સભ્ય:Chirag patel 44

વિકિપીડિયામાંથી

ત્રિમંદિર શું છે?[ફેરફાર કરો]

અમદાવાદની સીમા પાસે, અડાલજમાં ( અમદાવાદ – કલોલ હાઇવે પર ) અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીની પ્રેરણા મુજબ એક ભવ્ય નિષ્પક્ષપાતી ત્રિમંદિર તૈયાર થયું છે.

આ ત્રિમંદિર, ભવ્ય બે મજલાની ઈમારત છે, જેમાં ભોયતળીયે એક ‘જાયજેન્ટીક’ હોલ છે અને ઉપરના માળે મંદિર છે. ૧૦૮ ફૂટ ઊંચાઈ વાળા મધ્યશિખર સાથે અને બારીક કોતરણીવાળા ગુલાબી પથ્થરોની બાંધણીથી એ જોવાલાયક બન્યું છે.

મંદિરનો મુખ્ય હોલ ૧૦,૦૦૦ ચો.ફૂટ અને પોડિયમ ૨૦,૦૦૦ ચો.ફૂટના છે. મધ્યના ભાગમાં ૧૩ ફૂટ ઊંચાઈના ભગવાન શ્રી સીમંધર સ્વામી અને તેમના શાસનદેવ ચાન્દ્રાયણ યક્ષદેવ અને શાસનદેવી પાંચાંગુલી યક્ષિણીદેવીની મૂર્તિઓ મુકવામાં આવી છે.

ત્યાં બીજા તીર્થંકરો, શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી અજીતનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીર ભગવાન, સાથે શાસનદેવીઓ શ્રી ચકેશ્વરી દેવી અને શ્રી પદ્માવતી દેવીની મૂર્તિઓ પણ છે. ત્રિમંદિરના ડાબીબાજુના ગભારામાં શિવલિંગ, પાર્વતી દેવી, હનુમાનજી અને ગણપતિજી છે જયારે જમણી બાજુના ગભારામાં શ્રી યોગેશ્વર કૃષ્ણ ભગવાન, શ્રી તિરુપતિ બાલાજી, શ્રી શ્રીનાથજી, શ્રી ભદ્રકાળી માતાજી અને શ્રી અંબા માતાજી છે. મંદિરના બે અંતિમ છેડાઓ પર શ્રી પદ્મનાભ સ્વામી પ્રભુ ( આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર ) અને સંત શિરોમણી શ્રી સાંઈબાબાની મૂર્તિઓ છે.

ત્રિમંદિરમાં મ્યુઝિયમ અને નાનું થીયેટર પણ છે જે પરમ પૂજ્ય દાદાશ્રીના જીવન/જ્ઞાનની ઝાંખી કરાવે છે.

અડાલજ ઉપરાંત રાજકોટ, ભૂજ અને ગોધરામાં પણ ભવ્ય ત્રિમંદિરો આવેલા છે અને મુંબઈ ખાતે બંધાઈ રહ્યું છે. તે ઉપરાંત મધ્યમ કક્ષાના ત્રિમંદીરો ચલામલી, ભાદરણ, વાસણા અને બીજી ઘણી જગ્યાએ આવેલા છે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ક્યારે થયો?[ફેરફાર કરો]

પવિત્ર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૫ થી ૨૯ ડીસેમ્બર ૨૦૦૨ દરમ્યાન ઉજવાયો. હજારો મહાત્માઓ/મુમુક્ષુઓની હાજરીમાં પૂજ્ય નીરુમાએ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરી હતી.

PREVIOUS

NEXT

અડાલજ ત્રિમંદિર ની ઈમારત[ફેરફાર કરો]

ત્રિમંદિર, બે મજલાની ઈમારત છે. મુખ્ય હોલ ૧૦,૦૦૦ ચો.ફૂટ અને પોડિયમ ૨૦,૦૦૦ ચો.ફૂટ.ના છે. શ્રી સીમંધર સ્વામીના ગભારા ઉપર ૧૦૮ ફૂટના શિખર સાથે ૭૦ નાના શિખરો છે. બાંસી પહાડપુર (રાજસ્થાન)ના ગુલાબી પથ્થરો પરની બારીક કોતરણી મંદિરની સુંદરતામાં વધારો કરે છે.

