વિડિયો કેસેટ રેકોર્ડર (વીસીઆર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વિડિયો કેસેટ રેકોર્ડર કે વિસીઆર (યુનાઇટેડ કિંગડમ અને આયરલેન્ડમાં 'વિડિયો રેકોર્ડર') તરીકે ઓળખાતું આ સાધન વિડિયો ટેપરેકોર્ડરનો એક પ્રકાર છે. જેમાં ચુંબકીય પટ્ટી (ટેપ) (magnetic tape) ધરાવતી, બદલી શકાય તેવી 'વિડિયો ટેપ' (videotape) નો ઉપયોગ થાય છે. આ ચુંબકીય પટ્ટી ધરાવતી ટેપ ટેલિવિઝન પ્રસારણનાં દ્રશ્ય અને શ્રાવ્ય કાર્યક્રમો રેકોર્ડ થઇ શકે છે,જે પછીથી ગમે ત્યારે જોઇ શકાય છે. મોટા ભાગનાં વિસીઆરમાં તેનું પોતાનું અલાયદું 'ટ્યુનર' અને 'ટાઇમર' હોય છે,જેના વડે ટેલિવિઝન (television)નું પ્રસારણ પકડી શકાય અને ચોક્કસ પસંદ કરેલા સમયે તેનું રેકોર્ડિંગ કરી શકાય છે.

વિસીઆર
વિસીઆરનાં આંતરીક ભાગો.