શ્રેણીની ચર્ચા:પક્ષી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શ્રેણીઓ ને વ્યવશ્થીત ગોઠવવા[ફેરફાર કરો]

શ્રેણીઓ,ઉપશ્રેણીઓ ને વ્યવશ્થીત ગોઠવવા માટેનાં સૂચનો આપવા વિનંતી. --Ashok modhvadia ૧૯:૫૯, ૨ ઓકટોબર ૨૦૦૮ (UTC)

આપ જે કરી રહ્યાં છો તે બરાબર છે, મને આથી વધુ કશું સુઝતું નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૪, ૩ ઓકટોબર ૨૦૦૮ (UTC)

આભાર ધવલભાઇ[ફેરફાર કરો]

આભાર ધવલભાઇ,અમોને પ્રોત્સાહીત કરવા બદલ.કોઇ મિત્ર પાસે પક્ષી સમૂદાયના વૈજ્ઞાનિક વર્ગીકરણ જેમકેKingdom:, Phylum:, Class:, Order:, Family:, Genus:, Species:ના ગુજરાતી પારીભાષીક શબ્દોની માહિતી હોયતો અહીં લખવા નમ્ર વિનંતી.--Ashok modhvadia ૧૯:૧૦, ૩ ઓકટોબર ૨૦૦૮ (UTC)

અમે લોકો વનસ્પતિશાસ્ત્રમાં વર્ગિકરણ વખતે નીચે મુજબની પરિભાષા વાપરતાં હતાં, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી Phylumનો અમે બહુ ઉપયોગ કરતાં નહી એટલે તે યાદ નથી આવતું, અને હા ઘણા વર્ષો થઇ ગયા વનસ્પતિશાસ્ત્ર (Systematic Botany)નો સંગ છુટી ગયે, માટે કદાચ મે જણાવેલાં શબ્દોમાં પણ ભૂલઝોઇ શકે છે. જો શક્ય હોય તો આપનાં શહેરમાં પુસ્તકાલયમાં જઇને આ શબ્દોની ચોક્સાઇ કરી શકો છો, અને હા, કદાચ ધોરણ ૮-૯-૧૦માં વિજ્ઞાનમાં વર્ગિકરણ ભણાવવાની શરૂઆત થાય છે, તો જો આસપાસમાં કોઇ બાળક આ ધોરણોમાં ભણતું હોય તો તેને પણ પુછી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૦૮, ૯ ઓકટોબર ૨૦૦૮ (UTC)

પક્ષી વર્ગીકરણના પારીભાષીક શબ્દો[ફેરફાર કરો]

પક્ષી વર્ગીકરણના પારીભાષીક શબ્દો =

Kingdom: શ્રેણી

Phylum: ???

Class: વર્ગ

Order: ગોત્ર

Family: કુટુંબ/કુળ

Genus: જાતિ

Species: પ્રજાતિ