મૂર્તિનું વજન ધ્યાનમાં લઇને અને આવનારી સદીઓ સુધી ટકે એવા હેતુથી પાયાની દીવાલ ૯ ફૂટ જાડી બાંધવામાં આવીછે..

શ્રી સીમંધર સ્વામીના સોનાનો ઢાળ ચડાવેલ પ્રભાવશાળી મુગટનું વજન ૬૫ કીલો અને ૬ ફૂટ ઉંચા ચક્રનું વજન ૧૫૦ કિલો છે. શિવજી અને કૃષ્ણ ભગવાનના ગંભારા એવા જ ભવ્ય છે. રાત્રે, ભવ્ય ઝુમ્મરની તેજસ્વી રોશની ભવ્ય ત્રિમંદિરને પ્રકાશિત કરે છે.

ભોયતળીયે આરસપહાણની ફરસબંધી અને ધ્વનિના પડઘા ન પડે તેવી રચના સહિતનો હોલ છે. હોલમાં આશરે ૬૦૦૦ લોકો બેસી શકે છે. તે આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત ભારતીય સંસ્કૃતિનું મીશ્રણ છે અને ગુજરાતમાં આ જાતનો સૌથી મોટો હોલ છે. પાંચ વિશાળ પ્રોજેક્ટર સ્ક્રીનથી હોલના ખૂણેખૂણેથી પ્રેક્ષક મંચ પર જે ચાલી રહ્યું છે તે સહેલાઈથી જોઈ શકે છે.

360 ડિગ્રી પેનોરમા દ્વારા ત્રિમંદિરના નીચેના ભાગમાં આવેલા સત્સંગ હોલની મુલાકાત લો.અહીં દરરોજ સવારે મોક્ષાર્થીઓ પરમ પૂજ્ય દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન સમજવા માટે એકત્ર થાય છે. આ સત્સંગ હોલની ઉપર મંદિર છે જ્યાં મુખ્ય પ્રવેશદ્વારની સામે શ્રી સીમંધર સ્વામી ભગવાનની 13 ફૂટની પ્રતિમા મુકવામાં આવી છે. અને તેમની જમણી અને ડાબી બાજુ શ્રીકૃષ્ણ ભગવાન અને શિવ ભગવાન બિરાજેલાં છે.

દર્શન કેવી રીતે કરવા?[ફેરફાર કરો]

પ્રશ્નકર્તા : મંદિરમાં દર્શન કે પ્રાર્થના કેવી રીતે કરવા?

દાદાશ્રી : ભગવાનના મંદિરે જાઓ અને કહો, “વ્હાલા ભગવાન, તમે મારી અંદર બિરાજમાન છો, પરંતુ મને હજી આપની ઓળખાણ પડી નથી, હું અહીં આપના દર્શન કરું છું. જ્ઞાની પુરુષ, દાદા ભગવાને મને આ રીત શીખવી છે અને હું તેમના માર્ગદર્શન પ્રમાણે આપના દર્શન કરું છું. આપ મારા પર એવી કૃપા વરસાવો કે જેથી મને આત્મસાક્ષાત્કાર થાય.” તમે ક્યાંય પણ જાઓ, ગમે તે મંદિરે જાઓ આ પ્રમાણે દર્શન કરજો. રીલેટીવ દ્રષ્ટિથી જોતાં, બધા ભગવાનોને જુદા જુદા નામો આપવામાં આવ્યા છે પરંતુ હકીકતમાં તેઓ બધા એક છે.

મંદિર તરફ જતાં લોકો ધર્મના વિચાર નથી કરતા, પરંતુ દુકાનના વિચાર કરે છે. ઘણા લોકોને રોજ મંદિરે જવાની ટેવ હોય છે. તમને ટેવ છે એટલે તમે દર્શન કરો છો? ભગવાનના દર્શન રોજ નવા લાગવા જોઈએ અને તમારો ત્યાં જવાનો ઉત્સાહ અને આનંદ તાજો હોવો જોઈએ.

સીમંધર સ્વામી કોણ છે?[ફેરફાર કરો]

મહાવિદેહ ક્ષેત્ર તરીકે ઓળખાતી બીજી દુનિયામાં શ્રી સીમંધર સ્વામી હાલમાં જીવતા તીર્થંકર છે. તેમનું મહત્વ એ છે કે તેમને ભજવાથી અને તેમની પ્રત્યે પૂજ્યભાવ અને આધીનતા રાખવાથી, તેઓ પરમ શાંતિ અને મોક્ષ મેળવવાના માર્ગે આપણને માર્ગદર્શન કરી શકે.

