વ્હાઇટ ટાઇટ્સ

વિકિપીડિયામાંથી

વ્હાઇટ ટાઇટ્સ, વ્હાઇટ પેન્ટીહોઝ અથવા વ્હાઇટ સ્ટોકિંગ્સ [૧] (રશિયન: белые колготки , beliye kolgotki) એ ૧૯૮૦ના દાયકાના અંતથી વિવિધ સશસ્ત્ર સંઘર્ષોમાં રશિયન દળો સામે લડતી ભાડૂતી સ્ત્રી સૈનિકો (સ્નાઈપર્સ) અંગેની રશિયન શહેરી દંતકથા છે.[૨] દંતકથા મુજબ આ સ્ત્રીઓ ગૌરવર્ણની એમેઝોન જેવી રાષ્ટ્રવાદી બાયથ્લેટ્સ છે જે રશિયા-વિરોધી ભાડૂતી સૈનિકો બની ગઈ છે. મૂળ તો તેઓ બાલ્ટિક દેશોમાંથી આવે છે તેવી દંતકથા હતી, પરંતુ દંતકથાના અનુગામી ફેરફારો મુજબ આ સૈનિકો વિવિધ વંશના હોવાની વાતો ચાલે છે, જેમાં યુક્રેનિયન અને રશિયન મહિલાઓનો પણ સમાવેશ થાય છે. "વ્હાઇટ ટાઇટ્સ" નામ આ સ્નાઈપર્સે પહેરેલા સફેદ રંગના શિયાળાની રમત બાયથ્લેટ્સના પોશાકમાંથી ઉદ્દભવ્યું છે અને પ્રથમ નાગોર્નો-કારાબાખ યુદ્ધ દરમિયાન સૌપ્રથમ પ્રચલિત થયું હતું.[૩] [૪]

મૂળ[ફેરફાર કરો]

આ ઘટના સૌપ્રથમ ૧૯૮૦ના દાયકાના અંતમાં નોંધવામાં આવી હતી, જેમાં આ બાલ્ટિક અનિયમિત સ્ત્રી સૈનિકો સોવિયેત-અફઘાન યુદ્ધમાં લડતી હોવાની અફવા હતી.[૫] તેમણેટ્રાન્સનિસ્ટ્રિયા યુદ્ધમાં ભાગ લીધેલો એવી દંતકથાઓ પણ હતી, પરંતુ રશિયન લેખક યુલિયા શુમ દલીલ કરે છે કે આ માટે કોઈ પુરાવા નથી અને આ અફવાઓ પ્રચાર અભિયાનમાંથી ઉદ્ભવેલી છે.[૬] સોવિયેત ભંગ પછીના પ્રથમ અને બીજા ચેચન યુદ્ધોના સમયે પ્રથમ વખત અંગ્રેજી-ભાષાના મીડિયામાં તેઓની નોંધ લેવાઈ હતી.[૧][૭][૮] ચેચન રિપબ્લિક ઓફ ઇક્કેરિયામાં "વ્હાઇટ ટાઇટ્સ"ની કથિત હાજરીને બાલ્ટિક રાજ્યોના વિશેષ દળો અને ગુપ્તચર સેવાઓ સાથે અને તે ઉપરાંત એસ્ટોનિયા સરકાર અને લિથુનિયન રાજકારણી વાયટૌટાસ લેન્ડસબર્ગિસ સાથે ચેચન નેતા ઝોખાર દુદાયેવ સાથેના સારા સંબંધો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.[૯] બીજા ચેચન યુદ્ધના પ્રારંભિક તબક્કા દરમિયાન ક્રેમલિન પ્રેસ સેક્રેટરી સેર્ગેઈ યાસ્ટ્રઝેમ્બસ્કીએ દલીલ કરી હતી કે GRUની ગુપ્ત લશ્કરી માહિતીના પુરાવાના આધારે બાલ્ટિક સ્ત્રી સ્નાઈપર્સ ખરેખર અસ્તિત્વમાં છે. એસ્ટોનિયા સરકારે રશિયા પાસે આ દાવાઓના પુરાવા માંગ્યા છે અને બે વાર રાજદ્વારી નોંધો મોકલી છે પણ સત્તાવાર જવાબ મળ્યો નથી.[૧૦]

