વીર્ય દાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વીર્ય દાન એ પુરુષ દ્વારા (જે ’વીર્ય દાતા’ તરીકે ઓળખાય છે) સ્વૈચ્છીક રીતે, જે સ્ત્રી સમાગમ સાથી ન ધરાવતી હોય કે સમાગમ સાથીની કોઈ સમસ્યા હોય છતાં ગર્ભધારણ કરવા ઈચ્છતી હોય તેમને, ગર્ભાધાન કરવામાં મદદ માટે કરાતું પોતાના વીર્યનું દાન છે. તેમના વિર્ય દાન વડે ઉત્પન્ન થયેલું બાળક જો કે કુદરતી કે જૈવિક રીતે તેનું જ સંતાન હોય છે છતાં મોટાભાગે, કાનૂની રીતે તે બાળકનો અધિકાર કે જવાબદારી તેની હોવી કે ન હોવી તે જે તે દેશના કાનૂનને આધિન હોય છે.

રાજ્યોના કાયદાઓને આધિન,વીર્યદાન મહદાંશે વીર્ય બેન્ક કે નિશ્ચિત ચિકિત્સાલયો મારફત, દાન કરનાર અને સ્વિકારનારની ગુપ્તતાને ખાત્રીબંધ રાખી, કરાય છે.