સભ્ય:અલ્પેશ કાનાભાઈ ઓડેદરા

વિકિપીડિયામાંથી

*સોલંકી કુળભુષણ વીર વચ્છરાજ દાદા ની અમર કથા*


વાત છે *વિક્રમ સવંત 1117* ની

મહેસાણા જિલ્લા ના બહુચરાજી જેવા જગપ્રસિદ્ધ યાત્રાધામ ની નજીક માં આવેલું રૂડું ને રળિયામણું કાલરી ગામ..જેના ગામધણી છે સોલંકી શાખ ના ગીરાસદાર રાજપૂત હાથીજી બાપુ..હાથીજી સોલંકી એટલે તપ,ત્યાગ,સેવા ને શૂરવીરતા ની જાગતી મૂર્તિ જેમને ભગવાન શ્રી કૃષ્ણ  ઉપર અતૂટ શ્રદ્ધા છે..એમના ઘરમાં માં જગદંબા ના અવતાર સમી રજપુતાણી કેસરબા પણ પુરા ધર્મપરાયણ,,ઘરમાં દોમદોમ સાહયબી છે,,પચાસેક ગાયોનું ધણ છે,,આટ આટલી સુખ સમૃદ્ધિ હોવા છતાં ઘરમાં શેર માટી નો ખોટ છે,,અનેક માંતાઓ કરી,,ચાર ધામ ની યાત્રા કરી,,બધું કર્યું પણ તેમના ઘરે હજી કોઈ સંતાન જન્મ્યું ન હતું,,આથી હાથીજી સોલંકી એ 12-12 વરહ સુધી ઉઘાડા પગે ગાયું ચારવાના ના નિમ લીધા છે પણ છતાંયે સંતાન સુખ મળ્યું નથી,,આથી હાથીજી બાપુ એ વિચારેલું કે હવે તો નારાયણ કરે એજ ઠીક,એમ વિચારીને ગોકુલ મથુરા ની જાત્રા એ જઈને પોતાની જીવન લીલા યમુના નદી માં જ સંકેલી લેવાનું નક્કી કર્યું..તેઓ સંઘ ને સાથે લઈને જાત્રા એ જવા નીકળ્યા પછી

*નારાયણ* ના દર્શન કરી યમુના નદી માં ઝંપલાવ્યું ત્યાંતો યમુના નદી માં ઉતરતા ની સાથે જ તેમની આંખો સમક્ષ એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો ને ગણતરી ની ક્ષણો માં જ *નારાયણ* એ એમને સાક્ષાત દર્શન આપ્યા ને કહ્યું કે બાપ હાથીજી આટલી ઉતાવળ હોઈ ત્યારે તો અવતારી પુરૂષ નું પ્રાગટય થવાનું છે,, *પરંબ્રહ્મ મહાદેવ નો અંશાવતાર પાપીઓનો સંહાર કરવા,,અધર્મીઓનો વિનાશ કરવા ને સાધુજનો-ગામો-અબળા નારીઓનો-સંતો-ભક્તો- તેમજ ગૌ માતાનો ઉધાર કરવા તારે ત્યાં જન્મ લેશે* તારા આખા કુળ ને ઉજળું કરશે અને આ કળિયુગ માં લોકદેવતા તરીકે પૂજાશે,,એ તારું બીજું સંતાન હશે તું એનું નામ વચ્છરાજ રાખજે,વાછરો રાખજે..

