સભ્ય:Dwija Dave

વિકિપીડિયામાંથી

પૂનમ યાદવ[ફેરફાર કરો]

પૂનમ યાદવ (જન્મ 24 ઑગસ્ટ 1991) ભારતીય ક્રિકેટર છે જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તરફથી રમે છે. પૂનમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની શરૂઆત એપ્રિલ 2013 માં બાંગ્લાદેશ સામેની મહિલા ટી-૨૦ આંતરરાષ્ટ્રીય (WT 20I) મૅચથી કરી હતી.

  આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટેસ્ટ ક્રિકેટમાં રમવાની શરૂઆત તેમણે 16 નવેમ્બર 2014 ના રોજ દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં કરી હતી અને વનડે ક્રિકેટમાં તેમણે 12 એપ્રિલ 2013 ના રોજ બાંગ્લાદેશ સામે રમીને શરૂઆત કરી હતી. [1][૧]

2013-14ની સીઝનમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાની શરૂઆત કરનાર પૂનમ યાદવ વિકેટ લેનાર મહત્ત્વપૂર્ણ ખેલાડી સાબિત થયાં છે. પૂનમનો જન્મ ઉત્તરપ્રદેશમાં થયો હતો. ડૉમેસ્ટિક ક્રિકેટમાં તેઓ વિવિધ ટીમોનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં છે. 2019માં તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. [2][૨] [3][૩]

પૂનમ યાદવ
વ્યક્તિગત માહિતી
Citizenshipભારતીય
જન્મ24 ઑગસ્ટ,1991
આગરા, ઉત્તર પ્રદેશ
Sport
Positionબૅટિંગ: જમણા હાથથી બૉલિંગ: જમણા હાથથી, લેગ બ્રેક

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

યાદવનો જન્મ 24 ઑગસ્ટ 1991 માં સૈન્યઅધિકારી રઘુવીર સિંહ યાદવ અને મુન્ના દેવીને ત્યાં ઉત્તર પ્રદેશના એક ગામમાં થયો હતો. બાળપણમાં તેમનો પરિવાર ગામથી આગરા શહેરમાં રહેવા આવ્યો ત્યારથી તેમને ક્રિકેટ પ્રત્યે આકર્ષણ વધ્યું હતું.

ચાર ફુટ 11 ઇન્ચની ઊંચાઈ ધરાવતાં પૂનમ યાદવ આગરાના એકલવ્ય સ્ટેડિયમમાં ક્રિકેટનો અભ્યાસ કરનારાં એકમાત્ર મહિલા ખેલાડી હતાં. ઑફ-સ્પિન બૉલરો તો ઘણાં હતાં પરંતુ લેગ-સ્પિનરો બહુ ઓછા હતા, તેમાંથી એક હતાં પૂનમ યાદવ અને એ પણ એક મહિલા.[3] [૪] પૂનમ પોતાની ઊંચાઈનો ફાયદો ઊઠાવતાં બૅટ્સવુમનની નજીક બૉલ નાખીને વિકેટ લેતાં. તેમને રાજ્યની ટીમમાં રમવાનો અવસર મળ્યો.

વ્યાવસાયિક સિદ્ધિઓ[ફેરફાર કરો]

પ્રથમ, તેમની પસંદગી સેન્ટ્રલ ઝોન ડૉમેસ્ટિક ટીમમાં કરવામાં આવી હતી. ત્યાર બાદ તેઓ ઉત્તર પ્રદેશની ટીમનો ભાગ બન્યાં અને હાલમાં તેઓ ડૉમેસ્ટિક ક્રિકેટમાં રેલવેનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં  છે. રેલવેમાં તેઓ કલાર્ક હતાં અને હવે સુપ્રિટેન્ડન્ટ પદ પર કાર્યરત છે. [4][૫]

યાદવે સૌપ્રથમ પાંચ એપ્રિલ, 2013ના રોજ બાંગ્લાદેશ સામેની મૅચમાં ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને 12 એપ્રિલ, 2013ના રોજ તેમણે આંતરરાષ્ટ્રીય વનડે રમવાની શરૂઆત કરી. [3][૬] નવેમ્બર 2014માં તેઓ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મૅચ દક્ષિણ આફ્રિકાની સામે રમ્યાં હતાં. [4][૭]

