સભ્યની ચર્ચા:M. Wasim Patel

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

કેન્સર એટલે શું ?[ફેરફાર કરો]

કેન્સર એ કોઇ એક જ બીમારી નથી પરંતુ તે ઘણી બધી બિમારીઓનો સમૂહ છે. કેન્સર ૧૦૦ કરતાં પણ વધારે પ્રકારનું હોય છે. મોટાભાગના કેન્સરનું નામ કયા અંગ અથવા કયા પ્રકારના કોષથી તેની શરૂઆત થાય છે તેનાં પરથી હોય છે. દા.ત. મોટા આંતરડાના મોટાભાગથી શરૂ થતાં કેન્સરને આંતરડાનું કેન્સર કહે છે અને ચામડીના પાયાના કોષોથી જે કેન્સરની શરૂઆત થઇ હોય તેને ચામડીનું કેન્સર કહેવામાં આવે છે.

કેન્સર શબ્દ એ બીમારી માટે વાપરવામાં આવે છે જેમાં અસામાન્ય કોષોનું અનિયંત્રિતપણે વિભાજન થયા કરે છે અને તે અન્ય પેશીઓ પર હુમલો કરવાને શકિતમાન બને છે. કેન્સરના કોષો લોહી અને લસિકાતંત્ર દ્વારા શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.

૨. કેન્સરના મુખ્ય પ્રકાર[ફેરફાર કરો]

  • કાર્સીનોમા: કેન્સર કે જેની શરૂઆત ચામડી અથવા તેના કોષોમાં થાય છે અથવા તે અંદરના અંગોને આવરી લે છે.
  • સાકોમા: કેન્સર કે જેની શરૂઆત હાડકાં, કાર્ટિલેજ,ચરબી સ્નાયુ,લોહી નળીઓ અથવા અન્ય જોડતાં અથવા સહાયક કોષોમાં થાય છે.
  • લ્યૂકોમિયા:કેન્સર કે જેની શરૂઆત લોહી બનાવતાં કોષો જેવાં કે બોર્નમેરોથી થાય છે અને તેનાથી મોટી સંખ્યામાં અસામaન્ય લોહીના કોષો પેદા થાય છે અને લોહીમાં પ્રવેશે છે.
  • લીમ્ફોમા અને માઇલોમા: કેન્સર કે જેની શરૂઆત રોગ પ્રતિકારક તંત્રના કોષોમાં થાય છે.
  • સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ કેન્સર: કેન્સર કે જેની શરૂઆત મગજ અને કરોડરજ્જુના બારીક કોષોમાં થાય છે.

કેન્સરનું મૂળ ઉદભવસ્થાન[ફેરફાર કરો]

તમામ પ્રકારના કેન્સરની શરૂઆત કોષોથી થાય છે કે જે જીવનનો પાયાનો એકમ છે. કેન્સરને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે જયારે સામાન્ય કોષો કેન્સરના કોષો બની જાય છે ત્યારે શું થાય છે.

આપણું શરીર ઘણાં બધાં કોષોનું બનેલું હોય છે. વધારે કોષોને પેદા કરવા માટે આવા કોષો વૃધ્ધિ પામતાં રહે છે અને તેનું નિયંત્રીતપણે વિભાજન થતું રહે છે કારણ કે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે આમ થવું જરૂરી છે. જયારે કોષો જૂના થઇ જાય અથવા તેને કોઇ જાતની ઈજા પહોંચે ત્યારે આવા કોષો મરી જાય છે અને તેની જગ્યાએ નવા કોષો પેદા થાય છે.

