લખાણ પર જાઓ

સંજ્ઞા સામયિક

વિકિપીડિયામાંથી

“સંજ્ઞા” લઘુ સામયિક જ્યોતિષ જાનીના તંત્રીપદ હેઠળ સૌપ્રથમ ૧૯૬૭ થી ૧૯૭૬ ના સમયગાળામાં પ્રકાશિત થયું. જોકે ૭ અંકો પછી જૂન ૧૯૬૮માં એનું પ્રકાશન બંધ થાય છે. ૧૯૭૩માં જ્યોતિષ જાની એને ફરી શરૂ કરે છે. જે ૧૯૭૬ સુધી ચાલે છે. શરૂઆતના અંકોમાં એ ઘણી બધી રીતે સુરેશ જોશીના “ક્ષિતિજ” સામયિકનું પડઘો પાડતું હોય તેવું જણાય છે. દસ વર્ષના સમયગાળામાં કુલ ૨૧ અંકો પ્રકાશિત થયા હતા. ગુજરાતીની સાથે સાથે જ્યોતિષ જાનીએ ૧૯૭૬માં હિન્દી સામાયિક "સંજ્ઞા" નું પણ સંપાદન કર્યું હતું. જોકે એના એકાદ બે થી વધારે અંકો પ્રાપ્ય નથી. ગુજરાત વિદ્યાપીઠ ની લાઈબ્રેરી અમદાવાદ, ચીમનલાલ મંગળદાસ લાઈબ્રેરી, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ તથા ફાર્બ્સ ગુજરાતી સભા મુંબઈ ખાતે એના અંકો જોવા મળી શકે. આ તમામ અંકો એકત્ર ફાઉંડેશન ની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. https://issuu.com/ekatra[]

  1. "ekatra Publisher Publications". Issuu (અંગ્રેજીમાં). મેળવેલ 2024-12-03.