સીમંધર સ્વામી ક્યાં છે?[ફેરફાર કરો]

મહાવિદેહ ક્ષેત્રના કુલ ૩૨ વિભાગોમાંથી આઠમા વિભાગ પુષ્પક્લાવતીની રાજધાની પુંડરીકગીરીમાં સીમંધર સ્વામી છે. આપણી પૃથ્વીથી ઈશાન દિશામાં લાખો માઈલ દૂર મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે.

મને સીમંધર સ્વામી વિશે કહો....[ફેરફાર કરો]

સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ અને અઢારમા તીર્થંકર શ્રી અરનાથની વચ્ચેના સમયગાળા દરમ્યાન ભગવાન સીમંધર સ્વામીનો જન્મ થયો હતો. ભગવાન સીમંધર સ્વામીના પિતા શ્રી શ્રેયાંસ પુંડરીકગીરીના રાજા હતા. તેમની માતાનું નામ સાત્યકી હતું.

યથાસમયે મહારાણી સત્યકીએ અદ્વિતીય રૂપ-લાવણ્યવાળા, સર્વાંગ સુંદર, સુવર્ણ કાંતિવાળા પુત્રને જન્મ આપ્યો. બાળ જિનેશ્વર ત્રણ જ્ઞાન કે જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન સાથે જ જન્મ્યા હતા.

અત્યારે તેમના શરીરની ઊંચાઈ ૩૦૦૦ ફૂટ છે. રાજકુમારી રૂકમણી ભગવાનને પરણનાર ભાગ્યવાન સ્ત્રી બન્યા. જયારે ભગવાન રામના પિતા દશરથ રાજાનું રાજ્ય આપણી પૃથ્વી પર હતું ત્યારે ભગવાન સીમંધરે દીક્ષા લીધી. વીસમા તીર્થંકર મુનિસુવ્રત સ્વામી અને એકવીસમા તીર્થંકર શ્રી નેમિનાથની વચ્ચેનો એ કાળ હતો. દીક્ષા વખતે તેમને ચોથું મન:પર્યવ જ્ઞાન પ્રાપ્ત થયું. હજારો વર્ષ તેઓ સાધુ રહ્યા, તે દરમ્યાન તેમણે જ્ઞાનને આવરણ કરનારા કર્મોનો ક્ષય કર્યો, ભગવાન સર્વજ્ઞ બન્યા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.

જગત કલ્યાણના કામને માટે ભગવાનના ચરણોમાં સમર્પિત એવા ચોર્યાસી ગણધર, દશ લાખ કેવળીઓ, ૧૦૦ કરોડ સાધુઓ, ૧૦૦ કરોડ સાધ્વીઓ, નવસો કરોડ શ્રાવક, નવસો કરોડ શ્રાવિકાઓ, છે. તેમના શાસન રક્ષક દેવ દેવી શ્રી ચાન્દ્રાયણ યક્ષદેવ અને પાંચાન્ગુલી યક્ષિણીદેવી છે.

મહાવિદેહ ક્ષેત્રમાં ભગવાન સીમંધર સ્વામી અને બીજા ઓગણીસ તીર્થંકરો તેમનું ચોર્યાસી લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરી નિર્વાણ પામશે. તે વખતે આપણી પૃથ્વી પર આવતી ચોવીસીના આઠમા તીર્થંકર શ્રી ઉદયસ્વામી નું નિર્વાણ થયું હશે અને નવમા તીર્થંકર શ્રી પેઢાડસ્વામી વિહરમાન હશે.

સીમંધર સ્વામી મને કઈ રીતે મદદરૂપ થશે?[ફેરફાર કરો]

'તીર્થંકર' એટલે 'પૂનમ નો ચંદ્રમા' ( કેવળજ્ઞાની ). તીર્થંકર શ્રી સીમંધર સ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં છે. આપણી દુનિયા (ભરત ક્ષેત્ર)માં છેલ્લા પચ્ચીસો વર્ષથી તીર્થંકરો જન્મવાના બંધ થયા છે. હાલના બધા તીર્થંકરોમાં, સીમંધર સ્વામી આપણી દુનિયાથી સૌથી નજીક છે અને આપણી દુનિયાના લોકોના ઉદ્ધાર માટે ઉપકારી છે.