નારાયણ નું વચન સાંભળ્યા પછી હાથીજી બાપુ ને નિરાંત થઈ ને તે રાજીખુશી થી જાત્રા પૂર્ણ કરીને પાછા કાલરી આવી પહોંચ્યા ને માં કેસરબા ને બધી વાત કરી,,

ત્યારબાદ સમય વીત્યા બાદ હાથીજી ને ત્યાં પ્રથમ સંતાન રૂપે પુત્ર જન્મ્યો જેનું નામ ભગવાન શ્રી કૃષ્ણ ના મોટા ભાઈ બલરામ ઉપર થી બળરાજ એવું રાખવામાં આવ્યું

     *_વીર વચ્છરાજ નું પ્રાગટય_*

સમય વીત્યા ની સાથે બળરાજ એક દોઢ વર્ષ ના થયા ને *વિક્રમ સવંત 1117 ના ચૈત્રી સુદ સાતમ ને સોમવારે ઇ.સ 1061 માં માતા કેસરબા ની કુખે મહાદેવ ના અંશાવતાર વીર વચ્છરાજ ના નામે વાછરા દાદા એ જન્મ ધારણ કર્યો*

જે સમય એ વીર વાછરા નું પ્રાગટય થયું તે સમય એ સમગ્ર કાલરી તેમજ આસપાસ ના તમામ ગામ માં આવેલ મંદિર ની અંદર ઢોલ નગારા ઝાલર  આપમેળે વાગવા લાગ્યા હતા

વચ્છરાજ ના પ્રાગટય ની સાથે સમગ્ર ગામ માં આંનદ ની લહેર આવી ગઈ

સમય વીત્યા ની સાથે વછરાજ મોટા થયા ત્યારે એક વખત બાળ વછરાજ એમના મિત્રો સાથે રમતા હતા ત્યારે અચાનક તે જગ્યા એ એક નાગ આવી ગયો એ નાગ ને જોઈ બધા બાળકો ભાગી ગયા પણ વચ્છરાજ એ સમય એ એમને પ્રાર્થના કરી કે તમે જ્યાંથી આવ્યા ત્યાં ચાલ્યા જાઓ આ લોકો આપના થી ડરે છે ને એમ કહ્યા બાદ જાણે વછરાજ ને નાગદેવતા બન્ને એકબીજાને ઓળખી ગયા હોય એ રીતે એકબીજા સામે જોઈ રહ્યા હતા..એ સમયે ગામજનો એ પ્રથમ વખત બાળ વચ્છરાજ ની લીલા જોઈ...જ્યાંરે ગામજનો ત્યાં પહોંચ્યા ત્યારે વચ્છરાજ તે નાગદેવતા ને પોતાના ખોળામાં રમાડી રહ્યા હતા આ જોઈ ગામ આખું રાજી રાજી થઈ ગયું,,સમય વીત્યા ની સાથે વચ્છરાજ ની ઉંમર 12 વર્ષ ની થઈ બાળકમાંથી કીશોરવસ્થા માં આવેલ વચ્છરાજ એ જીવન આખું ગૌ સેવા કરવાની ટેક લઈ લીધી ને ચુંવાળ પંથક ના કાલરી તેમજ આજુબાજુ ના ગામ વિસ્તાર ના લોકો પણ વચ્છરાજ ની ગૌ સેવા ના વખાણ કરતા ધરાતા નથી,,ઈવા માં કારમો દુકાળ પડ્યો,પાણી ની તંગી શરૂ થઈ,ગાયોને પીવડાવાનું પાણી મળતું નથી,,પાણી વિના તરસી થયેલી ગાયો ત્રાહય ત્રાહય પોકારતી ભાંભરડા નાખે છે ને એ દ્રશ્ય જોઈને વચ્છરાજ ની આંખો માં ચોધાર આંસુ વહી રહ્યા છે..

કાલરી થી 5-7 માઈલ ના છેટે આવેલ વડાવલી ગામ ની સીમમાં વચ્છરાજ એ સૂરજ દાદા સામે મીટ માંડી ત્યાંતો એ કાળીભઠ થયેલી સૂકી ધરતી ના પેટાળ માંથી ગંગાજી નો સાદ સંભળાણો કે બાપ વચ્છરાજ ! તારા જમણા પગ હેઠે થી ભાલા ની અણી એ થી વીરડો ગાળ્ય,,તારી ગવતરીયું તરસી નહિ રેય,,ત્યાર બાદ વચ્છરાજ એ એના ભાલા એ થી ત્યાં વીરડો ગાળ્યો ને તમામ ગાયઓ એ પાણી પીધું..આ વચ્છરાજ દાદા દ્રારા રમાયેલી એક અન્ય લીલા હતી,,

