાઓ લખી - લખાવી અને દક્ષિણામૂર્તિ ધ્વારા પ્રગટ કરી. આ રીતે બાળકથા માટેનું બાળસાહિત્ય માટેનું જવાબદારીભર્યુ કામ સઘન અને સબળ રીતે એમની નિશ્રામાં જ થયું. બાળવાર્તાઓ કેવી હોવી જોઇએ, કેમ કહેવી જોઇએ તેનુ પાયાનું શાસ્ત્ર તેમણે રચી આપ્યું. ગિજુભાઈએ પોતાના સંતાનો પર જ મોન્ટેસરી પધ્ધતિનો અભ્યાસ કર્યો અને તેના રંગે પૂરેપૂરા રંગાયા. બાળસાહિત્યમાં છૂટું છવાયું માર્ગદર્શન દલપતરામ જેવા કવિઓની કૃતિઓનું અને થોડુંઘણું લોક્સાહિત્યની કવિતાનું મળ્યું. ગિજુભાઈના બાળસાહિત્યનો વ્યાપ જોવા જેવો છે અને નક્કર છે. પોતાના જ રોજિંદા જીવનના અનુભવોને કામે લાગાડી વનસ્પતિ, પ્રાણીઓ,ફૂલો,પતંગિયાં, તાર-ટપાલ જેવી સગવડો, આકાશી પદાર્થો, ભૂગોળ, વિજ્ઞાનનાં વિવિધ પાસાં, ગણિત, ભાષા વ્યાકરણ-ટૂંકમાં, આસપાસના જીવનનાં બાળકો જે કંઈ જોતા તે બધાં વિશે વ્યવસ્થિત જ્ઞાન આપવાનો તેમણે પ્રયત્નો કર્યા. ગિજુભાઈના સમગ્ર બાળસાહિત્ય પાછળ બાળકથાઓ અને જે થોડા બાળકાવ્યો છે. તેની પાછળ લોકસાહિત્યની સમૃધ્ધ પરંપરાનું મજબૂત પીઠબળ છે. લોકસાહિત્યના શબ્દે ગિજુભાઈને બાળસાહિત્યના સર્જનમાં નોંધપાત્ર દિશાસૂચન અને ગતિબળ અર્પ્યા છે. ગિજુભાઈનુ સમગ્ર વ્યક્તિત્વ શિક્ષણની એક પ્રયોગશાળા જેવુ છે. તેમણે બાળશિક્ષણ વિશે જે કંઈ વિચાર- વિમર્શ કર્યો છે-જે કંઈ મંથન-મનન કરીને મૂક્યુ છે તેની પાછળ તેમનો પ્રત્યક્ષ અને પરોક્ષ તેમજ ઝીણવટ ભર્યો અનુભવ પડ્યો છે. દક્ષિણામૂર્તિમાં પોતાના બાળકના શિક્ષણને અનુલક્ષીને જોડાયા પણ ત્યારબાદ તેમનામાં રહેલો શિક્ષક સોળે કળાએ ખીલી ઉઠયો હતો. ગિજુભાઈએ બાળશિક્ષણમાં પ્રકૃતિ પરિચય અને ઈન્દ્રિય શિક્ષણ ઉપર વધુ પડતો ઝૉક આપ્યો છે. એમણે બીજી અગત્યની વાત કરી તે બાળકના પૂર્ણ સ્વાતંત્ર્યની, શિક્ષણ પ્રક્રિયામાં બાળકનું જ સર્વોપરિપણું હોવું જોઇએ.એમણે શિક્ષક તેમજ માતાપિતા ઉભયને લક્ષમાં લેતા જણાવ્યુ કે બાળક પ્રત્યેનો તેમનો વ્યવહાર મનોવિજ્ઞાન ઉપર આધારિત હોવો જોઇએ. બાળકની શારિરીક-માનસિક સ્થિતિને દ્રષ્ટિ સમક્ષ રાખીને, તેની સાથે તેઓએ પ્રેમભર્યુ વર્તન દાખવવાનું છે. બાળક એક વિકસિત સજીવ માનવ છે. ગિજુભાઈમાં સાહિત્યકાર તો વસેલો જ હતો. તેમણે "વસંત" અને " જ્ઞાન સુધા" માં કાવ્યો પણ લખ્યાં છે. ગિજુભાઈનું બાળશિક્ષણ માત્ર દેશમાં પ્રખ્યાતને પ્રસિધ્ધ થયું એવું નહિ પણ આફ્રિકામાં અને ત્યારબાદ બ્રહ્મદેશમાં પહોચ્યું. ગિજુભાઈના કાર્ય ને બીરદારી ગુજરાત સાહિત્યસભાએ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો. ગુજરાતભરમાંથી તેમને પોતાની સંસ્થામાં આમંત્રણો મળત હતા. તેઓ બધે જતા અને બાળકેળવણી પ્રત્યે ચેતના જગાવીને સૌને પ્રેરણા આપતા. ગિજુભાઈના મનમાં ઘણાં સ્વપ્નો બાકી હતા. તેમને બાળવિધાપીઠ (ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી) સ્થાપવાની હતી. એવું જ તેમનું બીજું સ્વપ્ન હતું. બાળકોશનું, પરંતુ મરણના કારણે બધાં સ્વપ્નો અધૂરા રહ્યાં. મહાત્મા ગાંધીજીએ તો તેમને કહ્યું હતું કે, "એમના ઉત્સાહે અને એમની શ્રધ્ધાએ મને હંમેશાં મુગ્ધ કર્યો હતો. એમનુ કામ ઉગી નીકળશે." આ જીવન જેમણે બાળસેવાને જ પ્રભુસેવા ગણી તેવાં ગુજરાતનાં બાળકોની મૂછાળી માને કોટિ કોટિ પ્રણામ!