સીમંધર સ્વામીનું આયુષ્ય અત્યારે એકલાખ પંચોતેર હજાર વર્ષનું છે અને તેઓ હજી બીજા એકલાખ પચ્ચીસ હજાર વર્ષ જીવનાર છે. માટે તેમની ભક્તિ કરવાથી આપણો આવતો જન્મ ત્યાં થાય અને સીમંધર સ્વામીના દર્શન કરવાથી આપણો મોક્ષ થઇ શકે.

વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી વિશે વધુ વાંચો

મંદિરની મધ્યમાં શ્રી સીમંધર સ્વામી ભગવાનની વિશાળ પ્રતિમા છે જે આ પેનોરમા દ્વારા જોઈ શકાશે. શ્રી સીમંધર સ્વામી ભગવાનને ભરત ક્ષેત્ર સાથે ઋણાનુંબંધ હોવાથી, એમના માટેની અનન્ય ભક્તિ આપણને મોક્ષે જવા માટે મદદ કરશે. તો ચાલો દર્શન કરીએ શ્રી સીમંધર સ્વામીના અને એમના આશીર્વાદ મેળવીએ.

ભગવાન કૃષ્ણ કોણ છે?[ફેરફાર કરો]

આજે, કૃષ્ણ ભગવાન બે રૂપે ઓળખાય અને પૂજાય છે, બાલકૃષ્ણ અને યોગેશ્વર કૃષ્ણ. કૃષ્ણ ભગવાનને ખરા અર્થમાં એક જ વ્યક્તિ જાણે છે અને તે છે જ્ઞાની પુરુષ, કારણકે તેમની આત્માની જાગૃતિ કૃષ્ણ ભગવાન જેવી જ છે. આવા જ્ઞાની અત્યંત દુર્લભ હોય છે. .

ઘણા વિચારે છે કે કૃષ્ણ ભગવાન લડાઈઓ લડ્યા, ઘણા માણસોને મારી નાખ્યા, તેમને સોળ હજાર રાણીઓ હતી અને તેઓ આરામદાયક અને વૈભવી જીવન જીવ્યા. આવા સંજોગોમાં એમને ભગવાન કેમ કહેવાય? શા માટે આખી દુનિયાના લોકો એમને ભક્તિભાવથી પૂજે છે?

હકીકતમાં ભગવાન (એટલે કે આત્મા) કૃષ્ણ ભગવાનમાં પ્રગટ થયા. બીજા શબ્દોમાં તેઓ આત્મસાક્ષાત્કારી પુરુષ હતા. તેમને આત્માની નિરંતર જાગૃતિ હતી. ( નિરંતર જાગૃતિ કે "હું શુદ્ધ આત્મા છું અને શરીર જુદું છે.")

સંસારિક વ્યવહારમાં ભૌતિક રીતે સંડોવાયલા હોવા છતાંપણ, તેમને "હું કર્તા નથી" ની જાગૃતિ નિરંતર રહેતી. તેમને ઘણી રાણીઓ હતી અને તેઓ ભવ્ય અને વૈભવી જીવન જીવ્યા છતાંપણ, તેઓ હકીકતમાં નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. પોતાના કર્મોથી કોઈ છૂટી શકે નહિ અને પોતાના કર્મોની અસર જાગૃતિ સાથે ભોગવ્યા વિના છુટકો નથી. એવી આત્મજાગૃતિ સાથે તેઓ જીવ્યા.

શ્રીકૃષ્ણનું ખરું સ્વરૂપ[ફેરફાર કરો]

ગીતાનો સાર[ફેરફાર કરો]

મહાભારતના મહાન યુદ્ધ પહેલાં કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું "અર્જુન, તું મારી સાથે લાંબા કાળથી છે છતાંપણ તું મને ખરા સ્વરૂપે ઓળખતો નથી. જેને તું તારી સામે જુએ છે તે ખરેખર હું નથી. તું જે જુએ છે તે શરીર છે. હું શરીરથી જુદો છું. હું શુદ્ધાત્મા છું. તું પણ શુદ્ધાત્મા છે. તારા ભાઈઓ, કાકાઓ, ગુરૂઓ અને મિત્રો જેમની સાથે તું હમણાં લડવાનો છે તેઓપણ શુદ્ધાત્મા છે. આ (લડાઈ)એ તારું કર્મ છે, તેથી તારે આત્માની જાગૃતિ સાથે તેને પૂરું કરવું રહ્યું. જો તું આત્માની જાગૃતિ સાથે આ લડાઈ લડીશ તો તને કોઈ નવા કર્મો નહિ બંધાય અને તારા બાકીના કર્મો પૂરા થશે અને તારો મોક્ષ થશે.

