સભ્ય:Sant Shree Hirsagarbapa

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સંત શ્રી હીરસાગરબાપા નું પ્રાગાટિયા

આ પૃથ્વી ઉપર કાયમ ને માટે રાત દિવસ થાય છે, તેમ તડકા છાયા ફરતા રહે છે. સુકાળ દુષ્કાળના ઓરા આવે - જાય છે આ સૃષ્ટીના રંગ તરંગો કાયમ ને માટે અવનવા થયા કરે છે તે જગત નીયતાનો એક ખેલ છે તે ખેલ થી તે જગત ને રસમય બનાવે છે, નિત્ય નવું રૂપ આપે છે તે રંગે રચાતો માનવી પોતાની પ્રકૃતિને અનુકુળ સંજોગો ને સુખ માને છે,અને પ્રતિકુળ સંજોગો ને દુખ માને છે.

આવા જગત ના રંગના અતિ ચંચલ,અસ્થિર,અનીતિય જગત ની અંદર પણ કાયમને માટે શાશ્વત, નિત્ય, અખંડ સ્વરૂપ, અવિચલ સ્વરૂપ (આત્મા સ્વરૂપ ) નું જ્ઞાન જાણનાર અને જણાવનાર મહા પુરુષ વિભૂતિ રૂપ બિરાજે છે. અને સત્ય નો પ્રકાશ કરી જિજ્ઞાસુઓં ને આ દિવ્ય માર્ગ બતાવે છે તે જ જીવન નો હેતુ હોય છે.

તેવા પુરૂષો કઈ જ્ઞાતિમાં, ક્યાં દેશ માં,ક્યાં કાળ માં જન્મયા તે જોવાનું નથી. તે તો ગમે તે દેશમાં,ગમે તે કાળમાં, ગમે તે સંજોગોમાં જન્મે છે, અને તુરંત તે પોતાનું કાર્ય સારું કરીદે છે. તેને ઊંચ - નીચ, નાનું - મોટું, કે મારું - તારું જેવા મિથ્યા વિચારો હોતા નથી. ગમે ત્યાં વસો કરી, પોતાને કુદરતનો જે સંદેશો જગતને આપવાનો છે. તે નિર્ભયપણે આપે છે. મિથ્યા પ્રપંચને અસત્યને જ્ઞાન બોધથી તોડી પાડે છે. તેવા સર્વાતાર્યામીરૂપ પૂજય શ્રી હિરસાગરદાદા વિષે તેવી જ વાત છે.

પૃથ્વી ઉપર ભયંકર દુષ્કાળના ઓળા પથરાયેલા છે, ક્યાંય વરસાદ નું એક ટીપુય પડયું નથી, પાણી વિના પશુ-પક્ષી ઓ અને વનમાં ફરતા જાનવરો પણ પાણી વિના ટળવારી ને મારી જાય છે. માણસો પણ પાણી વિના અને ભૂખમરા થી અધમૂવા થઇ ગયા છે. પેટ વડીયા પણ કોઈ કામે રાખવા તૈયાર નથી. માણસને પોતાને પણ પોતાનું પેટ ભારે પડે છે. માણસો પશુઓ ને તો છોડી દિએ તે તો ઠીક પણ આવા કાળમાં માણસ પોતાના વહાલસોયા બાળકોને પણ જ્યાં રોટલો મળે ત્યાં આપી દે છે. સવંત ૧૯૫૬ ની સાલમાં મહા ભયંકર દુષ્કાળ પડયો ત્યારની આ વાત છે.

એક દિવસ રાજકોટ માં વણકર વાસ માં ભગત શ્રી અમરાબાપા નું ઘર હરિજનો માં વખણાતું, જ્યાં અતિથી સત્કાર, ભુખીયા ને ભોજન, દુખીયાને આશરો આશ્વાસન મળી રહેતા અને માર્ગ ભૂલેલા ને ભગવાન ના ઘર નો માર્ગ મળતો. રાત્રે નિત્ય સત્સંગ થતો, પછાત વર્ગના ગણાતા અભણ માણસોને વેદાંત જેવા ગહન વિષયો સરળ ભાષામાં સમજવા મળતા તેવું કાયમ જ્ઞાન પરબ હતું.