રાજેન્દ્ર શાહ -આચર્ય વિધિ[ફેરફાર કરો]

રાજેન્દ્ર્શાહ ગુજરાતી કાવ્યસાહિત્યમાં અનુગાંધીયુગની સૌંદર્યાન્વિત સંપ્રાપ્તિ છે.ઉદાત્ત ભાવગર્ભ ઉપ્લબ્ધિ છે. ઉમાશંકર જોશીએ જે કવિઅઓ માં,સૌન્દર્યભિમુખ કવિની વાત પ્રહલાદ્ પારેખનાં'બારિ-બહાર'સંગ્રહ ની પ્રસ્તાવનામં કરી તે નવી કવિતા ના પ્રમુખ રાજેન્દ્રશાહ હતા.ડૉ.ધીરુ પરીખ રાજેદ્રશાહ્ ઉપર ના એક લઘુગ્રંથમમા માહિતી આપે છે કે વિલ્સનકોલેજના૧૯૩૩ના મુખપાત્ર 'વિલ્સોનિયન'મામ રમણ વકિલે તેમની પ્રથમ કાવ્યક્રુતિ રજૂ કરી હતીઆજે એમની જીવનયાત્રા નવદાયકા પુરા કરીને દસમા દાયકામાં પ્રવેશે છે અને તેમની કાવ્યયાત્રા આનંદયત્રા બનીને સાતદાયકા પુરા કરે છે ત્યારે અએ સંસ્કાર કવિનુ અભિવાદન કરતા પ્રસન્નતા અનુભવાય છે. રાજેન્દ્રશાહનો જન્મ ૨૮જાનુઆરિ૧૯૧૩ના રોજ ખેડાના કપડવંજમાથયો હતો.તેમના પિતાનુ નામ કેશવલાલ્ અને માતાનુ નામ લલિતાબેન હતુ.તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કપડવંજમા લીધુ.૧૯૩૦મા તેઓ મેટ્રિકના વર્ગમા આવી પહોંચ્યા.સત્યાગ્રહના આન્દોલનમા ભાગ લેવા મેટ્રિકની પરીક્ષા ન આપી.તે વખતે નગર ની મધ્યમા આવેલા ટાવર ઉપર ચધી ફરકતા ધ્વજનુ સન્માન જાળવવા ધ્વજની સાથે નીચે કુદી પડ્યા.અહીં તેમની દેશપ્રીતીનો આપણને ખ્યાલ આવે છે.છ સન્તાનો સાથેનુ તેમનુ સુખી દંપત્ય જીવન હતુ.૧૯૫૧ સુધી તેઓ લાકડા કાપવા વાળી કંપની મા હતા. બાલ્યાવસ્થા દરમિયાન માતાએ આપેલા સંસ્કાર,સત્યાગ્રહનુ આંદોલમન,નોકરી નિમિત્તે થાણાનાજંગલોની પ્રક્રુતિનુ માણેલુચિત્ર તેમની સર્જનાત્મક પ્રવ્રુતિમાપ્રેરક અને પોશક બની રહ્યા હતા. પુરસ્કાર તેઓને કુમાર ચંદ્રક(૧૯૪૭),રનણજીતરામ સુવર્ણ ચંદ્રક(૧૯૫૬),નર્મદ ચંદ્રક(૧૯૬૧),સાહિત્ય અકાદમી પુરસ્કાર(૧૯૬૪),નરસિંહ મેહતા પુરસ્કાર(૧૯૮૫)આ ઉપરાંત ૨૦૦૧મા તેમના કાવ્યસંગ્રહ ધ્વનિને પુરસ્કાર પણ મળ્યો છે. કાવ્યસંગ્રહો 'ધ્વનિ'(૧૯૫૧),આંદોલન(૧૯૫૧),'શ્રુતિ'(૧૯૫૭),'મોરપિંછ'(૧૯૬૦),'ચિત્રણા'(૧૯૬૭),'વિશાદને સાદ'(૧૯૬૮),'ક્ષનણ જે ચિત્તરંજન'(૧૯૬૮),'મધ્યમા'(૧૯૭૮) એમ કુલ ૧૯ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. 