અન્ય યુદ્ધોમાં[ફેરફાર કરો]

રુસો-જ્યોર્જિયન યુદ્ધ[ફેરફાર કરો]

નવેમ્બર ૨૦૦૮માં, રશિયન પ્રોસીક્યુટર જનરલની તપાસ સમિતિના વડા એલેક્ઝાન્ડર બેસ્ટ્રીકિને સૂચન કર્યું હતું કે રુસો-જ્યોર્જિયન યુદ્ધ દરમિયાન જ્યોર્જિયન પક્ષમાં બાલ્ટિક દેશોના ભાડૂતી સૈનિકો,[૧૧][૧૨] લાટવિયાની મહિલા સ્નાઈપરે,[૧૩] [૧૪] ભાગ લીધો હતો. આ ઉપરાંત અન્ય દેશોના સ્નાઈપરે ભાગ લીધો હોવાના અહેવાલો પણ હતા.[૧૧] આ અહેવાલોએ "વ્હાઈટ ટાઈટ્સ" કાકેશસ વિસ્તારમાં કાર્યરત હોવાની અફવાઓને પુનર્જીવિત કરી.[૧૪] [૧૫] [૧૬] લાટવિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા, એરિસ રિકવેલિસે નીચે પ્રમાણે બેસ્ટ્રીકિનના નિવેદનોને રદિયો આપ્યો: "અમે વિચાર્યું હતું કે રશિયન પ્રેસમાં 'વ્હાઇટ ટાઇટ્સ'નું ભૂત મરી ગયું છે, પરંતુ હવે આપણે જોઈએ છીએ કે તે હજી પણ રશિયામાં ફરે છે."[૧૭]

રુસો-યુક્રેનિયન યુદ્ધ[ફેરફાર કરો]

૨ મે ૨૦૧૪ના રોજ, યુક્રેનમાં રશિયન સમાચાર આઉટલેટ લાઇફન્યૂઝના સંવાદદાતા, સેર્ગેઈ ગોલ્યાન્ડિને, સ્લોવિયનસ્કની ઘેરાબંધી દરમિયાન રશિયાતરફી દળો સામેની કાર્યવાહીમાં બાલ્ટિક મહિલા સ્નાઈપર્સ હાજર હોવાનો ઉલ્લેખ કર્યો હતો જે અપ્રમાણિત દાવો હતો.[૧૮]

લોકસંસ્કૃતિમાં[ફેરફાર કરો]

