સભ્ય:Haritosh

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મારું નામ હરિતોષ જોષી છે. મારો જન્મ ૨ જાન્યુઆરી ૧૯૯૧ નાં રોજ પોરબંદર માં થયો હતો. મને ગુજરાતી માં ઔપચારિક શિક્ષણ નથી મળ્યું, પણ હું જાતે જ ગુજરાતી વાંચતા અને લખતા શીખ્યો. મને કમ્પ્યુટર એન્જિનિયરિંગ ની ડીગ્રી વર્ષ ૨୦૧૨ માં મળી અને MBA નું ભણતર વર્ષ ૨૦૧૬ માં પૂરું કર્યું. મને નવી ભાષાઓ શીખવામાં અને રોજના સંચાર માં તેઓનો ઉપયોગ કરવામાં ખુબજ રસ છે. મને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત સરસ રીતે આવડે છે. અત્યારે હું જર્મન અને જાપાનીઝ નો અભ્યાસ કરું છું. આગળ ચાલીને ઘણી બધી ભાષાઓ શીખવાની ઈચ્છા છે. વિકિપીડિયા નવી ભાષાઓ શીખવા માટે ખુબજ સરસ માધ્યમ છે. ચાલો, આપણે બધા મળીને ગુજરાતી વિકિપીડિયા ને ખૂબ આગળ લઇ જઈએ.