સભ્ય:Chiragsachania

વિકિપીડિયામાંથી


એકાવનાક્ષરી કાવ્ય by Dinesh Gajjar(Surendranagar)

એકાવનાક્ષરી કાવ્ય કુલ ૫૧ અક્ષરોમાં જ લખવામાં આવે છે, જેમ હાઈકુમાં ૫+૭+૫ એમ કુલ ૧૭ અક્ષરો લખાય છે અને તેમાં જોડીયા અક્ષરો ગણવામાં આવતા નથી એવી જ રીતે એકાવનાક્ષરીમાં ૭+૧૦+૭+૧૦+૭+૧૦ એમ છ લાઈનમાં ૫૧ અક્ષરોથી લખવામાં આવે છે અને તેમાં જોડીયા અક્ષરોને ગણવામાં આવતા નથી. એકવીસમી સદીમાં નોંઘાયેલ આ અતિટૂંકા કાવ્યનો નવો પ્રકાર છે.

એકાવનાક્ષરી કાવ્યનું બંઘારણ  :

પ્રથમ લાઈન  ૭ અક્ષર

બીજી લાઈન ૧૦ અક્ષર

ત્રીજી લાઈન ૭ અક્ષર

ચોથી લાઈન ૧૦ અક્ષર

પાંચમી લાઈન ૭ અક્ષર

છઠ્ઠી લાઈન ૧૦ અક્ષર

એકાવનાક્ષરી કાવ્ય ઈતિહાસ :

ભારતમાં જયારે ૨૪-માર્ચ-૨૦૨૦ થી કોરોનાં મહામારીનાં કારણે ૨૧ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગુ થયેલ ત્યારે કોઈએ પણ પોતાનાં ઘરથી બહાર નીકળવાનું નહોતું અને ઘરમાં જ રહીને કલાઓને જાગ્રત કરીને સમયને સુખદ રીતે પસાર કરવાનો હતો એ સમયમાં ગુજરાતમાં ૨૦૧૫થી ચાલતાં વિશ્વકર્મા રાઈટર્સ ગૃપનાં સભ્યો માટે તે ગૃપનાં સ્થાપક દિનેશભાઈ ગજ્જર (સુરેન્દ્રનગર) દ્વારા દર ત્રીજા દિવસે કોરોના જાગૃતિ અંગે સાહિત્યનાં તેમજ રમુજી પ્રવૃતિઓનાં ટાસ્ક આપવામાં આવતાં હતાં જેનાં દ્વારા આ ગૃપનાં ૭૦ જેટલાં સભ્યો પોતાનાં ઘરે રહીને નવીનતમ સાહિત્ય સર્જન કરતાં હતાં. આવા સમયે ઘણી નવી રચનાઓ આ ગૃપનાં સભ્યો દ્વારા આપવામાં આવી હતી. સમયજતાં લોકડાઉન લંબાયું, પછી અનલોક પણ થયું, પરંતુ આ ગૃપમાં ટાસ્ક આપવાનું અને નવા સર્જનનું કાર્ય ચાલું જ રહ્યું. તા. ૨૮-૦૮-૨૦૨૦નાં રોજ આ ગૃપનાં સભ્યોને દિનેશભાઈ ગજ્જર દ્વારા એકાવનાક્ષરી કાવ્યનાં તદ્દન નવાં બંઘારણની રચના જણાવીને આવા કાવ્યો લખવાનો ટાસ્ક-૫૬ આપવામાં આવેલ, અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી ૨૭ જેટલાં લેખકોએ ટાસ્ક-૫૬માં આ પ્રકારનાં એકાવનાક્ષરી કાવ્યની રચનાઓ કરી જેને સૌ પ્રથમવાર ૩૧-૦૮-૨૦૨૦નાં રોજ સોશ્યલ મિડીયામાં પબ્લીશ કરવામાં આવી હતી. સોશ્યલ મિડીયામાં પ્રકાશિત થયેલ ચોક્કસ બંઘારણનાં આ એકાવનાક્ષરી કાવ્યનાં પ્રકારને લોકોએ સ્વીકાર્યો. ગુજરાતી સાહિત્યનાં અનેક ગૃપમાં ઘણાબઘા લેખકોએ આ પ્રકારનાં કાવ્યો લખવાનાં શરૂ કર્યા. ઓગષ્ટ-૨૦૨૦થી સાહિત્ય જગતમાં અતિટુંકા ‘‘ એકાવનાક્ષરી કાવ્ય ’’નો એક નવો પ્રકાર અમલમાં આવ્યો.