'ધ્વનિ' રાજેન્દ્રનોએ પ્રથમ કાવ્યસંગ્રહ૧૯૫૧મા પ્રગટ થયો હતો.ગીતો,સૉનેટ,અંછાદસ,સંવાદકાવ્યો મળીને કુલ ૧૦૮ કાવ્યોઅએમા સંગ્રહાયા છે.તેમના કાવ્યોમા પ્રક્રુતિપ્રેમ,પ્રણયભાવ,ચિંતન,પ્રેમ વગેરે આલેખાયા છે. વતન અને તેનિ આસપાસના સ્થળોઅએ નોકરિ નિમિત્તે થાણાના જંગલોની પ્રક્રુતિ અએમની કવિતાનું મહત્વનુ પ્રેરણાબળ બની રહી હતી.તેઓઅએ પ્રક્રુતિના સૌંદર્ય પર ઘણા કાવ્યો લખ્યા હતા જે નીચે મુજબ છે. આ તે કે'વી રજની ?દિન્ વા?-બેઉ થી અએ નિરાળી. અએનિ તેજોમય રીત શી અંધારને રહે ઉજાળી. ઉંચા નીંચા પુર ભવન,કંસાર,ને જાડ પેલા. દીથેલા તે અદીથ સમ લાગે,અરુપે રસેલા. આછા એવાશબનમ ઝીણા વસ્ત્ર આચ્છાદનેથિ. સોહિ રે'તું અરુન-ધ્રુત-લાવણ્ય એનુ અપાર. ચૈતર નુ આભ સાવ સુનુ સુનુ ને તોય. .કંઇથી કોકિલ બોલિ રે લોલ. વનની વનરાઇ બધી નવલીતે કુંપળે. દખ્ખણ નો વાયરો દોલે રે લોલ. ત્યાંથી પંકમહ્શીધણ સુસ્ત બેસે. દદુર જેનિ પીથ પર રમતા નિરંતે. પ્રક્રુતિ ઉપરાંત પ્રત્યભાવનિ અનુભુતિ રાજેન્દ્રનીકવીતાનો મુખ્ય ભાવ છે. પ્રેમમા મુગ્ધ ,સુકુમાર આલેખન માં કવીની પ્રતિભ ખીલિ છે.ઉલ્લસ થી ગવાયેલ તે ગીતોમા સમુહજીવન,પ્રસન્નતા,ત્રુપ્તિ નો અનુભવ થાય છે.છંદ અને લય,ભાવ અને કલ્પનાના ઉંડણમા શબ્દ ની નાજુક પીંછી કવીની કવિતા ને ચીરયશ આપે છે.કવિએ પોતે 'સંકલિત કવિતા'એવોતેમનો ઘણી કાવ્યો સમવતો સંકલન આપ્યો છે. લગની એક અજાણની સોણલમા લહેલાગી, જોઉ છુ છોગમ જાગી,કેદી દુર દુરન ની પડકાર નહિં સખી પુછ ,કિયેતે સુરજ આંજી કિયા તે નીરથી મમ્જી,રે મારિ આંખડી સમય ના પદકારનુ આવ્યુ છે તાણુ મરણનુ મોત માણુ પરંપરિત છંદો કાવ્યોને નુતન વ્યક્તિત્વ આપેછે.જીવનની સંવાદી દ્રશ્તિ કાવ્ય પ્રસન્ન ભવચિત્રો આપવામા સફળ નીવડી છે.તસ્મન્-તદ્ભવ શબ્દો,વર્ણસંયોજન,નવીન સમાન્ રચનઓવગેરે કવી ને કવ્યસર્જક્ તરીક્રએ થારવે છે.કવીશ્રીએ પોતનુ શેશ જીવન કપડવંજમા સાહિત્યની સેવા કરીને વીતાવ્યુ.૨૧જાન્યુઆરિ૨૦૧૦ ના રોજ તેઓએ પોતાના જીવનનો અંતિમ શ્વાસ લીધો.