2017 વર્લ્ડ કપમાં પૂનમની ‘ગૂગલી’ બૉલની સ્ટાઇલ પ્રખ્યાત થઈ હતી આ સ્ટાઇલ તેમની ઓળખ બની ગઈ હતી. 2018માં આઈસીસી વિમેન્સ ટી20 વર્લ્ડ કપમાં તેઓ ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારાં બે ખેલાડીઓમાંથી એક હતાં. સપ્ટેમ્બર 2018માં તેઓ ટીમમાં પોતાનાં વરિષ્ઠ સાથી ઝૂલન ગોસ્વામીને પણ પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી બન્યાં હતાં.  [1][૮]

બીસીસીઆઈએ 2018-19માં પૂનમ યાદવને સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડીનો ખિતાબ આપ્યો હતો.

2019માં તેમને ભારતના રાષ્ટ્રપતિ તરફથી અર્જુન ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. [3][૯]

2020માં મહિલા ટી20 વર્લ્ડ કપના ફાઇનલમાં ભારત પ્રથમ વખત  પહોંચ્યું તેમાં પૂનમનું મહત્ત્વપૂર્ણ યોગદાન માનવામાં આવ્યું હતું. ફાઇનલમાં ભારત ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.

જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મહિલા ટી 20 વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરી ત્યારે તેમાં સ્થાન મેળવનાર પૂનમ યાદવ એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી હતાં. (5)[૧૦]

18 મૅચોમાં 28 વિકેટ લેનારાં પૂનમ યાદવ ટી20 વર્લ્ડ કપની મૅચોમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારાં ભારતીય હતાં. તેમનો ઇકૉનૉમી રેટ 5.6 રન પ્રતિ ઓવર રહ્યો હતો. તેઓ આઈસીસી (ICC)ની વિકેટ લેનારાં બૉલરોની રૅંકિંગમાં ટોચનાં 10 બૉલરોમાં સાતમું સ્થાન ધરાવે છે. (6) [૧૧] 

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Poonam_Yadav-Wikipedia profile[1]
  2. Poonam Yadav-Profile[2]
  3. टी-20 वर्ल्डकप: फ़ाइनलमेंक्याकमालकरेंगीभारतकीयेलड़कियां[3]
  4. The inspiring cricket journey of Poonam Yadav[4]
  5. https://www.indiatoday.in/sports/cricket/story/icc-womens-t20-world-cup-team-of-the-tournament-poonam-yadav-shafali-verma-1653925-2020-03-09 (5)
  6. https://stats.espncricinfo.com/ci/engine/records/bowling/most_wickets_career.html?id=136;type=trophy (6)
  1. Poonam_Yadav-Wikipedia profile[1]
  2. Poonam Yadav-Profile[2]
  3. टी-20 वर्ल्डकप: फ़ाइनलमेंक्याकमालकरेंगीभारतकीयेलड़कियां[3]
  4. टी-20 वर्ल्डकप: फ़ाइनलमेंक्याकमालकरेंगीभारतकीयेलड़कियां[3]
  5. The inspiring cricket journey of Poonam Yadav[4]
  6. टी-20 वर्ल्डकप: फ़ाइनलमेंक्याकमालकरेंगीभारतकीयेलड़कियां[3]
  7. The inspiring cricket journey of Poonam Yadav[4]
  8. Poonam_Yadav-Wikipedia profile[1]
  9. टी-20 वर्ल्डकप: फ़ाइनलमेंक्याकमालकरेंगीभारतकीयेलड़कियां[3]
  10. https://www.indiatoday.in/sports/cricket/story/icc-womens-t20-world-cup-team-of-the-tournament-poonam-yadav-shafali-verma-1653925-2020-03-09 (5)
  11. https://stats.espncricinfo.com/ci/engine/records/bowling/most_wickets_career.html?id=136;type=trophy (6)