સભ્ય:Jigneshnpandya

વિકિપીડિયામાંથી

કવિતા -"શું ફરી પાછા નહિ આવે એ બાળપણ ના દિવસો.."

એ નિખાલસ હાસ્ય..અને એ બાળપણ ની રમતો.. એ ચોકલેટ માટેની જીદ..અને જીદ પુરી થવાની એ ખુશી.. એ નાના-નાના રમકડા,અને ઢીંગલા-ઢીંગલી ના ખેલો.. શું ફરી પાછા નહિ આવે એ બાળપણના દિવસો..

પપ્પા પર એ ઘોડા..ઘોડા..ની રમતો અને એ નિખાલસ વાતો.. મમ્મી પાસે..કાલી..કાલી..ભાષામાં ભુખ લાગવાની એ માંગણીઓ.. મમ્મી-પપ્પા સાથે ફરવા જવાની એ ખુશી અને નાની-નાની વાત માં રડવાનુ.. શું ફરી પાછા નહિ આવે એ બાળપણના દિવસો..

સ્કુલે નહિ જવાના એ બાના..અને પપ્પા નો અસહજ ગુસ્સો.. મમ્મી ની રાજા-રાણીની કહાનિઓ અને એ મીઠિં..મીઠિં..નિદંરો... દાદા-દાદી સાથે મંદિર જવાનો એ પ્રથમ અનુભવ અને એ શિખામણો.. શું ફરી પાછા નહિ આવે એ બાળપણ ના દિવસો.. લેખક -જીગ્નેશ.એન.પંડયા(બાવલા)