લખાણ પર જાઓ

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ

વિકિપીડિયામાંથી
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ
માનસિક સ્વાસ્થ્ય જાગૃતિના પ્રતીકરૂપે ૨૦૨૩ના વિશ્વ માનસિક આરોગ્ય દિવસ માટેનું લીલા રંગની રિબન દર્શાવતું એક પોસ્ટર
ઉજવવામાં આવે છેમાનસિક સ્વાસ્થ્ય વિશ્વ સંઘ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ડબલ્યુએફએમએચની સભ્ય સંસ્થાઓ
તારીખ૧૦ ઓક્ટોબર
આવૃત્તિવાર્ષિક
તમિલનાડુના સાલેમમાં વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ૨૦૧૪ અનુસંધાને આયોજીત એક રેલી
જર્મનીના મ્યુનિક ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ૨૦૧૫ની ઉજવણી

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (૧૦ ઓક્ટોબર) એ વૈશ્વિક માનસિક સ્વાસ્થ્ય શિક્ષણ, જાગૃતિ અને સામાજિક કલંક સામે હિમાયત માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે.[] ૧૫૦થી વધુ દેશોમાં સભ્યો અને સંપર્કો ધરાવતી વૈશ્વિક માનસિક આરોગ્ય સંસ્થા વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થની પહેલ પર ૧૯૯૨માં સૌપ્રથમ વખત તેની ઉજવણી કરવામાં આવી હતી.[] દર વર્ષે આ દિવસે, ઓક્ટોબર માસમાં, હજારો સમર્થકો માનસિક બીમારી અને વિશ્વભરના લોકોના જીવન પર તેની પ્રમુખ અસરો તરફ ધ્યાન દોરવા માટે આ વાર્ષિક જાગૃતિ કાર્યક્રમની ઉજવણી કરે છે.[][] તદુપરાંત, આ દિવસ માનસિક આરોગ્ય વ્યાવસાયિકો માટે તેમના કાર્યો પર ચર્ચા કરવા અને પ્રકાશ પાડવાની તક પૂરી પાડે છે, જે વિશ્વભરમાં માનસિક સ્વાસ્થ્યને અગ્રતા આપે છે. [૫][] કેટલાક દેશોમાં આ દિવસ જાગૃતિ સપ્તાહનો એક ભાગ છે, જેમ કે ઓસ્ટ્રેલિયામાં માનસિક સ્વાસ્થ્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

૧૦ ઓક્ટોબર, ૧૯૯૨ના રોજ ઉપ મહાસચિવ રિચર્ડ હન્ટરની પહેલથી પ્રથમ વખત વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૧૯૯૪ સુધી, આ દિવસ માનસિક આરોગ્યની હિમાયતને સામાન્ય પ્રોત્સાહન આપવા અને લોકોને શિક્ષિત કરવા સિવાય અન્ય કોઈ ચોક્કસ વિષય ધરાવતો ન હતો.[]

૧૯૯૪માં તત્કાલીન મહાસચિવ યુજીન બ્રોડીના સૂચનથી પ્રથમ વખત વિશ્વ માનસિક આરોગ્ય દિવસની થીમ (વિષય) સાથે ઉજવણી કરવામાં આવી હતી. તેનો વિષય હતો, "સમગ્ર વિશ્વમાં માનસિક સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો".[]

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વિશ્વભરના આરોગ્ય મંત્રાલય અને નાગરિક સમાજ સંગઠનો સાથેના મજબૂત સંબંધોનો ઉપયોગ કરીને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર જાગૃતિ લાવીને ટેકો આપવામાં આવે છે. WHO તકનીકી અને સંદેશાવ્યવહાર સામગ્રી વિકસાવવામાં પણ ટેકો આપે છે.[]