જો કે ઘણીવાર આવી કોષોની વ્યવસ્થિતપણે થતી પ્રક્રિયા ખોટવાઇ જાય છે. જયારે કોષોના જૈવિક તત્વો (ડી.એન.એ)ને કોઈ જાતની ઈજા પહોંચે અથવા તેમાં બદલાવ આવે ત્યારે તે મ્યુટેશન્સ પેદા કરે છે. જેની અસર કોષોની સામાન્ય વૃધ્ધિ અને વિભાજન પર પડે છે. જયારે આવું થાય છે ત્યારે કોષો મરતાં નથી કે જયારે તેમણે મરવું જોઇએ અને તેની જગ્યાએ શરીરને જરૂર નથી હોતી તો પણ નવા કોષો બને છે.આવા વધારાના કોષો મળીને કોષોનો જાળીદાર સમૂહ બનાવે છે જેને ગાંઠ કહેવામાં આવે છે, જો કે બધી જ ગાંઠ કેન્સરની નથી હોતી. આવી ગાંઠ સાદી કે કેન્સરની કોઈપણ હોઈ શકે.

        * કેન્સર વગરની સાદી ગાંઠ: આ કેન્સરની ગાંઠ નથી હોતી. આને ઓપરેશન દ્વારા કઢાવી શકાય છે અને મોટાભાગના કેસમાં તે ફરીથી થતી નથી. આવી સાદી ગાંઠના કોષો શરીરના અન્ય ભાગમાં ફેલાતા નથી.
        *મલીગન્ટ ટયૂમર ( કેન્સરની ગાંઠ): જે કેન્સરની હોય છે.આવી ગાંઠના કોષો નજીકના કોષોના જાળાં - ટીસ્યુઓ પર હુમલો કરે છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે જયારે કેન્સર શરીરના એક ભાગથી બીજા ભાગમાં ફેલાય છે ત્યારે તેને મેટાસ્ટાટીસ કહેવામાં આવે છે.
        * લ્યૂકોમિયા આ બોર્નમેરો અને લોહીમાં થતું કેન્સર છે. તે ગાંઠથી થતું નથી.

કેન્સરના કેટલાંક લક્ષણો[ફેરફાર કરો]

  • સ્તન અથવા શરીરના અન્ય ભાગમાં ગાંઠ થવી અથવા તે ભાગ જાડો થઇ જવો.
  • નવા તલ કે મસા થવાં. જે તલ કે મસા શરીર પર હોય તેમાં બદલાવ આવવો.
  • ગળું બસી જવું અથવા કફ થવો કે જે મટતો ન હોય.
  • સંડાસ અને પેશાબ કરવાની આદતમાં બદલાવ આવવો.
  • જમ્યા પછી અસ્વસ્થતા લાગવી.
  • ખોરાક ગળેથી નીચે ઉતારવામાં ખૂબ તકલીફ થવી.
  • કોઇપણ જાણીતા કારણ વગર શરીરનું વધવું અથવા ઘટવું.
  • અસામાન્યપણે લોહીનું પડવું /સ્ત્રાવ નીકળવો.
  • ખૂબ જ નબળાઇ લાગવી કે થાક લાગવો.

મોટેભાગે આવા લક્ષણો કેન્સરના કારણે થતાં જોવા મળતા નથી. તે સાદી ગાંઠ અથવા અન્ય સમસ્યાને કારણે પણ થઇ શકે છે. આ બાબતે ર્ડાકટર જ ખાતરીપૂર્વક કહી શકે. કોઈપણ વ્યકિતને પોતાના શરીરમાં આવા લક્ષણો દેખાય અથવા તેની તંદુરસ્તીમાં કોઇપણ જાતનો ફેરફાર થયેલો જણાય તો તેણે બને તેટલા વહેલાસર ડૉકટર પાસે જઇ તેનું નિદાન કરાવવું અને તેની સારવાર લેવી . સામાન્ય રીતે શરૂઆતના કેન્સરમાં દુઃખાવો થતો નથી જો તમને તેના લક્ષણો દેખાતા હોય તો તેનો દુઃખાવો થવાની રાહ જોયા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

સ્ક્રીનીંગ ટેસ્ટ[ફેરફાર કરો]

લેબોરેટરી તપાસ[ફેરફાર કરો]