ત્યાર બાદ થોડોક સમય વીત્યો વચ્છરાજ ના માતા પિતા ને ઉંમર થઈ ને હાથીજી અને કેસરબા એ વિદાય લીધી...યુવાન બનેલા વચ્છરાજ એ આખું જીવન ગૌ માતા ને નામે કરી દીધું,,દી-રાત જોયા વિના ગાયો ની સેવા કરતા...! કાલરી નો રાજવહીવટ બળરાજ સંભાળતા ને વચ્છરાજ ગૌ સેવા માં જ જીવન પસાર કરતા હતા એ સમય માં વચ્છરાજ એ એક ઘોડી રાખી હતી જેનું નામ રતન હતું તે દાદા ને અતિ પ્રિય હતી અને રતન ઘોડી નું તેજ જાણે રવિ ના પ્રકાશ ને પણ ઝાંખો કરી નાખે તેવી દિવ્ય ઘોડી હતી એ..

આમ વચ્છરાજ એ ગાયું ને માટે જીવવાનું ચાલુ કરી નાખ્યું,,થોડોક સમય વીત્યા બાદ વઢિયાર પંથક ના લોલાડા ગામ થી તેમના મામા સામતસંગ રાઠોડ કાલરી આવ્યા ને બળરાજ ને વાત કરી કે તેમને ત્યાં કોઈ સંતાન નથી આથી તે વછરાજ ને સાથે લઈ જાવા માગે છે ને એ એમનું રાજવહીવટ વછરાજ ને સોંપી દેશે,,બળરાજ એ હા પાડી ને ત્યારબાદ વછરાજ તેમની વાલી ગાયું ને રતન ઘોડી ને લઈ ને એમના મામા ની સાથે લોલાડા આવી પહોંચ્યા જ્યાં એમણે એ વઢિયાર પંથક નો રાજયવહીવટ સંભાળ્યો ને સાથે સાથે ગૌ સેવા ની ટેક પણ જાળવી રાખી,,એ સમય માં વઢિયાર પંથક માં સુમરા લૂંટારું ઓ અવાર નવાર ગામ ની ગાયું ને હાંકી જાતા પણ વચ્છરાજ ના આવ્યા પછી અનેકવાર વછરાજ એ સુમરા લૂંટારા ઓ સામે ધીંગાણું આદરયુ ને તેમને મારી ભગાડ્યા,,સમય ની સાથે સુમરા લૂંટારા માં ડર બેસી ગયો એટલે તેમણે વઢિયાર પંથક માં અવવાનું જ બંધ કરી દીધું,,ત્યાર બાદ વછરાજ ની પરણવા લાયક ઉંમર થઈ ત્યારે તેમના મામા સાંમતસિંહ રાઠોડ એ તેમનાં નજીક ના સંબંધી વજેસિંહ રાઠોડ ની દીકરી પુનાબા સાથે વછરાજ નું સગપણ નક્કી કર્યું,,સમય ની સાથે લગન નું એ ટાણું આવ્યું અને જાડેરી જાન જોડાણી ને એ જાન માં કેટલી અદભુત કે એ જાન માં કાલરી,,લોલાડા તેમજ વઢિયાર પંથક ના તમામ રાજપૂતો હાથ માં સોનાની છડી લઈ પોતપોતાના ઘોડા ઉપર અસવાર થયા હતા,,જાન માં દિવ્ય ગજરાજ પણ હતા,,ને રાજપુતાણીઓ વછરાજ ના મંગળ ગીતો ગાતી હતી એ જાડેરી જાન કુંવર ગામ માં આવી પહોંચી ત્યારે હરખ ના ઢોલ વાગી રહ્યા હતા..ધીમે ધીમે લગ્ન ની વિધિ ચાલુ થઈ વચ્છરાજ લગ્ન ન માંડવે આવ્યા

