લખાણ પર જાઓ

વેબ ઓન્ટોલોજિ ભાષા

વિકિપીડિયામાંથી

વેબ ઓન્ટોલોજિ ભાષા(Web Ontology Language અથવા OWL) એક એવો વિભાગ છે જે ઇન્ટરનેટમા રહેલી માહિતીને ફક્ત પ્રસ્તુત કરવાને બદલે તેને સમજવા માટે ઉપયોગી થાય છે. મૂળભૂત રીતે સેમેન્ટિક વેબ(Semantic Web) માટે બનાવેલી આ ભાષા માહિતીનો અર્થ, ઉપયોગ અને ઉદ્ભવ સ્થાન જેવી વિગતો જાણવા માટે પણ ઉપયોગી છે. વર્લ્ડ વાઇડ વેબે વેબ ઓન્ટોલોજિ ભાષાને સેમેન્ટિક વેબ માટે પ્રમાણભૂત તરીકે મંજુર કરી છે.

વેબ ઓનટોલોજિ ભાષાની ઉપભાષા[ફેરફાર કરો]

  • OWL લાઇટ: એવા લોકો માટે જે સાદી અને સસ્તી ભાષાની મદદથી માહિતી પ્રસ્તુત કરી શકે.
  • OWL DL: એવા લોકો માટે જે વધુમા વધુ માહિતી દર્શાવી શકે. જેમાં બધી પ્રક્રિયા ચોક્કસ પૂરી થાય અને બધી પ્રક્રિયા ચોક્કસ સમયમાં પુરી થાય.
  • OWL ફૂલ: તે OWL DL જેવી જ છે પણ તેમા બધી પ્રક્રિયા ચોક્કસ પૂરી થશે તેવું ન કહી શકાય.

વેબ ઓન્ટોલોજિ ભાષાની લાક્ષણિકતા[ફેરફાર કરો]

  • ક્લાસ(Class): મુખ્ય ભાગ કે જેમા મુખ્ય વિભાગો લખવામા આવે છે.
  • ખાસિયત(Property): ક્લાસની ખાસિયતો અને બે ક્લાસ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે વપરાય છે.
  • ઉદાહરણ(Instance:) ક્લાસનુ ઉદાહરણ જેમ કે યમુના એ નદીનો એક પ્રકાર છે અને શ્રી. કુમારભાઈ મેનેજરનુ ઉદાહરણ છે.