સભ્ય:Jigararana
મારું નામ જીગર અક્ષયભાઈ રાણા છે, મૂળ ભુજ કચ્છ નો અને હાલમાં ગાંધીનગર ગુજરાત માં સ્થાઇ છું.
રાષ્ટ્રીયતા ની રીતે ભારતીય અને જ્ઞાતિ ની રીતે હિન્દુ વડનગરા નાગર છું જે મારી એક આદર્શ ઓળખ છે.
ઘણો લાંબો સમય એન્ટરટેનમેંટ અને ટેલીકોમ ક્ષેત્ર માં નોકરી કર્યા પછી હાલમાં મારો પોતાનો વ્યવસાય છે. મારી વ્યવસાયિક સંસ્થા નું નામ મૃદંગ મેનેજમેન્ટ છે. હું એક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને ટ્રેઈનર છું. સંગીત અને સાહિત્ય એ મારો પ્રથમ લગાવ છે.
હાલમાં ભારતીય વિદ્યા ભવન |https://en.wikipedia.org/wiki/Bharatiya_Vidya_Bhavan] નાં અમદાવાદ કેન્દ્ર માં સ્થાપિત કલ્ચરલ અકાદમી અને સેન્ટર ફોર આર્ટસ નાં નિયામક તરીકે ફરજ બજાવું છું. આ કાર્ય મને મારા શોખ સાથે સતત આનંદ માં રાખે છે. સંગીત અને નાટક નું શિક્ષણ, કાર્યક્રમો ની રચના અને આયોજન એ મારો શોખ અને આનંદ છે. ભારતીય વિદ્યા ભવન એ ગુજરાતી ભાષા ના મહાલેખક શ્રી કનૈયાલાલ મુનશી જી દ્વારા સ્થાપિત, સમગ્ર ભારત અને ભારત બહાર 130 થી વધારે કેન્દ્રો ધરાવતી સંસ્થા છે.
તે ઉપરાંત ગુજરાતી ભાષાનાં સંવર્ધન અને પ્રસાર માટે સતત કાર્ય કરતી સંસ્થા માતૃભાષા અભિયાન નો એક કાર્યવાહક છું. જે મને સાહિત્ય અને ભાષા જગત સાથે સતત સાંકળી રાખે છે. માતૃભાષા અભિયાન દ્વારા મને લોકોને સાંકળી વિકિપેડિયા પર ગુજરાતી ભાષા માં લખાણ વધે અને તે માટે વધારે લોકો સક્રિય થાય તે માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવાની જવાબદારી સોપવામાં આવેલ છે.
તાલીમ અને અભ્યાસ ક્ષેત્ર માં હું આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી બે મહત્વની સંસ્થાઓ ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેઈનીંગ એન્ડ ડેવલપમેન્ટ અને જુનીયર ચેમ્બર્સ ઇન્ટરનેશનલ નો સભ્ય છું.
લોકો સાથે વાતો કરવી, રોજ નવું નવું શીખવું અને સતત કાર્યશીલ રહેવું એ આદત અને સ્વભાવ છે.