સભ્ય:RATHOD VASANTKUMAR PUNABHAI

વિકિપીડિયામાંથી
 કુંદણી, ( તા.જસદણ ) રાજયનો વિસરાયેલો વૈભવ
              આજથી આશરે સાડા પાંચસો વર્ષ પહેલાની આ વાત છે. કુંદણી ગામમાં ખેતાજી મકવાણા નામે રાજા રાજય કરતા હતા. સરધારના રાજા ગોધાજીના ખાંડાને વરી ભડલીની કુંવરી સુજાનબાનું વેલડુ સરધાર જવા નીકાળતા રસાલાયે રાતવસો કરવા કુંદણીના પાદરમાં તંબુઓ તાણેલા.
              એ વખતે કુંદણીના રાજા ખેતાજી મકવાણાને તળાવના કાંઠે ઘોડા ખેલવાતા જોઇ ભડલીના કુંવરીબા તેના ઉપર મોહી ગયા. સુજાનબાએ પોતાના મનાની વાત દાસી મારફત ખેતાજી મકવાણાને પહોંચાડી. તે કુંદણીમાં રોકાઇ જતા રસાલાએ બીજા દિવસે ખાલી વેલડા સાથે વિદાય કરતા સરધારના રાજા ક્રોધે ભરયો હતો. ગોધાજીયે અપમાનનો બદલો લેવા ભડલીના રાજા સાથે મળી કુંદણી પર અક્રમણ કરતા ભડલી-સરધારની વિશાળ સેના સામે ઝાલા વંશનો ખેતજી મક્વાણો બહાદુરી પૂર્વક લડતા લડતા વીરગતિ પામ્યો. 
          ગોધાજીએ કંદણી કબજે કરતા ખેતાજીના વફાદાર ભાયતો બાળકંવર સાંગાજીને લઇ મહેલમાંથી નાસી છુટયા હતા. ગોધાજીએ કંદણીના બાળકુંવરને મારવા સેના કામે લગાવી પરંતુ ખેતાજીના વફાદાર સાથીઓએ તેને ફાવવ દીધો ન હતો. સમય વીતતા સાંગોજીએ જુવાનીમાં પગ મુક્તા બાપના વેર સાથે કંદણીનુ રાજ પાછુ મેળવવા સરધારના રાજા ગોધાજી વાઘેલા સાથી મુઠ્ઠીભર સાથીઓ સાથે બહારવટે ચઢયો હતો. એક વખત વીહા ભરવાડ નામે એક ભરવાડ વગડામાં ગાયોનું ધણ ચરાવતો હતો ત્યારે ખેતાજીના કુંવરને મુઠ્ઠીભર માણસો સાથે ગોધાજીની ફોજ સામે પારોઠના પગલા ભરી ઝાલાવાડમાં આવેલ વિજીશીયલના જંગલમાં છુપાઇ જતો જોઇ વિહા ભરવાડનો અંતરાત્મા કકડી ઉઠેલ અને તેનાથી જીભ કચરાઇ ગઇ કે, “ જ્યાં સુધી સાંગાજીને તેના પુર્વજો ની ગદીએ નહી બેસાડુ ત્યાં સુધી પાઘડી નહી પહેરું “
         વિહો ભરવાડ જંગલમાં જઇ સાંગાજીને સાથીઓ સાથે વિજીશીયલ ગામમાં તેડી લાવ્યો હતો. જેની જાણ ગોધાજીને થઇ ગઇ હતી. મુઠ્ઠીભર સૈનિકો સાથે વિજીશીયલ ગામમાં રોકાયેલા સાંગોજીને પુરો કરવા ગોધાજીએ ચારે બાજુએથી ગામને ઘેરી લીધું હતું.  હાકલા પડકારા સાથે યુદ્ધ શરું થતા ગોધજીએ તીરનું નીશાન લઇ સાંગોજી ઉપર છોડતા, અચનક વીહો ભરવાડની નજર તીર પર પડતા તેણે જમણો હાથ ઉંચો કરી તીરનો ઘા પંજામાં ઝીલી લેતા સાંગોજીને બચાવી લીધેલ. ઇ જોઇ વગડામાં ગાયો-ભેંસો ચરાવતા આઠ હજાર દુધમલીયા ભરવાડોએ હાથમાં ડાંગો લઇ રણ મેદાનમાં ઉતરી પડતા ગોધાજે અને તેમના સૈનિકો કંઇ સમજે એ પહેલા તેમને રણમાં રગદોળી નખતા વિહા ભરવાડે કુંદણીની ગાદીએ સાંગોજી મકવાણને બેસાડી પોતાના હાથે રાજ તિલક કરતા પોતાની પ્રતિજ્ઞા પુરી કરી હતી.
            કુંદણીના રાજા સાંગોજીએ ગાદીએ બેસતા ભર્યા દરબારમાં પોતાના જીવનદાતા વીહા ભરવાડના માથે પોતાના હાથે સાફો બાંધી સન્માનીત કરેલ અને એ સાથે પોતાની ગાદી ઉપર બેસાડી તેનો અભાર મન્યો હતો. 
          અમદાવાદની મુસ્લીમ સલ્તનતના બાદશાહ મહંમદ બેગડાએ વીહા ભરવાડના શૌર્ય અને સ્વામી ભક્તિની વાતો સાંભળતા વીહા ભરવાડને અમદાવાદ બોલાવી જાહેર દરબારમાં સન્માન કર્યુ હતુ.