સભ્ય:Rahulpatel641664

વિકિપીડિયામાંથી

પૂજા ગેહલોત[ફેરફાર કરો]

પૂજા ગેહલોત (જન્મ : 15 માર્ચ 1997 દિલ્હી, ભારત) એ ભારતીય કુસ્તીબાજ છે જે 51 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુસ્તી સ્પર્ધામાં ભાગ લે છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય જુનિયર સ્પર્ધામાં વિજેતા અને અંડર-23 વિશ્વ કુસ્તી સ્પર્ધાનાં સિલ્વર મેડલ વિજેતા છે.[ફેરફાર કરો]

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

ગેહલોતનો જન્મ 15 માર્ચ 1997 ના રોજ દિલ્હીમાં થયો હતો. નાનપણથી પૂજા ગેહલોત રમતમાં રુચિ ધરાવતાં હતાં . તેમણે કાકા ધર્મવીર સિંહ સાથે અખાડામાં જવાની શરૂઆત કરી ત્યારે તેઓ માત્ર છ વર્ષનાં હતાં. ધર્મવીર સિંહ કુસ્તીબાજ છે. પૂજાને પણ કુસ્તીમાં રસ પડ્યો પણ પિતા વિજેન્દર સિંહને પસંદ નહોતું કે તેમની દીકરી કુસ્તીબાજ બને અને પૂજાએ વૉલીબૉલ રમવાની શરૂઆત કરી હતી. તેઓ વૉલીબૉલમાં જુનિયર નેશનલ લેવલ સુધી રમ્યાં છે.[૧] [૨]

પૂજા ગેહલોત
વ્યક્તિગત માહિતી
Nationalityભારતીય
જન્મ15 માર્ચ 1997


પૂજા ગેહલોતના જીવનમાં મોટો બદલાવ ત્યારે આવ્યો જ્યારે તેમણે હરિયાણાનાં ગીતા ફોગટ અને બબીતા ફોગટને 2010 ની કૉમનવેલ્થ રમતમાં મેડલ મેળવતાં જોયાં. ફોગટ બહેનોની સફળતાએ પૂજા ગેહલોતને કુસ્તી તરફ પરત ફરવા પ્રેરિત કર્યાં. પરંતુ તેમના પિતા અને અમુક સગા-સંબંધીઓ નહોતા ઇચ્છતા કે પૂજા કુસ્તી લડે. પૂજાના પિતાએ તેમને રોક્યાં નહીં પણ પૂજાને કહ્યું કે જો તેમને કુસ્તી કરવી હોય તો તે માટે પોતાની રીતે વ્યવસ્થા કરવી પડશે. [૧] પૂજાએ પિતાની શરતો માની લીધી અને વ્યવસાયિક રીતે પોતાની તૈયારી 2014માં શરૂ કરી. દિલ્હીમાં જ્યાં પૂજાનો પરિવાર રહેતો હતો ત્યાં છોકરીઓના કુસ્તી કરવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. પૂજાને દિલ્હી શહેરમાં એક છોકરીઓ માટેનું ટ્રેનિંગ સેન્ટર મળ્યું પણ ત્યાં ટ્રેનિંગ કરવા માટે તેમને રોજ સવારે ત્રણ વાગ્યે ઊઠીને ત્રણ કલાકની મુસાફરી કરીને પહોંચવું પડે એમ હતું. પૂજાએ છેવટે નજીકના એક અખાડામાં તૈયારી શરૂ કરી જ્યાં તેમને પુરુષો સાથે કુસ્તી લડવી પડતી. પૂજા માટે પૂરુષો સાથે  કુસ્તી લડવાનું અઘરું હતું અને શરૂઆતમાં તેઓ સિંગલેટ પહેરવામાં શરમ પણ અનુભવતાં હતાં.[૩]


ખૂબ જ ટૂંકા સમયગાળામાં તેમની આવડત અને શક્તિ જોઈને જુનિયર કક્ષાની સ્પર્ધામાં તેમની નોંધ લેવાની શરૂ થઈ. કુસ્તી માટે દીકરીનું ઝનૂન જોઈને પિતા ખુશ થયા અને તેમને સારી ટ્રેનિંગ મળે એ માટે પરિવાર રોહતક આવી ગયો.[2]


પૂજાએ રાંચીમાં યોજાયેલી 2016 જુનિયર નેશનલ રેસ્લિંગ ચૅમ્પિયનશિપમાં 48 કિલોગ્રામ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

2016માં ઈજાના કારણે તેઓ એક વર્ષ સુધી અખાડામાં ઊતરી શક્યાં નહોતાં.

વ્યાવસાયિક સફળતા[ફેરફાર કરો]

પૂજા ગેહલોતને પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સફળતા 2017માં તાઇવાનમાં આયોજિત એશિયન જુનિયર ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ રૂપે મળી.

અન્ય મોટી સફળતાના ભાગરૂપે પૂજાએ 2019માં હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપ  ખાતે અંડર-23 વયજૂથમાં 51 કિલોગ્રામ કૅટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.[૪]

પૂજા આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનારાં બીજાં ભારતીય મહિલા બન્યાં હતાં. [૩]


પદક[ફેરફાર કરો]

ગોલ્ડ મેડલ  રાષ્ટ્રીય જુનિયર કુસ્તી સ્પર્ધા 2016,  રાંચી

સિલ્વર મેડલ  અંડર-23  આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધા 2019, હંગેરી.

  1. ૧.૦ ૧.૧ "પૂજા ગેહલોત : એ વૉલીબૉલ ખેલાડી જે કુસ્તીબાજ બન્યાં". BBC News ગુજરાતી. મેળવેલ 2021-02-18.
  2. "Pooja Gehlot wrestles past hurdles to claim World silver". The Indian Express (અંગ્રેજીમાં). 2019-11-02. મેળવેલ 2021-02-18.
  3. ૩.૦ ૩.૧ Siwach, Vinay. "Wrestling: After silver at U-23 World Championships, Pooja Gehlot strengthens Olympic belief". Scroll.in (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-18.
  4. https://timesofindia.indiatimes.com/sports/more-sports/wrestling/pooja-gehlot-wins-silver-at-under-23-world-wrestling-championships/articleshow/71862054.cms