ને ગોર મહારાજ એ અવાજ કર્યો કન્યા પદ્યરાવો સાવધાન :

ત્યારબાદ પરંપરાગત રીતે લગ્ન વિધિ ચાલુ થઈ..રાજપુતાણીઓ મંગળ ગીતો ગાતી હતી તેની સાથે તમામ રાજપૂતો હરખ માં આ શુભ પ્રસંગ નો નરી આંખે પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા હતા.. *મંગલફેરા લેવાના ચાલુ થયા*

*પેલો ફેરો,બીજો ફેરો ને ત્રીજો ફેરો ત્યાંતો એક 2 ગોવાળો એ આવીને જાણ કરી કે કુંવર ગામ ની ગાયું ને સુમરા લૂંટારા હાંકી ગયા આ સાંભળતા ની સાથે જ વીર વચ્છરાજ નું રૂપ બદલાઈ ગયું*..

*ત્રીજો ફેરો ફરવા ઉભેલા વીર વછરાજ ના બત્રીશેય કરોડ રુવાડા સમ સમ સમ બેઠા થઈ ગયા,,દણણણણ અંગેઅંગ ઉકરાંટો વ્યાપી ગયો,,આંખું શરીર અનંત ને દિવ્ય શક્તિ થી કંપી ઉઠ્યું

વછરાજ ની ભુજાઓ ભીમસેન ની ભુજાઓ ની જેમ યુદ્ધ માટે પડકારા કરતી કરતી દિવ્ય શક્તિ ના તેજ થી ધ્રુજવા લાગી,,વચ્છરાજ ની બંને આખો માં જાણે સૂર્ય નો અગન ઝળઝળી રહ્યો હતો,,નાક ના બંને નસકોરા માંથી ક્રોધરૂપી વાયુ નીકળી રહ્યો હતો,,અષાઢ મહિનાની વીજળી નો ચમકારો એમની આંખમાંથી થયો ને હાથમાં શીહોરી સમશેર ચમકવા લાગી ને એક ઝાટકે છેડાછેડી તોડી ને સાદ પાડ્યો બાપ રતન એટલા માં રતન આવી પહોંચી..રતન વાયુ વેગે લૂંટારા ઓની પાછળ દોડતી થઈ ગણતરી ની મિનિટો માં લૂંટારાઓ સાથે ભેટો થયો,,,વછરાજ એ હાંક પાડી એકેય ને જીવતો જાવા દવ તો ક્ષત્રિય નહિ,,એકલે હાથે વછરાજ એ તલવાર ની રમઝટ બોલાવી,,કૈક ના માથા રણ ની રેતી માં રઝળતા મેલ્યા,,વછરાજ નું રૂપ જોઈ બચેલા લૂંટારા ભાગી ગયા,,વછરાજ ગાયું વાળી પાછા આવ્યા ને પોતાના અધૂરા ફેરા પૂર્ણ કરવા પાછા માંડવે આવ્યા,,ત્રીજો ફેરો પૂર્ણ કરીને ચોથો ફેરો ફરવા જતા હતા ત્યાં એક વિધવા ચારણ ના આઈ દેવલ આવી પહોંચ્યા ને રડતા રડતા સાદ પાડ્યો એ હે વછરાજ બધી ગાયું આવી ગઈ પણ મારી વેગડ ન આવી

