સભ્ય:Jagatprakashswami dabhan

વિકિપીડિયામાંથી
        સર્વજીવ હિતાવહ,અધમોઉદ્ધાર્ક પતિતપાવન ગરીબ નવાજ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન આ ભારતની ભૂમિઉપર સવંત-1837 માં પ્રગટ થયા. અને અનંતજીવોને ભગવાન મળે તેવા શુભ આશય થી અક્ષરધામના અનેક મુક્તોને સાથે લાવ્યા.તે પરમહંસોમાં અક્ષરમુક્ત સ.ગુ.શ્રી મોટા યોગાનંદસ્વામી હતા.તેમની પરંમપરામા તેમના શિષ્ય તપોનિષ્ઠ સ.ગુ.શ્રી ભગવતસ્વરૂપદસજી તેમના શિષ્ય પ્રાત; સમરણિય સ.ગુ.શ્રી પરમસુખદાસજી તેમના શિષ્ય પ.પૂ.સ.ગુ.શ્રી જગન્નનાથદાસજીસ્વામી અને તેમના શિષ્ય આપણાં લોક લાડીલા પ.પૂ.સ.ગુ.અખંડભગવત પરાયણ શ્રી જગતપ્રકાશદસજીસ્વામી હતા.આ ભારતનીધરતીમાં અનેક સંતો થઈ ગયા. અને મનુષ્યોને ભગવાનના રાહને   બતાવતા ગયા,અને અનેક જીવોના મોક્ષકરતા ગયા તે સંતોમાંથી એક પુરાણી શ્રીજગતપ્રકાશસ્વામી પણ હતા.                                                                                                                        		પરમ પૂજ્ય શ્રી જગતપ્રકાશસ્વામીનો જન્મ તા-6-12-1947 માં કારતક સુદ નવમીને શનિવારના રોજ ભારતદેશમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં ભાવનગર જીલ્લામાં જેસર તાલુકામાં હિપાવડલી ગામે પ.ભ.શ્રીનાનજી ભાઈ ઠાકરશી ભાઈ પટેલના ઘરે મણીબેનને ત્યાં જન્મ થયો.હતો.શ્રીનાનજી ભાઈ ઠવી ગામે રહેતા હતા,પરંતુ લગ્ન પછી અમદાવાદ ધંધાર્થે આવ્યા,અને કરિયાણાની દુકાન શરૂકરી ધંધામાં સારું હોવાથી ભાગીદારનું મન બગડ્યું અને નાનજી ભાઇનું કાસળ કાઢીનાખવા ખોટા માણસો તૈયાર કર્યા,પરંતુ "રામ રાખે તેને કોણ ચાખે" આ ન્યયએ થોડી ઇજા થયઅને ટૂક સમયમાં સારૂ થયગાયું.અને પાસા હિપાવડલી ગયા,ભાગ્ય અને ભગવાન સાનુંકુલ હોય ત્યારે ભગવાન બધેજ સહાય કરે અને હિપાવડલીમાં પણ ધંધો સારો છાલે પરંતુ. વિધિની વિચિત્રતા કોઈ જુદીજ હોય છે. ઇ.સ.-1939માં તેમની તબિયત નરમ ગરમ રહેવાં લાગી આથી મોટી દીકરી સમજુબેન અને મોટા દીકરા નાથાભાઇના લગ્ન કરી પોતે જવાબદારી માથી મુક્તથયા,અને તા-4-12-1947માં કરતકસુદ સાતમને દિવસે મણીબેનનું સૌભાગ્યનુ સિંદુર કાયમને માટે ભુસાઈ ગયું,પોતાના શિરે એકાએક આભ તૂટતા મણીબેન ભાંગી પડ્યા અને જીવનપૂરું કરવાનો વિચાર કર્યો.ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાની ઇચ્છાથી રાત્રીમાં હનુમાંજીમહારાજ સ્વપ્નમાં આવ્યા અને બોલ્યા;બેટા આટલું રૂદનકેમ કરે છો ? ત્યારે મણીબેન બોલ્યા હું જગતથી કંટાળી છુ અને મને શરીર છોડાવી ધામમાં તેડી જાવ.ત્યારે હનુમાંજી મહારાજે સમજવ્યું ;તમારા પેટમાં જે બાળક પોષાય છે,તે અનંત ને ભગવાનના રસ્તે ચડાવશે,તે મહાન સંત થશે,ત્યારે મણીબેન બોલ્યા તે મહાન સંત થશે તેની ખાત્રીશું? ત્યારે હનુમાંજી બોલ્યા ;બાળકની જમણી છાતી માં શ્યામ લાખું હોય તો માનજો.આ રીતે આશ્વાસન આપી હનુમાંજી મહારાજ અદ્રશ્ય થયા અને ત્રીજે જ દિવસે તા-6-12-1947માં કારતક સુદ નવમીને દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો તેજ આપણાં ભારતના મહાન સંત પુરાણી "જગતપ્રકાશ સ્વામી"-નામ મનજી રાખવામા આવ્યું,ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ પૂરો થતાં સવારકુંડલમાં વચનસિધ્ધ સંત પ.પૂજ્ય શ્રી પરમસુખદાસજી તથા અને તેમના શિષ્ય શ્રીજગન્નાથજીસ્વામી રહેતા હતા,તેમની દેખરેખ નીચે ભણીનેતૈયાર થાય તેવી ઇચ્છાથી ત્યાં મૂકવામાં આવેલા.મનજી ને પ્રભુ ને ભજિને ભગવાનના સાધુ થાવુ હતું,આથી હિપાવડલીથી મણીબેનને બોલાવી તેમની સહમતીમેળવી  હનુમાનજીમહારાજ નું વચન સત્ય થશે. આવું વિચારીમાતા એ સાધુ થવાની હા પાડી,અને વડતાલ ના આચાર્ય મહારાજ શ્રી પ.પૂ.ધ.ધુ.1008 આનંદપ્રસાદજી મહારાજે તા-14-4-1957 ના ચૈત્ર સુદ પૂર્ણિમાના શુભ દિને સારંગપુર વાસી કષ્ટભંજન દેવની સાનિધ્યમાં ભાગવતીદીક્ષા આપી અને જગતને પાવનકરે તેવું શુભનામ "જગતપ્રકાશજદાસજી" રાખવામા આવ્યું.નામ પ્રમાણે તેજસ્વી હોવાથી ગઢપુરમાં સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી શ્રી મોરલીધરનદાસ પાસે સંસ્કૃત અભ્યાસ કરતાં ઇ.સ-1963 માં પ્રથમ સંસ્કૃત શાસ્ત્રની કથા કરીને સર્વે સંતોના મન જીતી લીધા અને સંસ્કૃત અભ્યાસ માટે અમદાવાદ કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ત્રણ વર્ષમાજ શ્રી ભાગવત,રામાયણ,સત્સંગીજીવન,વેદપુરાણ નો અભ્યાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પુરાણી થયા.ત્યાજ પુરાણીસ્વામીના દાદાગુરુ શ્રી પરમસુખદાજી અક્ષરધામમાં ગયા અને ટૂક સમયમાં તેમના ગુરુશ્રી જગન્નાથદાસજી પણ ધામમાં ગયા,આથી મંડળની જવાબદારી સ્વામીજી ઉપર આવી,આથી ગામડામાં સત્સંગ પ્રસાર અર્થે ફરવા લાગ્યા અને સ્વામિનારાયણ ભગવાનો મહિમા અને પ્રતાપ બતાવી ભગવાને અર્થે જીવ બંધાય તેવા શુભ આશયથી સત્સંગનો પ્રસાર કરાવતા,સરળ સ્વભાવ અને સરલજીવન આથી બંને આચાર્ય મહારાજ શ્રીબહુજ  રાજી હતા,તેથી ઈ. સં-1966માં મહુવા મંદિરના મહંત બનાવ્યા.