લોહી,પેશાબ અને અન્ય ફલુંઇડની તપાસથી ડોકટરને તેનું નિદાન કરવું સહેલું થઇ જાય છે. આ તપાસથી ખબર પડે છે કે જે તે અંગ કેટલી સારી રીતે કામ કરે છે? વળી,અમુક દ્રવ્યનું વધારે પડતું પ્રમાણ એ કેન્સરની નિશાની છે.આવા દ્રવ્યોને મોટેભાગે ગાંઠનું નિર્માણ કહેનારા કહેવામાં આવે છે.તેમ છતાં લેબોરેટરી તપાસમાં આવતાં એબનોર્મલના પરિણામો એ કેન્સર હોવાની ચોકકસ નિશાનીરૂપ હોતાં નથી. કેન્સરનું નિદાન કરતી વખતે ડોકટર માત્ર લેબોરેટરી તપાસના પરિણામોને જ ધ્યાનમાં નથી રાખતાં.


ફોટા કે એકસ- રે ને લગતી પ્રકિયાઓ[ફેરફાર કરો]

શરીરના અંદરના ભાગનો ફોટો લેવામાં આવે છે. જેનાથી ડોક્ટરને એ જોવામાં સરળતા રહે છે કે વ્યકિતના શરીરમાં ગાંઠ છે કે નહીં.આવા ફોટાઓ નીકાળવાની ઘણી રીતો છે:

  • એકસ-રે: શરીરમાંના અંગો અને હાડકાંને જોવાની એકસ- રે એ અતિ સામાન્ય પધ્ધતિ છે.
  • સીટી સ્કેન: આ એકસ-રે મશીન કોમ્પ્યુટર સાથે જોડાયેલું હોય છે. જે શરીરના અંદરના ભાગોના ક્રમવાર ઘણા બધાં વિગતવાર ફોટાઓ ડાઇ જેવા મટિરિયલ પર આપે છે જેનાથી આ ફોટાઓને જોવામાં અને સમજવામાં સરળતા રહે છે.
  • રેડિયોન્યૂકલાઇડ સ્કેન: આ પ્રકારનો સ્કેન વ્યકિતને થોડા રેડિયોએકિટવ મટિરિયલનું ઇંજેકશન આપીને કરી શકાય છે. આ લોહીના પ્રવાહ સાથે વહે છે અને કેટલાંક હાડકાં અને અંગોમાં સંઘરાય છે.સ્કેનર નામનું મશીન રેડિયોએકિટવીટીની તપાસ કરે છે અને તેને માપે છે. સ્કેનર શરીરની અંદરના હાડકાં અને અંગોના ચિત્ર કોમ્પ્યુટરના પડદા કે ફિલ્મ પર સર્જે છે. શરીરને આવા રેડિયોએકિટવ પદાર્થથી તરત જ મુકિત મળે છે.
  • અલ્ટ્રાસાઉન્ડ: અલ્ટ્રાસાઉન્ડ સાધન અવાજના તરંગો બહાર મોકલે છે જે લોકો સાંભળી શકતાં નથી.આ તરંગો તમારા શરીરમાંના ટીસ્યુઓ પર પડઘાની જેમ અથડાય છે. કોમ્પ્યુટર આ તરંગોનો ઉપયોગ સોનોગ્રામ કહેવાતા ચિત્ર બનાવવા માટે કરે છે.
  • એમ.આર.આઇ: કોમ્પ્યુટર સાથે જોડાયેલા મજબૂત મેગ્નેટ- લોહચુંબકનો ઉપયોગ શરીરના ભાગોના વિગતવાર ચિત્ર બનાવવા માટે કરે છે. ડોકટર આવા ચિત્રને કોમ્પ્યુટરના મોનીટર પર જુએ છે અને ફિલ્મ પર તેની પ્રિન્ટ લે છે.
  • પેટસ્કેન: થોડા રેડિયોએકિટવ મટિરિયલ્સનું ઇંજેકશન આપ્યા પછી મશીન શરીરમાં થતી કેમિકલ્સની હિલચાલ બતાવતાં ચિત્ર બનાવે છે. જે સક્રિય હિલચાલવાળા શરીરના ભાગોમાં કેન્સરના કોષો દેખાડે છે.