આમ અર્જુન, કૃષ્ણ ભગવાને આપેલી જાગૃતિમાં રહ્યો. તેણે ઘણા મહાન પુરુષોને મારી નાખ્યા છતાં તેને એકપણ કર્મ બંધાયું નહિ અને તેણે એજ ભવમાં મોક્ષ મેળવ્યો.

જન્માષ્ટમીની ઉજવણી દરેક ત્રિમંદિરોમાં, ભક્તિ સહિતના ખાસ કાર્યક્રમોથી થાય છે.

360 ડિગ્રી પેનોરમા દ્વારા ત્રિમંદિરની જમણી બાજુએ આવેલા શ્રી કૃષ્ણ ભગવાનના ગભારાને નિહાળો. અને તેમની સાથે શ્રીનાથજી, શ્રી તિરૂપતિ બાલાજી અને ગરૂડ દેવ પણ બિરાજમાન છે.

શિવ કોણ છે?[ફેરફાર કરો]

શાસ્ત્રો પ્રમાણે, શિવ ભગવાન હિમાલયમાં વસતા દેવ હતા. પાર્વતી એમના પત્ની હતા અને ગણેશ અને કાર્તિક તેમના પુત્રો હતા. આ ભૌતિક લાક્ષણિકતાઓ છે પરંતુ ખરી રીતે કોઈપણ વ્યક્તિ જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તેને 'શિવ'ની આંતરિક દશા પ્રાપ્ત થાય છે.

તેઓ 'નીલકંઠ' તરીકે પણ શા માટે ઓળખાય છે?[ફેરફાર કરો]

'નીલકંઠ' શબ્દનો સાર એટલે, જેણે જગત તરફથી મળેલું ઝેર (નિંદા અને અપમાન) સમતાથી પી લીધું અને છતાંપણ સામાને આશીર્વાદ આપ્યા, તેથી તેઓ શિવ બન્યા.

ભગવાન શિવ[ફેરફાર કરો]

ઓમ નમઃ શિવાય થી શિવોહં શિવોહં અંતિમ સંક્રમણ....[ફેરફાર કરો]

અજ્ઞાન અવસ્થામાં (જીવ દશામાં) પોતાને શિવથી જુદો માની ઓમ નમઃ શિવાય (શિવને નમસ્કાર કરું છું) બોલે છે, પરંતુ આત્મસાક્ષાત્કાર પામ્યા પછી દેહથી જુદા આત્માની સતત જાગૃતિમાં આવે છે અને પછી શિવોહં શિવોહં (હું જ  શિવ છું, હું જ શિવ છું)નો અનુભવ કરે છે. હું શરીર નહિ પણ આત્મા છું. તેથી મારા ખરા 'હું' અને શિવ વચ્ચે કોઈ ભેદ રહતો નથી.

પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્મસાક્ષાત્કાર (આત્માનો અનુભવ) જૂન ૧૯૫૮માં પ્રાપ્ત કર્યો. તેઓ ફક્ત બે કલાકમાં એ જ આત્મસાક્ષાત્કાર બીજાને કરાવતા હતા. પૂજ્ય ડૉ.નીરુમાએ ૧૯૬૮માં પૂજ્ય દાદાશ્રી પાસેથી આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો.

તમે પણ પૂજ્ય દીપકભાઈ દ્વારા અપાતી જ્ઞાનવિધિમાં બેસી આત્મસાક્ષાત્કારનો અનુભવ કરી શકો છો. ત્યારપછી પાંચ આજ્ઞાનું પાલન તમને અંતિમ મુક્તિ તરફ લઇ જશે.

મંદિરની ડાબી બાજુએ શિવલિંગ છે જે આત્માનું પ્રતિક ધરાવે છે. શિવલિંગની આજુ-બાજુમાં પાર્વતી માતા, ગણેશજી અને હનુમાનજી બિરાજેલાં છે જે નીચે દર્શાવેલા પેનોરમામાં જોઈ શકાય છે.