સભ્ય:MehtaJignesh

વિકિપીડિયામાંથી

શ્રી પ્રગટેશ્વર મહાદેવ ઇતિહાસ Shri Pragteshwar Mahadev Mandir Mota Vadala

Shiv Mandir
Pragteshwar Mahadev

વિક્રમ સવંત 1700 ની આસપાસ શિશાંગ અને મોટા વડાળા ની વચ્ચે, મોટા વડાળા ની સીમ તળ માં રૂપારેલ નદી ને કાંઠે પટેલ જ્ઞાતિના આણંદપર ગામના જેસડિયા અટકના પટેલ વાઘજી જેરામના પુત્ર પુત્રવધૂ જમનાબાઈ ની ટેક સાચવવા શિવજી પ્રગટ થયા.

વાઘજી પટેલ, પુત્રવધૂનુ આણું તેડી લાવતા હતા. બપોર થતા ટીમણ સિરામણ  માટે પોતાનું ગાડુ ઉપરોક્ત સ્થળે જ્યાં શીતલ વડલાની છાયા ઘેઘુર ઘટાદાર વૃક્ષોની વનરાજી, જીર્ણશીલ પુરાણકાળની સાક્ષી પૂરતું અવાવરૂ અપૂજ્ય ખંડિયર હાલત નું મંદિર હતું. ત્યાં વાઘજી પટેલે ટીમણ સીરામણ આટોપી લેવા અને થાકેલા બળદોને નીરણ પૂળો કરી લેવાનો નિર્ણય કર્યો.

પોતાની સાથે ની નાની પુત્રી ને ઉદ્દેશીને કહ્યું બેટા ભાભી ને કહે શિરામણ કરી લે. અખંડ સૌભાગ્યવતી જમનાબાઈ એ નણંદ મારફત કેહવડાવ્યું કે મારે શીવવ્રત છે. શિવ દર્શન પછી જ હું શિરામણ કરીશ.

સસરાજી કહે વહુબેટા આપણે ખેડૂતને આવા આકરા વ્રત નો પોસાય. સમય કસમયે સીમ-શેઢે ખેતરે જવું હોય, માટે શીરામણ કરી લો.  

અખંડ સૌભાગ્યવતી જમનાબાઈ એ નણંદ મારફત કહેવડાવ્યું કે શિવજીની કૃપાથી મને ક્યારેય વ્રત જાળવવામાં તકલીફ પડી નથી.

અને પડસે તે હું સહન કરીશ, પણ શિવરાત્રી વ્રત તોડીશ નહીં. દર્શન કરીને જ જમીશ. વાઘજી પટેલ ના મનમાં સમસમાટ થવા લાગ્યો. નુસકો શોધવા મનસૂબો કરીને આજુબાજુ નજર દોડાવતા એક માટીની દોણી નજરમાં આવતા, તે  માટલી થોડે દૂર નાની ટેકરી ઉપર ઊંધી વાળી આજુબાજુ પથરા ગોઠવી જલાધારી જેવી રચના કરી. બાજુના ફૂલ ઝાડ માંથી ફૂલ, બીલી તોડી દોણી ઉપર ગોઠવી દીધા. થોડીવારે ગાડા પાસે આવી કહ્યું, જો વહુ બેટા સામે ટેકરી ઉપર જ મહાદેવ બેઠો લાગે છે, જાવ પગે લાગી આવો.

ભોળી અને શ્રદ્ધાળુ વહુએ રૂપારેલ માં સ્નાન કરી વસ્ત્ર, પરિધાન કરી ટેકરી ઉપર ના શિવજી, જેનો સદભાવ પુરાવા તેજો મય ભોળા ભગવાન વીરાજીત  હતા. તેને વંદના કરી પરિક્રમા કરી છેડો પાથરી ક્ષમાપના માગી. સસરાને શિરામણ આપી, પોતે તેની નણંદ સાથે ટીમણ સીરોમણી પતાવી ગાડામાં બેસી ગયા. વાઘજી પટેલે ગાડું જોડ્યું. મનમાં સમસમાટ હતો કે આજે વહુ ના વ્રત નો ઉકેલ લાવી બતાવ્યુ.

ગાડુ માર્ગે ન લેતા પેલી ટેકરી તરફ ગાડુ હંકાર્યું અને ગાડાના પૈડા તળે પેલી પેલી દોણી તોડી નાખવા પ્રયત્ન કર્યો. પરંતુ શિવજીને થયું મારા વ્રત ખંડન ના ઉદ્યમી પટેલને ચમત્કાર બતાવવો છે. ગાડા ના પયડા થી જે માટલી તુટી તે સાથે મોટો શબ્દ થયો. અવાજની સાથે જ લોહીની ધારા વછૂટી અને વાઘજી પટેલ તથા તેના બંને બળદ આંધળા બની બેબાકળા બની ગયા. વાઘજી પટેલ ને પોતાની ભૂલ સમજાણી તુરત જ ગાડા થી નીચે ઉતરી શિવજીના સ્થાન ને પર્શ કરી અંતરવાસ પાઘડીનો છેડો ડોકે કરી અને પશ્ચાતાપ સાથે શિવજીને રીઝવવા લાગ્યો. કાકલૂદી કરવા લાગ્યો.

જમનાબાઈ ગાડી થી નીચે ઉતરી શિવજીને ખોળો પાથરી વિનવે છે..  એ દાદા ભોળાનાથ ક્ષમા કરો. અમારા અપરંપાર અવગુણ સામે નાજોશો. તમો તો દયાના સાગર છો. ભક્તોને વણ માગ્યું વરદાન આપનાર છો. મારા સસરાજી ના અપરાધ ક્ષમા કરો. અને આમના ઉપર અનુકંપા કરો દેખાતા કરો. વાઘજી પટેલે શિવ મંદિર બંધાવી આપવાની ટેક લીધી છે. શિવજી એ  કૃપા કરી પટેલને અને બળદોને દેખતા કર્યા. શિવ મંદિર બંધાવવાની અડગ શ્રદ્ધા લય પટેલ ઘરે આવી સ્વજ્નોથી એકમત બની મંદિરનું શિલાન્યાસ કરવા મોટા વડાળા ના ભૂદેવોને બોલાવી મંદિર નિર્માણ કરવાનું કામ સોંપ્યું. શિવજીનું બાણ મોટું બને તે હેતુથી ટેકરીનું ખોદકામ કરે, રાત થતાં કામ સવાર ઉપર મુલતવી રાખે, સવારે કામે લાગે તે પહેલા જે સ્થિતિમાં શિવજીનું બાણ હતું તેટલું જ જણાય. ફરી ખોદકામ શરૂ થાય સતત અઠવાડિયાના અંતે તેની તે સ્થિતિ. ભૂદેવોને ગમ પડતી નથી. ભૂદેવ ને શિવજીએ સ્વપ્નમાં આદેશ આપ્યો કે મારું લિંગ ભોય તળિયે જ રહેશે વધુ બહાર આવશે નહીં. આખરે મંદિર પરિપૂર્ણ થયું. જેની સચ્ચાઈમાં વાઘજી પટેલ ના કુળદેવી બહુચરાજી માતાજીની પ્રતિમા પણ શીવપંચાયત ઉપરાંત ઉપરના ભાગે સામી દીવાલે ગોખલામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અત્યારે પ્રત્યક્ષ દર્શન આપે છે. શિવજીના લિંગ ઉપર ગાડાના પૈડા ની નિશાની અત્યારે પણ જોવા મળે છે. શિવભક્ત જમનાબાઈની સદભાવ ના પુરાવા આ શિવજીનું નામાભિધાન શ્રી પ્રગટેશ્વર મહાદેવ જી રાખવામાં આવેલ..