મોટાભાગના કેસોમાં ડોકટરને કેન્સરના નિદાન માટે બાયોપ્સી કરવાની જરૂર પડે છે. આવી બાયોપ્સી કરવા માટે ઓળખાયેલી ગાંઠના ટીસ્યૂના નમૂનો લઇ લેબોરેટરીમાં તેની તપાસ માટે મોલવામાં આવે છે.પેથોલોજીસ્ટ તે ટીસ્યૂને માઇક્રોસ્કોપની નીચે મૂકીને જુએ છે.

બાયોપ્સી[ફેરફાર કરો]

ગાંઠના ટીસ્યૂનો નમનો શરીરમાંથી કાઢવાની કેટલીક નીચે બતાવ્યા મુજબની રીતો છે:

  • સોયથી: ડોકટર સોયની મદદથી ટીસ્યૂ કે ફલ્યુઇડ ખંચી કાઢે છે.
  • એન્ડોસ્કોપની મદદથી: શરીરમાંના ભાગોને જોવા માટે ડોકટર એક પાતળી, લાઇટવાળી ટયૂબનો એન્ડોસ્કોપનો ઉપયોગ કરે છે.
  • સર્જરીથી: સર્જરી એકસસાઇઝન કે ઇનસીઝન હોઇ શકે.
               * એકસસાઇઝન બાયોપ્સીમાં સર્જન ડોકટર આખી ગાંઠને ઓપરેશન કરી કાઢી નાખે છે.કેટલીકવાર ગાંઠની આજુબાજુના સામાન્ય ટીસ્યૂને પણ કાઢી નાખે છે.
               * ઇનસીઝન બાયોપ્સીમાં સર્જન ડોકટર માત્ર ગાંઠનો અમુક ભાગ જ કાઢી નાખે છે.જો તેના લક્ષણો કે સ્ક્રીન ટેસ્ટોમાં કેન્સર હોવાનું સૂચવવામાં આવ્યું હોય તો ડોકટરે એ શોધી નાખવું પડે કે તે કેન્સરના કારણે અથવા અન્ય કોઇ કારણોસર થયું છે?

૧૮ એફ. સોડિયમ ફલોરાઇડ બોન સ્કેન[ફેરફાર કરો]

આ શું છે ?[ફેરફાર કરો]

૧૮ એફ. સોડિયમ ફ્લોરાઇડ બોન સ્કેન એ પેટ સીટી સ્કેનર પર સ્કેલેટલ સાઇન્ટીગ્રાફી કરવાની એક કળા છે. આ સામાન્ય રીતે વપરાતા ન્યૂકલીયર એમ.ડી.પી.બોન ટેસ્ટ કરતાં ખૂબ જ સંવેદનશીલ અને ચઢિયાતો ટેસ્ટ છે. જે આ બિમારીની નીચે દશાવેલી સ્થિતિઓમાં વાપરી શકાય છે.જેવી કે:

  • જેને કેન્સર થયેલું હોવાનું જાણમાં છે તેવા દર્દીઓના સ્કેલેટલ મેટાસ્ટાસીસ (હાડકાં સુધી કેન્સરનું ફેલાવું) માટે.
  • સામાન્ય રીતે વપરાતા એકસ-રે માં ન દેખાતા ફ્રેકચરની તપાસ માટે.
  • સામાન્ય એકસ રેમાં જેના પુરાવા ન મળતાં હોય તેવા હાડકાંના ચેપની તપાસ માટે.
  • અન્ય હાડકાંને લગતી તકલીફો જેવી કે- રમતાં -રમતાં ઇજા પહોંચવી,મેટાબોલીક હાડકાંની બિમારીઓ, પેજેટ બિમારીઓ વગેરે.
તે પરંપરાગત હાડકાંના સ્કેન કરતાં કઇ રીતે જુદું પડે છે ?[ફેરફાર કરો]

સ્કેલેટલ લેઝીઅન્સની તપાસ માટે પરંપરાગત એમ.ડી.પી. બોન ટેસ્ટ કરતાં ૧૮ એફ. સોડિયમ ફ્લોરાઇડ બોન સ્કેન વધારે સારો છે .એના સાહિત્યના પૂરતાં પુરાવાઓ છે.

