સભ્ય:Chittranajan

વિકિપીડિયામાંથી

મારું નામ ચિત્તરંજન જ્યોતિષી. મૂળ વતન મુંબઇ, ભારત. હાલ, અમેરિકાના ઍટલાન્ટા શહેરમાં અમેરિકામાં ELMG{Electro Megnetic Science Inc.} માં મુક્ય ઇજનેર તરીકે ફરજ બજાવું છું. ૧૯૭૦ની સાલમાં બ્રુક્લીન પોલિટૅકનિક માં અનુ સ્નાતકની પદવી મેળવી. અમેરિકાના સંરક્ષણ વિભાગમાં ૪૦ વર્ષથી ફરજ બજાવી રહ્યો છું.

જ્યોર્જીયા બ્રાહ્મણ સમાજ ના ચેરમેન તરીકે છેલ્લા પંદર વર્ષથી પ્રવૃત્ત છું. બ્રાહ્મણોમાં એકતા, સમજણ, પરસ્પર સમ્માન અને જવાબદારી ની ભાવના કેળવાય તેવા પ્રયત્નો કરું છું. છેલ્લા દશ વર્ષથી સમસ્ત બ્રાહ્મણ સમાજના સંમેલનો અમેરિકાના જુદા-જુદા રાજ્યોમાં યોજું છું. હાલ ન્યુયોર્ક, ન્યજર્સી, શીકાગો, ઓરલાન્ડો અને ઍટલાન્ટા એમ પાંચ રાજ્યોમાં સતત પ્રવૃત્ત છું.