લખાણ પર જાઓ

વિકિપીડિયા:સ્વયં-પ્રહરીત સભ્ય

વિકિપીડિયામાંથી

સ્વયં-પ્રહરીત સભ્ય વિકિપીડિયાના અનુભવી સભ્યોનો સભ્યસમૂહ છે. આ સમૂહના સભ્યો દ્વારા કરવામાં આવેલા ફેરફારોને સ્વચાલિત રૂપથી જ માન્ય ગણવામાં આવે છે એટલે કે વિકિપીડિયા સોફ્ટવેર આ સભ્યોના ફેરફારોને આપોઆપ જ પરિક્ષણ કરાયેલા અંકીત કરે છે. જ્યારે આ સમૂહના સભ્ય ન હોય તેવા સભ્યોના ફેરફારો ત્યાં સુધી કાચા ગણવામાં આવે છે જ્યાં સુધી પ્રબંધક કે પુનરીક્ષક તેનું જાત પરિક્ષણ ન કરે. જ્યારે પ્રબંધક કે પુનરીક્ષકે આ સભ્ય સમૂહના સભ્યોના ફેરફારો કે લેખને ચકાસવાની જરુર પડતી નથી. આ હક્કો માત્ર વિકિપીડિયાના અનુભવી સભ્યોને જ મતદાન દ્વારા બહુમતે નિર્ણય લઇને પ્રબંધકો દ્વારા આપવામાં આવે છે. ગુજરાતી વિકિપીડિયામાં આ સદસ્ય સમૂહની શરુઆત જાન્યુઆરી ૨૦૧૬થી થઇ છે.

આ પણ જૂઓ

[ફેરફાર કરો]