  • ૧૮ એફ. બોન સ્કેન સાથે વધારાની સીટી સ્કેનની આંકડાકીય માહિતી પ્રાપ્ય છે જે એનાટોમીકલ માહિતી (શરીર રચના શાસ્ત્ર સંબંધિત માહિતી) પૂરી પાડે છે અને તે ચોકકસ નિદાન કરવામાં સહાયક નીવડે છે. આનાથી દર્દીને ચોકસાઇભર્યા સારાવારના આયોજન મુજબ સારવાર પુરી પાડવામાં મદદ મળે છે.


આ કેવી રીતે કરવામાં આવે છે ?[ફેરફાર કરો]

આ ૧૮ એફ.ના નાના અને ખૂબ સલામત આઇ.વી. ઇંજેકશનની મદદથી સાદી તપાસ કરવામાં આવે છે અને આ ઇંજેકશનના અડધા કલાક પછી સ્કેન કરવામાં આવે છે.


ટેસ્ટ માટેની તૈયારી ?[ફેરફાર કરો]
  • આ હાડકાંના સ્કેન માટે કોઇ પૂર્વતૈયારીની જરૂર હોતી નથી. આ સ્કેન પહેલાં અને પછી તમે ખાવા-પીવાનું ચાલુ રાખી શકો છો.જો તમારી કોઇ દવા ચાલતી હોય તો તે લેવાનું પણ તમે ચાલુ રાખી શકો છો.
  • તેમ છતાં આ સ્કેન માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે.
સાવચેતી[ફેરફાર કરો]
  • સગર્ભા મહિલાઓના આ સ્કેન કરવામાં આવતો નથી. સિવાય કે તેમને સારવાર આપતા સલાહકાર ડોકટરે તેમને તેમ કરાવવાનું સૂચવ્યું હોય.આ ટેસ્ટ કરાવતાં પહેલાં મહેરબાની કરીને આને લગતી તમામ વયકિતઓને આ બાબતની જાણ કરો.
  • ધાત્રI માતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઇંજેકશન લીધા બાદ આખો દિવસ તેમના બાળકને સ્તનપાન ન કરાવે પરંતુ તેની જગ્યાએ બાળકને અનય કોઇ આહાર આપે.
આની પ્રક્રિયા શી છે?[ફેરફાર કરો]
                     * દર્દીની સ્થિતિની સંક્ષિપ્તમાં વિગત લેવી અને તેને સંબંધિત પહેલાંના રિપોર્ટ એકઠાં કરવાં.
                  	  * આ પ્રક્રિયા માટે દર્દીને સુવિધાજનક પોષાક આપવો.
                     * આઇ.વી. સલામત છે અને આયસોટોપનું ઇંજેકશન આપવું.
                     * દર્દીને ૩૦-૬૦ મિનિટ સુધી રૂમમાં રાહ જોવાનું કહેવું.
                     * પુરેપુરો પેશાબ કરાવીને દર્દીને પછી સ્કેન કરવા માટે લઇ જવો જે ર૦ રપ મિનિટનો સમય લે છે.
                     * સ્કેન કર્યા બાદ આઇ.વી.ની નળી કાઢી નાખવી અમે દર્દીને કપડાં બદલવા કહેવું અને તે પછી તેને હળવો નાશ્તો આપવો.
                     * મુલાકાતના સમયે જૂના અને નવા રિપોર્ટ એકઠાં કરી શકાય.


ગોલીયમ ડોટા પેપ્ટાઇડ[ફેરફાર કરો]

પેટ/સીટી સ્કેન[ફેરફાર કરો]

૬૮ ગોલીયમ ડોટા પેપ્ટાઇડ પેટ/સીટી સ્કેન એ ન્યૂરો એન્ડોક્રાઇન ટયૂમરનું અંતિમ નિદાન અને સારવાર છે.