*પોખણ ને પરણવાતણી રાણા આ રમતું મેલ*

*હવે ધરને ખાંડા ના ખેલ મારી વેગડ કારણ વાછરા*

આ સાંભળતા ની સાથે વછરાજ એ રોદ્રસ્વરૂપ ધારણ કર્યું ને ફરી પાછો રતન ઉપર અસવાર થઈ લૂંટારા જે દિશામાં નીકળી પડ્યો,,રતન વાયુ વેગે દોડતી થઈ,,વછરાજ ની પાછળ પાછળ નવવધૂ પુનાબા તેમજ વિધવા ચાંરણ દેવલ આઈ અને એમનો પ્રિય એવો મોતી કૂતરો તેમજ અન્ય રાજપૂતો પણ ચાલવા લાગ્યા ને સાથે સાથે કાલરી થી આવેલ હીરો ઢોલી પણ વછરાજ ની પાછળ ચાલવા લાગ્યા...ગણતરી ની કલાકો માં વછરાજ ને લૂંટારાઓ નો ફરી એકવાર ભેટો થયો આ વખતે વછરાજ ની સાથે હીરો ઢોલી પણ હતો જે બૂંગીયો ઢોલ વગાડી રહ્યો હતો..વછરાજ એ રૌદ્રસ્વરૂપ ધારણ કરેલ હતું આખો ના પલકરો થાઈ એટલી વાર માં વછરાજ શત્રુ ના અંગ વાઢવા લાગ્યો..વછરાજ ની ભુજાઓ દ્રારા પ્રકાશ ની ગતિ એ શિહોરી તલવાર ના ઘા શત્રુઓ ઉપર થઈ રહ્યા હતા..વછરાજ નું આ રૂપ જોય લૂંટારા એ સામી છાતી એ યુદ્ધ કરવાનું વાળી મૂકી ને કપટ કરવાનું નક્કી કર્યું,,એવા માં એક લૂંટારા એ પાછળ થી વછરાજ નું મસ્તક કાપી નાખ્યું ને મસ્તક પડતા ની સાથે જ વછરાજ બમણા જોરે શત્રુઓ ઉપર ત્રાટક્યો,,મસ્તક પડ્યા પછી વાછરો રણઘેલો બન્યો એક એક ઝાટકે 18-18 વેરીઓના મસ્તક વાઢી નાખ્યા,,વછરાજ નું રૂપ જોઈ બાકી બચેલા એક બે લૂંટારા વેગડ ગાય ને મૂકી ને નાસી છૂટ્યા એવા માં સતી પૂનાબા,સતી દેવલ આઈ,,મોતી કૂતરો ને ગામ ના અન્ય રાજપૂતો ત્યાં આવી પહોંચ્યા,,ત્યારે સતી પુનાબા એ વછરાજ નું મસ્તક જોયું ને પોતાના પાનેતર ના છેડા માં બેય હાથે આ મસ્તક ઉપાડ્યું ને ઘાયલ થયેલ રતન ઘોડી ને વછરાજ નું ધડ જ્યાં ધીંગાણું કરતું હતું એ જગ્યાએ આવી પહોંચ્યા ને ત્યાં આવીને જોવે તો તમામ શત્રુઓ ના મળા પડ્યા તા ને વછરાજ નું ધડ એકલું એકલું લડતું હતું ત્યારે એ જોઈ દેવલ આઈ એ કહ્યું ખમ્મા વછરાજ બાપ ખમ્મા અને દેવલ આઈ ના આ શબ્દ સાંભળતા ની સાથે જ વછરાજ નું ધડ વેગડ ગાય પાસે ગયું ને એ ગાય ને લઈ ને આઈ દેવલ પાસે આવીને શાંત પડ્યું...ત્યારે આઈ દેવલ ને સત ચડ્યું..એણે રણ માં પોતાના બે હાથે રેતીમાં વીરડો ગારયો ને વીર વછરાજ ના ધડ માં માથું જોડીને સજીવન કરવા અંજળી ભરી ત્યાં વીર વછરાજ નું મસ્તક બોલી ઉઠ્યું કે હે માં આઈ દેવલ મારે કાયા અમર નથી કરવી,મારી જીવનલીલા અહીં પૂર્ણ થઈ ,, હું તો જન્મોજન્મ અવતાર ધારણ કરીને ગવતરીયું નું રક્ષણ કરીશ,,આ થાનક એ હું જીવતા જાગતા દેવ તરીકે અમર રહીશ,,ચરણે આવ્યા ના દુઃખ દર્દ મટાડીશ,,જે કોઈ મારા ચરણે આવશે એને વિષ,હડકવા કે વાય નહિ હાલે,,,

