વિશ્વ મૃત્યુદંડ વિરોધ દિવસ
વિશ્વ મૃત્યુદંડ વિરોધ દિવસ | |
---|---|
ઉજવવામાં આવે છે | વૈશ્વિક |
પ્રકાર | આંતરરાષ્ટ્રીય |
મહત્વ |
|
તારીખ | ૧૦ ઓક્ટોબર |
આવૃત્તિ | વાર્ષિક |
વિશ્વ મૃત્યુદંડ વિરોધ દિવસ (૧૦ ઓક્ટોબર) એ મૃત્યુદંડની નાબૂદીની હિમાયત કરવાનો અને મૃત્યુદંડની સજા પામેલા કેદીઓને અસર કરતી પરિસ્થિતિઓ અને સંજોગો અંગે જાગૃતિ લાવવાનો દિવસ છે. આ દિવસનું આયોજન સૌ પ્રથમ ૨૦૦૩માં મૃત્યુદંડ વિરોધી વિશ્વ ગઠબંધન (વર્લ્ડ કોએલિશન અગેન્સ્ટ ધ ડેથ પેનલ્ટી) દ્વારા કરવામાં આવ્યું હતું.[૧] ત્યારથી તે દર વર્ષે ૧૦ ઓક્ટોબરના રોજ યોજાય છે.
આ દિવસને અસંખ્ય બિનસરકારી સંગઠનો અને વિશ્વ સરકારો દ્વારા ટેકો આપવામાં આવે છે, જેમાં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ,[૨] યુરોપિયન સંઘ[૩] અને સંયુક્ત રાષ્ટ્રસંઘનો સમાવેશ થાય છે.[૪] ૨૬ સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ યુરોપીય પરિષદે પણ ૧૦ ઓક્ટોબરને મૃત્યુદંડની સામેનો યુરોપિયન દિવસ જાહેર કર્યો હતો.[૫]
તે મૃત્યુદંડની સજાની આસપાસના કેટલાક મુદ્દાઓને ઉજાગર કરવા માટે, એક ચોક્કસ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વર્ષ ૨૦૧૮માં વિષય મૃત્યુની સજા પર જીવનની સ્થિતિ હતી. અગાઉના વિષયોમાં ગરીબી, આતંકવાદ, માદક દ્રવ્યોના ગુનાઓ[૬] અને માનસિક સ્વાસ્થ્યનો સમાવેશ થતો હતો.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "History". World Coalition Against the Death Penalty.
- ↑ "World Day Against Death Penalty: powerful video shows horror for families". www.amnesty.org.uk.
- ↑ "Joint Declaration by the EU High Representative for Foreign Affairs and Security Policy and the Secretary General of the Council of Europe on the European and World Day against the Death Penalty - Consilium". www.consilium.europa.eu.
- ↑ "Statement by the UN Secretary-General on the 16th World Day Against the Death Penalty - United Nations Secretary-General". www.un.org.
- ↑ "10 October - European Day against Death Penalty". www.coe.int.
- ↑ "Germany calls for global abolition of death penalty on world awareness day | News | DW | 10.10.2015". Deutsche Welle. 2015-10-10. મેળવેલ 2018-12-08.