ન્યૂરો એન્ડોક્રાઇન ટયૂમર એટલે શું ?[ફેરફાર કરો]

આ એવી ગાંઠો છે જે ખાસ કરીને જીઆઇટી, સ્વાદુપિંડ અને ફેફસાં વગેરે જેવાં અંગો પર અસર કરે છે.જીઆઇટી અને ફેફસાંની કેન્સરજનક ગાંઠો, સ્વાદુપિંડની ઇન્સ્યુલીમનોમાઝ વગેરે જેવાં કેટલાંક નામો આવી ગાંઠોના છે.આમાંના કેટલાંક દર્દીઓમાં અનિયંiત્રત ઝાડ, ફ્લશીઝ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. જેને કલીનીકલી કેન્સરજનક લાક્ષણિકતાઓ તરીકે વગીકૃત કરવામાં આવે છે.

૬૮ ગોલીયમ ડોટા પેપ્ટાઇડ પેટ સ્કેન એટલે શું ?[ફેરફાર કરો]

૬૮ ગોલીયમ ડોટા પેપ્ટાઇડ એ ઓછા સમયની- અડધા કલાકની સ્થિતિ છે જેમાં પેપ્ટાઇડ સાથે જોડાઇને તેમાંથી રેડિયોન્યૂકલાઇડ ઝરે છે. જે કેટલાંક પ્રકારની ગાંઠો જેવી કે ન્યૂરો એન્ડોકા્રઇન ગાંઠોના કોષને આ લેવા માટે બાંધે છે. તે આવી ગાંઠોના નિદાન માટે , તેની સારવારનો વિકલ્પ નક્કI કરતાં પહેલાંનો તેનો તબકકો જોવા માટે અને સારવાર આપ્યા બાદની પ્રતિક્રિયા અથવા ફરીથી તે થાય છે કે નહીં? તે જોવા માટે વાપરવામાં આવે છે.

પેટ/સીટી સ્કેન કે જે ૬૮ ગોલીયમ ડોટા પેપ્ટાઇડના ઇંજેકશન બાદ કરવામાં આવે છે તેને ૬૮ જીએ ડોટા પેપ્ટાઇડ પેટ/સીટી સ્કેન કહેવામાં આવે છે.

તે સીટી સ્કેન અને એમ.આર.આઇ સાથે તેની તુલના કરી શકાય અથવા તે તેનાથી કઇ રીતે જુદું પડે છે ?[ફેરફાર કરો]

આ ફંકશનલ/મેટાબોલીક સ્કેન છે. જેની સામાન્ય પરંપરાગત સીટી અને એમ.આર. આઇ. કરતાં નેટમાં સાબિત કરાયેલી ઉચ્ચ સંવેદનશીલતા અને ચોકકસતા છે. આની મદદથી દર્દીઓને સારવારનો વિકલ્પ નક્કI કરી શકાય છે અને સારવારની પ્રતિક્રિયાઓ પણ જાણી શકાય છે.

આ ટેસ્ટ કરાવતાં પહેલાં કેવી સાવચેતીઓ રાખવી જોઇએ?[ફેરફાર કરો]

જે દદીએ નિદાનાત્મક સીટી કરાવેલું હોય તે તેમણે કોઇ પૂર્વતૈયારી કરવાની રહેતી નથી પરંતુ જો દર્દીને ૬૮ ગોલીયમ પેટ સો સીઇસીટી આપવાની જરૂર હોય તો તેણે ર કલાક ભૂખ્યા રહેવું ફરજિયાત છે.

આની આડઅસરો શી હોય છે ?[ફેરફાર કરો]

૬૮ ગોલીયમ ડોટા પેપ્ટાઇડ સંપૂર્ણપણે સલામત છે. આથી તેની કોઇ આડ અસરો હોતી નથી.

--M. Wasim Patel (ચર્ચા) ૧૭:૨૨, ૧૪ નવેમ્બર ૨૦૧૯ (IST)M. Wasim Patel --M. Wasim Patel (ચર્ચા) ૧૭:૨૨, ૧૪ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]