શ્રી ભાણદેવ
શ્રી ભાણદેવ ભારતીય ઉપખંડમાંના પુરાતન તથા સૌથી પ્રચલિત એવા હિંદુ ધર્મના સમર્થ જ્ઞાતા છે. તેથી પણ વિશેષ તો તેઓ હિન્દુ આધ્યાત્મવિદ્યાના મર્મજ્ઞ અને સંનિષ્ઠ અધ્યાત્મ પુરુષ છે. આમ હોવાથી તેમનાં ગ્રંથમાં હિન્દુ-ધર્મ, હિન્દુ-દર્શન અને હિન્દુ-અદ્યાત્મવિદ્યા – આ ત્રણે તત્વો એક દોરડાની ત્રણ સેરની જેમ પરોવાયેલા છે. ઋગવેદથી પ્રારંભીને વર્તમાનકાળ સુધીના હિન્દુ ધર્મનું સ્વરૂપ આ ગ્રંથમાં અભિવ્યક્ત કરાયું છે. શ્રી ભાણદેવે હિન્દુધર્મના પ્રમાણભૂત ગ્રંથોનું ઊંડુ અધ્યયન કર્યું છે. તેમણે ભારત દેશમાં ખૂબ યાત્રાઓ કરી છે. તેમણે ધર્મ અને અધ્યાત્મને જીવનમાં ઉતાર્યું છે. શ્રી ભાણદેવ અનેક આશ્રમો, અધ્યાત્મ કેન્દ્રો, અધ્યાત્મ પુરુષોના ગાઢ સંપર્કમાં આવ્યા છે અને સંપર્કમાં છે. અનુભવ, સત્સંગ, ચિંતન અને અધ્યયન – આ ચારે માધ્યમો દ્દવારા શ્રી ભાણદેવ હિન્દુ ધર્મના રહસ્યોને સમજ્યા છે. તેમનો અદ્દભૂત ગ્રંથ “આપણો વહાલો હિન્દુધર્મ” દરેક વાચકપ્રેમીએ વસાવવા જેવો છે અને પોતાના સંતાનોને વંચાવવા જેવો છે. જેમાં તેમણે હિન્દુધર્મનો ઘણો ઊંડો અને વ્યાપક પરિચય આપ્યો છે. આ માત્ર પુસ્તક નથી પણ એક ગ્રંથ છે. અને આવો કોઈ સર્વાંગી ગ્રંથ ગુજરાતી ભાષામાં આ પહેલા પ્રકાશિત થયો હોય તેવું જાણમાં નથી.
શ્રી ભાણદેવનાં પુસ્તકો-ગ્રંથો[ફેરફાર કરો]
- ગંગાસતિનું આધ્યાત્મદર્શન
- ઋગ્વેદ દર્શન
- સામવેદ દર્શન
- અથર્વવેદ દર્શન
- યજુર્વેદ દર્શન
- ઉપનિષદની કથાઓ
- પ્રશ્નોપનિષદ
- જીવન દર્શન
- શ્રી શુકદેવ
- જીવન અને દર્શન
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |