સભ્ય:Jivanbhai Mayatra/કેસર મકવાણા

વિકિપીડિયામાંથી

ગુજરાતના અને ગુજરાતી ભાષાના અધ્યાપક છે. અને તેઓ ગુજરાતના ખ્યાતનામ સંશોધક,વિવેચક, સંપાદક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિનિયન વિદ્યાશાખામાં ગુજરાતી ભાષાના PhD ના ગાઈડ પણ છે.

બાળપણ[ફેરફાર કરો]

તા 1/6 /1965 ના રોજ કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે જન્મેલા ડૉ કેસર મકવાણા ના માતાનું નામ જેઠીબહેન અને પિતાનું નામ મસરીભાઈ છે. (જેની વાસ્તવિક જન્મ તારીખ 10/9/1966 છે) તેઓનું પ્રાથમિક શિક્ષણ પોતાના વતનમાં જ થયેલું. અને તેઓ ગુજરાતી ભાષામાં MA સુધીનો અભ્યાસ કરીને સાથે PhD પણ થયા.

અભ્યાસ[ફેરફાર કરો]

પ્રાથમિક શિક્ષણ વતન કોડીનાર થી શરૂ થઈ તેઓ ગુજરાતી ભાષામાં MA સુધી અભ્યાસ કર્યો છે. અને ગુજરાતી ભાષામાં PhD કર્યું છે.

ઉડાન[ફેરફાર કરો]

ડૉ કેસર મકવાણા સાહિત્યિક ક્ષેત્રે સિદ્ધહસ્ત લેખક, વિવેચક, સંપાદક તો હતાં જ. પરંતુ તેઓ વધારે તો વતન સા. કુંડલામાં યોજાયેલા એક પરિસંવાદ કાર્યક્રમથી જ પ્રકાશમાં આવ્યા. ગ્રામ્ય સંસ્કૃતિને પોતાના સાહિત્યમાં ઉજાગર કરતાં લે. નાનાભાઈ જેબલિયા વિશેનો એક પરિસંવાદ હતો. જેમાં ગુજરાતના અગ્રણી અને નામાંકિત લેખકો-રઘુવીર ચૌધરી, રજની કુમાર, નરોત્તમ પલાણ, રતિલાલ બોરીસાગર, કિરીટ દુધાત વ. વ. સાહિત્યકારોની હાજરી વચ્ચે ડૉ કેસર મકવાણાની પ્રતિભા ઉજાગર થઈ. ડો કેસર મકવાણા ના માર્ગદર્શક ડૉ. વિનોદ જોશીએ ધારી જિ અમરેલીની કોલેજના કાર્યક્રમ વેળાએ કેસરની પ્રશંસા કરતા કહ્યું હતું કે "મારા વિદ્યાર્થીને વક્તા તરીકે સાંભળીશ એ મારું ગૌરવ છે. ડૉ. કેસર મકવાણાની પ્રતિભા ને ઉજાગર કરવાનો જશ રઘુવીર ચૌધરીના મતે ખ્યાતનામ કવિ શ્રી ભરત વિંઝુડાને મળે છે. ડો. કેસર મકવાણા ને ઘણાં માન સન્માન મળ્યા છે. અને હજુ ઘણાં મળવાના બાકી પણ છે!

સાહિત્યિક પ્રદાન[ફેરફાર કરો]

સાહિત્ય ક્ષેત્રે ડૉ. કેસર મકવાણા ની ઓળખ એક અભ્યાસનિષ્ઠ વક્તા તરીકેની છે. શ્રી કેસર મકવાણાએ 15 જેટલા ઉચ્ચ કક્ષાના પરિસંવાદમાં ઉત્કૃષ્ટ વક્તવ્ય આપ્યાં છે. જેમાં "અસ્મિતા પર્વ" "મનોજ પર્વ" જેવા પ્રતિષ્ઠિત, ગણનાપાત્ર મંચો નો સમાવેશ થાય છે.

  • કોલેજના વાર્ષિક અંક "સંવિત્" નું સંપાદન. (સતત 6 વર્ષથી)
  • પ્રકાશન*

(1)  ગુજરાતની સાઠોત્તરી- 'ગુજરાતી નવલકથા' (સંશોધનાત્મક વિવેચન) પ્રથમ આવૃત્તિ - 2002 બીજી આવૃત્તિ - 2014 (2)  'પરિમિત'- (વિવેચન લેખો) - 2009 (3)  'નાનાભાઈ હ. જેબલિયા':- 'વ્યક્તિ અને વાઙમય' (સંપાદન - 2012) (4)  'અમે પાદરમાં ઝાટકે ખરેલા' (નાનાભાઈ હ. જેબલિયાની બલિદાન કથાઓ) સંપાદન - 2014 (5)  'પરિસર'(વિવેચન લેખોનો સંગ્રહ) - 2015 (6)  'દલિતાયન' (દલિત સાહિત્ય વિવેચન સંગ્રહ) પ્રકાશક- ગુજરાત દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ - 2015. .....પ્રકાશ્ય 'રતિલાલ બોરીસાગર' - વ્યક્તિ અને વાઙમય, 'ગુજરાતી દલિત નવલકથા'... ક્રમશઃ

સંદર્ભ[ફેરફાર કરો]

"સાક્ષરજન તો "- લે. રાધેશ્યામ શર્મા, જનસત્તા (અમદાવાદ આવૃત્તિ) તા. 17/1/2016