શ્રી સ્વામિનારાયણ મંદિર, કરાચી
Appearance
શ્રી સ્વામિનારાયણ મંદિર, કરાચી (નસ્તાલિક: شری سومنرین مندر, کراچی) એક હિંદુ મંદિર છે, જે સ્વામિનારાયણ મંદિર, કાલુપુર ગાદીના તાબામાં આવે છે. આ મંદિર પાકિસ્તાનનું એક સ્વામિનારાયણ મંદિર છે. આ મંદિર, કે જે કરાચી શહેરનાં બંદર માર્ગ પર આવેલું છે અને ૩૨,૩૦૬ ચો.વાર (૨૭,૦૧૨ ચો.મી.) વિસ્તારમાં પથરાયેલું છે, તે તેના કદ અને બાંધણીને કારણે નોંધનીય છે.[૧] આ મંદિર ખાતે ભક્તોને રહેવા માટે વિશાળ ધર્મશાળા પણ હતી, જેમાં વર્તમાન સમયમાં નગર જિલ્લા પંચાયતની કચેરીઓ ચાલે છે. આ મંદિર ઇસ્લામિક દેશમાં, મુસ્લીમોની બહુમતીવાળા નગરમાં આવેલી હિંદુ વસાહતના મધ્ય ભાગમાં આવેલું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "શ્રી સ્વામિનારાયણ મંદિર, કરાચી". મૂળ માંથી 2011-05-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-04.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |