શક્કરપારા
Appearance
શક્કરપારા એ ઘઉંના લોટને તેલ અથવા ઘીમાં તળીને બનાવવામાં વાનગી છે.[૧] સુકા ફરસાણ તરીકે નાસ્તામાં શક્કરપારાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. શક્કરપારા મીઠા, ખારા કે મસાલાવાળા એમ અલગ અલગ સ્વાદમાં બનાવી શકાય છે.
બનાવવાની રીત
[ફેરફાર કરો]સામગ્રી
[ફેરફાર કરો]- ૧ કપ ઘઉંનો લોટ,
- અડધો કપ રવો,
- અડધો કપ મેંદો,
- મોવણ માટે અડઘો કપ ઘી,
- દુઘ,
- એક ચમચી એલચી પાવડર,
- એક કપ બારીક પીસેલો ગોળ અને ઘી.
વિધિ
[ફેરફાર કરો]લોટ, રવો, મેંદાને ભેળવીને ચાળી લો. તેમાં મોણ તથા એલચીનો પાવડર ભેળવી દો. એક કપમાં પીસેલો ગોળ ઓગાળી દો અને દુઘ સાથે લોટને બાંધી લો. ૫ મિનિટ સુધી તેને ઢાંકીને રાખો. મોટી રોટલી વણો તથા મનપસંદ આકારમાં શકરપારામાં કાપી લો. ધીમા તાપે તેને સોનેરી તળી લો.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Sacharoff, Shanta (૧૯૯૬). Flavors of India: Vegetarian Indian Cuisine. Book Publishing Company. પૃષ્ઠ ૧૯૨. ISBN 9781570679650.