મહુવા મંદિર બહુજ પૂરાનું હોવાથી તે મંદિરને નવું ત્રણ શિખરનું નવ્યા ભવ્ય મંદિર બંધાવ્યું સાથે સંતો માટે ધર્મશાળા અને હરિભક્તો માટે ઉતારા પણ બંધાવ્યા.પૂજ્ય સ્વામીજીને સમાજના ઉત્થાનમાટે ઊંડો રસ હોવાથી ગામડાઓમાં કથા વાતા કરવા લાગયા.ભાગવત,સત્સંગીજીવન અને રામાયણ ની કથા કરવા લાગ્યા, વડતાલ દેશના મહારાજ શ્રી ના રાજીપાથી અને આજ્ઞાલઈને ખેડા જીલ્લામાં નડિયાદ તાલુકામાં ડભાણમા તા 29-11-1983 મા સંત યોગાશ્રમની થાપના કરી.જોત જોતામાં હોસ્ટેલ,પાઠશાળા,ભોજનલાય,છાત્રાલય,કાર્યાલય અને સંપૂર્ણ સગવડથી સજ્જ પંડિતોને લાવી બન્ને ગાદીનાદીક્ષિત સંતો સંસ્કૃત,અંગ્રેજી,હિન્દી આદિ ભાષામાં તૈયાર થવા લાગ્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયને નવનવા શાસ્ત્રીરૂપી વક્તા શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયને મળવા લાગ્યા ત્યાં ઘણા સંતો ભણીને મોટા વિદ્વાન થયા છે. જગતના કલ્યાણમાટે જાહેર મોટા મંડપમાં કથા કારવાનો સ્વામીજીએ નિર્ણય કર્યો.સ્વામિનારાયણ સંપદાયમાં માં પ્રથમ એવા વક્તા હતાકે કે મોટા મંડપમાં કથા કરતાં હોય તે સમયમાં ડોંગરેજી મહારાજ અને મોરારીબાપુ અને આપણાં જગતપ્રકાશસ્વામીજી એક હતા.સ્વામીજી એ વડતલના શતાબ્દી મહોત્સવ હૉય કે  ગઢપુરદેશમાં મા ,જૂનાગઢદેશમા ધોલેરાદેશમા,અમદાવાદદેશ તેમજ ભૂજ-કચ્છામાં અનેક નાનામોટા ગામોમાં-મંદિરોમાં મ્હોત્સવો ની કથા કરી છે.સ્વામીજી એ શ્રી મદભાગવત કથા 251-સત્સંગીજીવન 211-અને રામાયણની કથા 200 જેવી કરી છે.સ્વામીજીએ પોષવદ પંચમીને ને તા-19-01-2006 માં ગઢપુરધામમા પ્રાતઃસમયમાં શ્રીગોપીનાથજીમહારાજના મંદિરમાં ગોપીનાથજી અને હરિક્રુષ્ણ મહારાજની સાનિધ્યમાં મંગલા આરતી બાદ તરતજ ભગવાન સ્વામિનારાયણ ભગવાનની સમીપમાં કાયમને માટે અક્ષરધામમાં જતાં રહ્યા.સ્વામીજીના જીવનનો પરિચયતો સાગર જેવો વિશાળ છે.પણ કેટલો વર્ણવો -અસ્તુ-પૂ સ્વામીજીનાજીવનનો પરિચય તેમના પૂર્વાશ્રમના ભાઈ બેન અને ગામના સ્વજનો અને સંપ્રદાયના સંતો પાસેથી મેળવ્યો છે.-જયસ્વામિનારાયણ---લેખક અને સંપાદક--મુકેશ ગાબાણી-9925508712