સભ્ય:રાજેશ પટેલ

વિકિપીડિયામાંથી

રાજવી કવિ કલાપી..

♦નામ : *સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ*


♦કવિ નામ : *કલાપી*


♦જન્મસ્થળ : *લાઠી* સૌરાષ્ટ્ર


: ♦જન્મ : *૨૬ -૧ -૧૮૭૪*


♦દેહાવસાન : *૯ - ૬ - ૧૯૦૦*


♦જીવનકાળ : *ફક્ત ૨૬, વર્ષ ૫, મહિના અને ૧૧ દિવસ*


♦પ્રસીદ્ધ કાવ્ય ગ્રંથ : કલાપીનો *કેકારવ જેમાં ૧- :મહાકાવ્ય, વીર હમીરજી ગોહિલ, ૧૧-ખંડકાવ્ય ,, ૫૯- ગઝલો . ૧૮૮-છંદોબદ્ધ કવિતા ઉર્મીગીતો એ પ્રમાણે એટલે કે *૧૫૦૦૦ કાવ્ય પંક્તિઓં નો સંગ્રહ*

માનવીય સંવેદના, પ્રણય, અને તત્વ જ્ઞાન ભર્યા આ કાવ્ય સંગ્રહની *૧૯૦૩* થી આજ સુધી, *૨૧* આવૃત્તિ પ્રગટ થઈ છે ..

*ગુજરાતી સાહિત્યના ઈતિહાસ માં આ અદ્વિતીય ઘટના છે*


♦ *ગધ્ય રચનાઓં* : કાશ્મીર :નો પ્રવાસ. તત્વજ્ઞાન વિષયક નિબંધ અને પત્નિઓ,, મિત્રો, ગુરુજનોને લખેલા *૮૦૦* થી વધુ પત્રો. ઉત્તમ પત્રસાહિત્ય જાણે કે લાગણીઓં નો ધોધ..


♦ *સર્જન કાળ* : ઉપર મુજબનું વિપૂલ સર્જન તેમણે, માત્ર *૧૬ થી ૨૬* વરસની ઉંમર માં કર્યું ..


♦વાંચન : *ગુજરાતી ,, અંગ્રેજી ,, ફારસી ,,સંસ્કૃત અને હિન્દીના વિવિધ વિષયક લગભગ, ૫૦૦ થી વધુ પુસ્તકોનું વાંચન*..


♦શિક્ષણ : *રાજકુમાર કોલેજ ,,રાજકોટ*


♦લાઠીમાં *રાજ્યાભિષેક: ૨૧ - ૧ - ૧૮૯૫* ના રોજ ૨૧, વર્ષની ઉમરે ..


♦ *લગ્ન :ડીસેમ્બેર ૧૮૮૯* માં પંદર વર્ષ ની ઉમરે પોતાના થી *૮*, વર્ષ મોટા હતા, *કચ્છ રોહા ના રાજકુમારી,* *રમાબા* ..

અને *૨*, વર્ષ મોટા *સૌરાષ્ટ્ર- કોટડા સાંગાણીના રાજકુમારી, આનંદીબા* બને સાથે એક જ દિવસે ખાંડા લગ્ન ..


♦પ્રણય : રાણી સાહેબા *રમાબા*ની એક સમયની દાસી *મોંઘીબા* સાથે ૨૦, વરસની ઉમરે પ્રણય થયો આ

*મોંઘીબાના* મન, બુધ્ધી અને ચિતનો વિકાસ જોઇને પછી કલાપીએ *શોભાના* નામ રાખ્યું હતુ,

તેઓ તેમના થી *૭* વરસ નાના હતા, અને ખુબજ સ્વરૂપવાન બુદ્ધિશાળી અને મંજુલ સ્વર ધરાવતા હતા..

પત્નીઓ પ્રત્યેની ફરજ અને પ્રણય સંવેદનાનો દ્વંદ *ચાહું છું તો ચાહીશ બેય ને હું* આ પ્રણય સંબંધને કારણે જીવન માં વેદના ભર્યો સંઘર્ષોની ઘટમાળ સરજાઈ ....


પરિણામે એ સંવેદનાઓ કવિતા માં પ્રવેશી અને *પ્રણય ઝંખના, પ્રકૃતિ, પ્રેમ અને આધ્યત્મિકતાની ટોચે બિરાજે તેવા ચિંતન સમા કાવ્યો ગુજરાતને પ્રાપ્તથયા* ..

*શોભાનાબા* પ્રત્યેનો તેમનો ગાઢ નૈતિકતા પૂર્ણ પ્રેમ સંબંધ આખરે,

*તા: ૭ - ૯ -૧૮૯૮* ના રોજ પારિવારિક પારાવાર વિરોધ વચ્ચે *લગ્ન* માં પરિણમ્યો ...

આધ્યાત્મિક ચેતનાને લીધે, તેમના વૈરાગ્ય અને ત્યાગવૃત્તિ વધતા ચાલ્યા ..

દરબારી ઠાઠમય: જીવન શુષ્ક લાગવા લાગ્યું ..

કેટલાક પોકળ સંબંધોના અનુભવને લીધે જ રાજગાદીનો ત્યાગ કરવાનો અને પંચગીની ખાતે શોભનાબા સાથે રહીને શાંતિ પૂર્ણ સાચા આત્મીય આનંદ સાથે જીવન વ્યતીત કરવાનો નિર્ધાર કલાપીએ કર્યો હતો ...પણ !!

હૃદય નો ખાલીપો અનુભવતા આ ઉત્કટ પ્રેમી અને સહૃદયી રાજવીનું અકાળે આકસ્મિક નિધન જાણે કે રહસ્યોની ચાદર માં લપેટાઈ ગયું ! તેમના જીવન અને  કવનને જાણનારા, વાંચનારા, સાંભાળનારા..ચાહકોના હૃદય માં કલાપી એ અમીટ; અમર છાપ છોડી છે.

*- રાજેશ પટેલ*

🙏🏻🌷🙏🏻🌷🙏🏻