લખાણ પર જાઓ

શૈવ સંપ્રદાય

વિકિપીડિયામાંથી

શૈવ સંપ્રદાય એ એક ભારતમાં ઉત્પન્ન થયેલો, ભારતમાંથી અન્ય દેશોમાં પણ ફેલાયેલો અને ભારતથી પુષ્ટિ પામેલો એક અઘોરી સંપ્રદાય છે. આ સંપ્રદાયના સાધુઓ ભગવાન શીવની જેમ દિગંબર રહે છે અને સ્મશાનમાં નિવાસ કરે છે તથા શરીર પર માનવદેહને અપાયેલા દાહની ભસ્મ ચોળે છે. સામાન્ય લોકો માટે આવા લોકો જુગુપ્સા પ્રેરક કે ભયજનક હોઇ શકે છે. દક્ષિણ ભારતમાં આ સંપ્રદાયના લોકો વધુ જોવા મળે છે. તે પૈકી ઘણા આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત ઉચ્ચકોટીના આત્માઓ હોવાની પણ લોકોમાં માન્યતા છે. શિવ પરથી જ આ સંપ્રદાયનું નામ શૈવ પડ્યું છે.