સવાલ-જવાબવાળા એકાવનાક્ષરી કાવ્ય :

વિશ્વકર્મા રાઈટર્સ ગૃપમાં ટાસ્ક-૬૦માં દરેક સભ્યોને સવાલ-જવાબવાળા એકાવનાક્ષરી કાવ્યો લખવાનું જણાવેલ. જેમાં પ્રથમ લાઈનમાં ૭ અને બીજી લાઈનમાં ૧૦ અક્ષરનાં એક બંઘમાં સવાલ કરવામાં આવે છે અને ત્રીજી, ચોથી તેમજ પાંચમી અને છઠ્ઠી લાઇનનાં બે બંઘમાં ઉપરનાં સવાલનો જવાબ આપવામાં આવે છે. આ ટાસ્કમાં ૩૬ જેટલાં કવિઓએ સવાલ-જવાબવાળા એકાવનાક્ષરી કાવ્યો લખેલ હતા.

વિશેષ : આ અતિટૂંકા પ્રકારની કાવ્યરચના હોવાથી પ્રથમ લાઈનમાં ૭ અને બીજી લાઈનમાં ૧૦ અક્ષર એવા કુલ ત્રણ બંઘમાં ગઝલનાં શેરની જેમ અલગ-અલગ ત્રણ પ્રકારનાં બંઘ  રચી શકાય છે. અક્ષરોનું માપ અને બંઘારણ ચોક્કસ હોવાથી આ કાવ્યની રચનાઓ લયમાં, છંદમાં તેમજ અછાંદસ રીતે કરી શકાય છે. આ કાવ્યમાં માત્ર ૫૧ અક્ષરો જ હોવાથી અતિટૂંકમાં ઊંડાણપૂર્વક ગાગરમાં સાગર રચનાઓ વાચકોને મળે છે.

ઉદાહરણ :

એકાવનાક્ષરી :

છે સ્વર્ગ, મારો વર્ગ,

ભારતનું ભાવિ ઘડનારો,

કાળા પાટિયા થકી,

ઉજળી બનાવી કર્મભૂમિ,

મમતાના સ્તરે હું,

ગર્વ છે મને હું શિક્ષક છું.

- ગોપાલ વડગામા (સુરત)

સવાલ જવાબ એકાવનાક્ષરી :

એકવાર મેં પૂછ્યું

ઓ મિત્ર, તું ધર્મમાં માને છે ?

એ કાઈ બોલ્યો નહીં,

હાથમાં ચોક અને ડસ્ટર

લઈ, ગયો વર્ગમાં,

લખ્યું : કર્મ એ જ મારો ધર્મ !

- દિનેશ ગજ્જર (સુરેન્દ્રનગર)

સવાલ જવાબ એકાવનાક્ષરી :

માનવધર્મ શું છે?

બાગમાં બેઠા મિત્રએ પૂછ્યું.

બાળકના જવાબે

હું રહ્યો માથું ખંજવાળતો

"કોઈને નડો નહિ

એજ છે સાચો માનવધર્મ"

-ચિરાગ સચાણીયા(જામનગર)

[૧]

  1. "Vishwakarma Writers Group". www.facebook.com. મેળવેલ 2021-01-04.