જે કોઈ પણ મારા નામે કોઈ માનતાં માનશે એમના કાર્ય હું પૂર્ણ કરીશ ને ચરણે આવ્યા નું સદાય રક્ષણ કરીશ મારી આ જગ્યાએ  જાગતી જ્યોત રૂપે ગૌ સેવાની સરવાણી વહેતી રહે તેવા આશીર્વાદ આપો,,નામ અમર કરી દયો માં અને માં હું વાછરો તો હજી જીવું જ છું માં વાછરો તો પરમ તત્વ છે એ તો અમર છે માં..આ બધી તો મારી લીલા હતી..આટલું કહ્યા પછી મસ્તક શાંત પડ્યું..ત્યાર બાદ સતી દેવલ આઈ એ તે ધડ ને ત્યાં સમાધિ આપી ને તેમની સાથે સતી દેવલ આઈ ને સતી પુનાબા એ પણ સમાધિ લીધી..તેમની સાથે રતન ઘોડી ને મોતી કૂતરા ની સાથે માં વેગડ એ પણ પ્રાણ છોડી દીધા ને સમાધિસ્થ થયા ,, વછરાજ ની સાથે સમરાંગણ માં સિન્ધુડો બૂંગીયો ઢોલ વગાડનાર હીરા ઢોલી એ પણ ત્યાં સમાધિ લીધી એ જગ્યા આજે વચ્છરાજ બેટ તરીકે જગ માં પ્રસિદ્ધ છે જ્યારે દાદા નું મસ્તક ગૌખરી બેટ માં વાછરા ગામ એ પૂજાય છે,,

આઈ દેવલ એ મોતીયા કૂતરા ને આર્શીવાદ આપ્યા કે આ સ્થાનક ઉપર  હડકાયું કૂતરું કરડેલ કોઈ પણ આવશે તો એનું ઝેર ચુસાઈ જાશે

હજી આજની તારીખે પણ કોઈ પણ હડકવા થી પીડિત જીવ વછરાજ દાદા ની આ જગ્યા માં આવી પહોંચે તો એનો હડકવા શાંત પડી જાય છે

તેમ જ રણ માં બધે ખારું પાણી છે જ્યારે દાદા ની આ જગ્યા માં આજે પણ મીઠું પાણી મળે છે,, આ જગ્યા માં ધરેલ પ્રસાદ જગ્યા ની બહાર લઈ જઈ શકાય નહીં અને જો કોઈ લઈ જાય તો એ પ્રસાદ પથ્થર બની જાય છે એવા અનેક પરચા દાદા એ રણ માં પુરેલ છે

રણ માં ક્યારેક કોઈ ભક્ત ભૂલો પડે તો દાદા કોઈ ને કોઈ રૂપ માં પરચો પુરી ને એને માર્ગ બતાવે છે,,

રણ માં આવેલ વિરડા નું પાણી ગમે તેવા માંદા પડેલ ઢોર ની પીડા મટાડે છે તેમ જ જો વ્યક્તિ કોઈ અદ્રશ્ય શક્તિ થી પીડિત હોઈ તો તે પણ આ પાણી ની મદદ થી પીડામુક્ત થઈ જાય છે,,

રણ માં આવેલ આ જગ્યા માં જ્યાં હીરા ઢોલી ની સમાધિ છે ત્યાં હજી આજે પણ કાન રાખીને સાંભળીએ તો બુંગીયો ઢોલ સંભળાય છે,,

રણ ની આ જગ્યા માં વાછરા દાદા ને નૈવેધ તરીકે મીઠા ચોખ્ખા ધરવામાં આવે છે,,

રણ ની આ જગ્યા આજે પણ લાખો કરોડો ભક્તજનો નું આસ્થા નું કેન્દ્ર છે

🙏🏻 જય જય વછરાજ 🙏🏻