વિશ્વ માનસિક આરોગ્ય દિવસ વિષય

[ફેરફાર કરો]
Year Theme[૧૦][૧૧]
૧૯૯૪ સમગ્ર વિશ્વમાં માનસિક આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો કરવો
૧૯૯૬ મહિલાઓ અને માનસિક સ્વાસ્થ્ય
૧૯૯૭ બાળકો અને માનસિક આરોગ્ય
૧૯૯૮ માનસિક સ્વાસ્થ્ય અને માનવ અધિકારો
૧૯૯૯ માનસિક સ્વાસ્થ્ય અને વયવૃદ્ધિ
૨૦૦૦–૦૧ માનસિક સ્વાસ્થ્ય અને કાર્ય
૨૦૦૨ બાળકો અને કિશોરો પર આઘાત અને હિંસાની અસરો
૨૦૦૩ બાળકો અને કિશોરોની ભાવનાત્મક અને વર્તણૂકીય વિકૃતિઓ
૨૦૦૪ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધઃ સહવર્તી વિકારો
૨૦૦૫ સમગ્ર જીવનકાળ દરમિયાન માનસિક અને શારીરિક આરોગ્ય
૨૦૦૬ જાગૃતિ કેળવવી - જોખમ ઘટાડવુંઃ માનસિક બીમારી અને આત્મહત્યા
૨૦૦૭ બદલાતી દુનિયામાં માનસિક સ્વાસ્થ્યઃ સંસ્કૃતિ અને વિવિધતાની અસર
૨૦૦૮ માનસિક સ્વાસ્થ્યને વૈશ્વિક પ્રાથમિકતા આપવીઃ નાગરિક વકિલાત અને કાર્યવાહી મારફતે સેવાઓનું વિસ્તરણ
૨૦૦૯ પ્રાથમિક સારસંભાળમાં માનસિક સ્વાસ્થ્યઃ સારવારમાં વધારો અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું
૨૦૧૦ માનસિક આરોગ્ય અને દીર્ઘકાલીન શારીરિક બીમારીઓ
૨૦૧૧ ધ ગ્રેટ પુશઃ માનસિક સ્વાસ્થ્યમાં રોકાણ
૨૦૧૨ ડિપ્રેશનઃ એક વૈશ્વિક કટોકટી
૨૦૧૩ માનસિક આરોગ્ય અને વૃદ્ધ વયસ્કો
૨૦૧૪ સ્કિઝોફ્રેનિઆ સાથેનું જીવન
૨૦૧૫ માનસિક સ્વાસ્થ્યમાં ગૌરવ
૨૦૧૬ મનોવૈજ્ઞાનિક પ્રાથમિક સારવાર
૨૦૧૭ કાર્યસ્થળે માનસિક સ્વાસ્થ્ય
૨૦૧૮ બદલાતી દુનિયામાં યુવાન લોકો અને માનસિક આરોગ્ય
૨૦૧૯ માનસિક સ્વાસ્થ્ય પ્રોત્સાહન અને આત્મહત્યા નિવારણ
૨૦૨૦ માનસિક સ્વાસ્થ્ય માટે પગલું: માનસિક સ્વાસ્થ્યમાં રોકાણમાં વૃદ્ધિ[૧૨]
૨૦૨૧ અસમાન વિશ્વમાં માનસિક સ્વાસ્થ્ય[૧૩]
૨૦૨૨ તમામ માટે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને વૈશ્વિક પ્રાથમિકતા બનાવો[૧૪]
૨૦૨૩ માનસિક આરોગ્ય: સાર્વત્રિક માનવ અધિકાર[૧૫]
૨૦૨૪ કાર્યસ્થળમાં માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનો આ સમય છે[૧૬]


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Jenkins, Rachel; Lynne Friedli; Andrew McCulloch; Camilla Parker (2002). Developing a National Mental Health Policy. Psychology Press. પૃષ્ઠ 65. ISBN 978-1-84169-295-1.
  2. Watson, Robert W. (2006). White House Studies Compendium, Volume 5. Nova Science Publishers. પૃષ્ઠ 69. ISBN 978-1-60021-542-1.
  3. "World Mental Health Day". Mental Health in Family Medicine. 7 (1): 59–60. 2010.
  4. Mngoma, Nomusa F.; Ayonrinde, Oyedeji A.; Fergus, Stevenson; Jeeves, Alan H.; Jolly, Rosemary J. (2020-04-20). "Distress, desperation and despair: anxiety, depression and suicidality among rural South African youth". International Review of Psychiatry. 33 (1–2): 64–74. doi:10.1080/09540261.2020.1741846. ISSN 0954-0261. PMID 32310008. S2CID 216028920.
  5. "World Antibiotic Awareness Week". www.who.int (અંગ્રેજીમાં). મેળવેલ 2022-10-13.
  6. Mental Health Week: 7 Ways You Can Get Involved 2 October 2015 Retrieved 15 October 2015
  7. NEWS, SA (2022-10-10). "World Mental Health Day: Know the Main Cause & Remedy for Mental Health Problems". SA News Channel (અંગ્રેજીમાં). મેળવેલ 2022-10-10.
  8. "World Mental Health Day History". World Federation for Mental Health (અંગ્રેજીમાં). મેળવેલ 2019-08-21.
  9. "WHO | World Mental Health Day". WHO. મૂળ માંથી September 24, 2014 પર સંગ્રહિત. મેળવેલ 2019-08-21.
  10. "WHO | Previous World Mental Health Days". મૂળ માંથી September 12, 2015 પર સંગ્રહિત.
  11. "World Mental Health Day History - World Federation for Mental Health". World Federation for Mental Health (અંગ્રેજીમાં). મેળવેલ 2018-10-04.
  12. Lancet, The (2020-10-10). "Mental health: time to invest in quality". The Lancet (Englishમાં). 396 (10257): 1045. doi:10.1016/S0140-6736(20)32110-3. ISSN 0140-6736. PMC 7544469. PMID 33038951.CS1 maint: unrecognized language (link)
  13. "2021 World Mental Health Global Awareness Campaign - World Mental Health Day Theme". World Federation For Mental Health. 19 March 2021. મેળવેલ 13 September 2021.
  14. "2022 World Mental Health Global Awareness Campaign - World Mental Health Day Theme". World Health Organization. 1 October 2022. મેળવેલ 3 October 2022.
  15. "World Federation for Mental Health". wfmh.global. મેળવેલ 2023-07-11.
  16. "World Federation for Mental Health". wfmh.global. મેળવેલ 2024-10-02.