વ્હાઇટ ટાઇટ્સનો ઉલ્લેખ રશિયન લોકસંસ્કૃતિમાં પણ જોવા મળે છે, જેમ કે એલેક્ઝાન્ડર નેવઝોરોવની ૧૯૯૭ની ફિલ્મ પર્ગેટરીમાં. આ ફિલ્મમાં બે લિથુનિયન "બાયથ્લેટ્સ"ને ચેચન બળવાખોરો માટે લડતા ભાડૂતી સ્નાઈપર્સ તરીકે દર્શાવવામાં આવ્યા છે.[૧૯] ભાડૂતી લિથુઆનિયન સ્ત્રી સ્નાઈપરનું વધુ સહાનુભૂતિપૂર્ણ પાત્ર આન્દ્રે કોંચલોવ્સ્કીની ૨૦૦૨ની ફિલ્મ હાઉસ ઓફ ફૂલ્સમાં પણ દેખાયું હતું, જે સેસિલી થોમસેન દ્વારા ભજવવામાં આવ્યું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Whitmore, Brian (9 October 1999). "Myth of Women Snipers Returns". The Moscow Times. મૂળ માંથી 16 January 2019 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2008.
  2. Abdulaeva, Mainat (3 April 2000). Где шьют белые колготки. Мифы второй чеченской. Novaya Gazeta (રશિયનમાં) (13). મૂળ માંથી 29 September 2007 પર સંગ્રહિત. મેળવેલ 2 January 2009.
  3. Yanchenkov, Vladimir (1 April 2000). "Дикие гусыни" в белых колготках. Trud (રશિયનમાં) (60). મૂળ માંથી 29 August 2008 પર સંગ્રહિત. મેળવેલ 2 January 2009.
  4. Maetnaya, Elizaveta (6 April 2001). Волчицы в белых колготках. Moskovskij Komsomolets (રશિયનમાં). મૂળ માંથી 23 January 2017 પર સંગ્રહિત. મેળવેલ 2 January 2009Memorial વડે.
  5. Rislakki, Jukka (2008). "Prologue". The Case for Latvia. Amsterdam; New York: Rodopi. પૃષ્ઠ 27. ISBN 978-90-420-2424-3. OCLC 237883206.
  6. Журналистское расследование
  7. Higgins, Andrew (11 March 1995). "Document check on the borders of madness". The Independent. મૂળ માંથી 25 September 2008 પર સંગ્રહિત. મેળવેલ 4 December 2008.
  8. Faurby, Ib; Magnusson, Märta-Lisa (1999). "The battle(s) of Grozny" (PDF). Baltic Defence Review (2): 77. ISSN 1736-1265. મૂળ (PDF) માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ 4 December 2008.
  9. (રશિયનમાં). Sovershenno Sekretno TV. 2006 https://www.youtube.com/watch?v=6Q5vD_2PncU. મેળવેલ 9 May 2022. Missing or empty |title= (મદદ)
  10. "Are foreigners fighting there?". The Economist. ખંડ 356. 8–14 July 2000. પૃષ્ઠ 51–52. મૂળ માંથી 16 October 2012 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2008.
  11. ૧૧.૦ ૧૧.૧ "Russia says U.S. mercenaries, others fought for Georgia". Reuters. 24 November 2008. મેળવેલ 4 December 2008.
  12. "Украинцы планируют убийства в Грузии?". KM.RU (રશિયનમાં). 13 August 2008. મૂળ માંથી 14 August 2008 પર સંગ્રહિત. મેળવેલ 4 December 2008.
  13. "Krievija: Gruzijas pusē karoja NATO algotņi, arī Latvijas snaipere". Delfi (લાતવિયનમાં). LETA. 24 November 2008. મેળવેલ 4 December 2008.
  14. ૧૪.૦ ૧૪.૧ Winiarski, Michael (30 November 2008). "Kallblodiga baltiska kvinnor går igen". Dagens Nyheter (સ્વીડિશમાં). મૂળ માંથી 2 December 2008 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2008.
  15. Hodge, Nathan (25 November 2008). "The Return of 'White Tights': Mythical Female Snipers Stalk Russians". Wired. મેળવેલ 4 December 2008.
  16. Ozoliņš, Aivars (26 November 2008). "Zeķbikses galvā". Diena (લાતવિયનમાં). મેળવેલ 4 December 2008.
  17. "Krievija: Gruzijas pusē karoja NATO algotņi, arī Latvijas snaipere". nra.lv (લાતવિયનમાં). 24 November 2008. મૂળ માંથી 26 January 2016 પર સંગ્રહિત. મેળવેલ 4 December 2008. Mēs jau bijām domājuši, ka "balto zeķubikšu rēgs" Krievijas presē ir miris, tomēr tagad mēs redzam, ka tas joprojām klīst par Krieviju[.]
  18. #Славянск #Sloviansk #Славянска #Славянске 02/05/14 ("LifeNews"). 2 May 2014. મૂળ માંથી 4 એપ્રિલ 2023 પર સંગ્રહિત. મેળવેલ 4 એપ્રિલ 2023YouTube વડે.
  19. Konyakhov, Sergey (4 April 1998). Пекло "Чистилища". Molodezh Estonii (રશિયનમાં). પૃષ્ઠ 7. મેળવેલ 7 December 2008. Это как бы и не чеченцы: хладнокровно за доллары убивают биатлонистки-снайперши из Литвы - такая "у белых колготок" работа, отрезают головы пленным боевики из Афганистана - дикий народ, в отряде - непонятно откуда взявшееся черномазое отребье - наемники выглядят просто недоумками.