લખાણ પર જાઓ

શેરલોક (TV સીરિઝ)

વિકિપીડિયામાંથી

શેરલોક, સર આર્થર કોનાન ડોયલના "શેરલોક હોમ્સ" ડિટેક્ટીવ કથાઓ પર આધારિત TV સીરિયલ છે. સ્ટીવન મોફેટ અને માર્ક ગેટિસ દ્વારા રચિત આ સીરિયલમાં બેનેડિક્ટ ક્મ્બરબેચએ શેરલોક હોમ્સ અને માર્ટિન ફ્રીમેનએ ડોક્ટર જ્હોન વાટ્સનનું પાત્ર ભજવ્યું છે. 2010 થી 2017 સુધીમાં આ સીરિયલનાં ૧૩ એપિસોડ BBC પર પ્રસારિત થયાં છે. []

પ્રસ્તાવના

[ફેરફાર કરો]

વર્તમાન લંડનની પ્રુષ્ઠભુમિમાં ફિલ્મવાયેલ આ સીરિયલ "કન્સલ્ટંટ ડીટેક્ટિવ" શેરલોક હોમ્સ (બેનેડિક્ટ ક્મ્બરબેચ) અને ડોક્ટર જ્હોન વાટ્સન (માર્ટિન ફ્રીમેન)ની સાહસ કથાઓનું સંકલન છે. ડો. વોટસન અફઘાનિસ્તાનમાં સેવા બજાવી ચુકેલ આર્મી ડોક્ટર અને શેરલોકનાં રૂમમેટ છે. શેરલોક હોમ્સ તરંગી પરંતુ અત્યંત બુધ્ધિશીલ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓની પ્રખર નિરીક્ષણ શક્તિનાં લીધે સામન્ય માણસો, પોલિસથી લઇને બ્રિટિશ સરકાર પણ અવાર નવાર ગુનેગારોને પકડવાં માટે તેમની સેવા લે છે. સીરિયલમાં શેરલોક અનેક રહસ્યો ઉકેલતાં જોવા મળે છે પરંતુ પોતાનાં મુખ્ય શત્રુ પ્રોફેસર મોરિયાર્ટી સાથેની રસાકસી, સીરિયલનાં કેંદ્રસ્થાને છે. સીરિયલનાં અન્ય પાત્રોમાં મિસિસ હડસન જેઓ શેરલોક અને ડો. વોટસનનાં ઘરની માલકણ, મોલિ હૂપર જે શેરલોકની લેબ-આસિસ્ટંટ ઉપરાંત પોલિસ ઇન્સ્પેક્ટર લેસ્ત્રાડ સામેલ છે. સીરિયલનાં સહ-સર્જક માર્ક ગેટિસ, શેરલોકનાં મોટાં ભાઇ માયક્રોફ્ટ હોમ્સનાં પાત્રમાં જોવાં મળે છે. []

શેરલોકની પ્રથમ ત્રણ સીઝનને વિવેચક અને આમ જનતાની અપાર પ્રશંસા પ્રાપ્ત થઇ અને ક્મ્બરબેચને પોતાનાં રોલ માટે ખૂબ સરહનાં મળી. સીરિયલને એમી, બાફ્ટા અને ગોલ્ડન ગ્લોબ સહિત અનેક પુરસ્કારો માટે નામાંકિત કરવામાં આવી હતી, જેમાં વિવિધ શ્રેણીઓમાં ઘણા પુરસ્કારો તેણે જીત્યા હતાં.

સીઝન એપિસોડ આરંભ અંત સરેરાશ રેટિંગ્સ (લાખોમાં)
UK US
1 3 25 July 2010 8 August 2010 8.37 n/a
2 2 1 January 2012 15 January 2012 10.23 4.4
3 3 1 January 2014 12 January 2014 11.82 6.6
ક્રિસમસ સ્પેશિયલ 1 January 2016 11.64 3.4
4 3 1 January 2017 15 January 2017 10.00 N/A
  1. "Sherlock (TV series)". Wikipedia (અંગ્રેજીમાં). 2018-04-03.
  2. "Sherlock (TV series)". Wikipedia (અંગ્રેજીમાં). 2018-04-03.