ભગત શ્રી અમરાબાપા ને બે ધર્મ પત્ની હતા. છતાં કઈ બાળ બચ્ચા ના હતા. તેથી તેવો સર્વે સંત સેવામાં આત્મ સંતોષ માનતા હતા અને ખુબ આનંદ માં રહેતા હતા.

તે દુષ્કાળના સમયે રાજકોટ માં એક દરબાર જેવા દેખાતા ઉમર લાયક પુરુષ પાંચ વર્ષ ના બાળકને લઈને ભગત શ્રી અમરાબાપા ના ઘર આશ્રમે આવ્યા અને અમરબાપા ના ધર્મ પત્ની શ્રી રાજીમાતા આગળ આવી ને કહયું કે, તમને મહા પુરુષો નું વચન છે કે તમારે ત્યાં કોઈ મહાપુરુષ પાકશે. તો તે વચન વિચારી આ બાળકને તમે રાખો. તે તમારી કુખ ઉજાળશે અને ગઢપણ પાળશે. તેમ કહી તે બાળકને મુકીને તે તો ચાલ્યા ગયા. પણ આ કોનું બાળક ? કોણ આપી ગયું ? ક્યાંના રહીશ ? કંઈક જાણવા પાછળ દોડ્યા પણ તે પુરુષ નો પતો લાગ્યો નહિ. ત્યારે ભગત શ્રી અમરાબાપા કહે છે સતી ! આ તો કોઈ અલોકીક વાત બની ગઈ ! વર્ષ પહેલા આપને ત્યાં પધારેલા ચિત્રોડ ના સંત શ્રી ખાનસાહેબ (ત્રિકમસાહેબ ની જગ્યા ના મહંત) તથા સંત શ્રી બાલકસાહેબ અને સારોદડ વાળા છોટા હનુંમાનદાસજી, જેમને આપના ઉપર કૃપા કરી લહેરમાં આવી આશીર્વાદ આપેલો કે તમારે ત્યાં કોઈ મહાન પુરુષ પાકશે. તે વચન મહાપુરુસો નું કડી મિથ્યા થઇ નહિ. તે વચન વિચારી આ બાળકને પ્રભુ ની વિભુતીરૂપ સમજી આપણે પ્રેંમથી સેવન કરો.

શ્રી અમરાબાપા ના બંને પત્નીઓ રાજીમાં અને ગોંરીમાં આ બાળકના ગડ ગુમડ વાળા શરીર ને બે વખત નવડાવી. દવા લગાડતા અને ખુબ પ્રેંમથી રાખતા. રાજીમાં બાળકને નવડાવે છે અને પ્રભુના ગુણાનુવાદો ગાતા જાય છે. જે બાળક ને હીરો મારો સાચો હીરો કહીને સંબોધતા. તે હીરો કહે છે, માં, આ માટીનો ધડો તેને ગમે તેટલો ધોઈએ તોય તે માટી તે માટી જ રહેવાની તે કઈ સોનું થોડું જ બને છે ! પણ માટી પાકી ઠીકરું બન્યું એટલે ધોવા છતાં ઓગળી ન જાય કા માં.

રાજીમાં કહે છે હીરા આવું તને આ ઉમરે કોણે શીખવ્યું હીરો કહે, માં આમાં શીખવા જેવું છે શું ? આંખ ને જોવા નું શીખવવું પડે છે? કાન ને સાંભળવાનું શીખવવું પડે છે? તમે જ્ઞાન તો સર્વમાં સ્વયંભુ છે. તેમ શીખવવાપણુનથી. તેમ તેવી વાતો કરી રાજીમાં આ બધી વાતો ભગત શ્રી અમરાબાપાને કહેતા. તેના ઉપર થી આ ભગત દંપતી તેમને પૂર્વના કોઈ મહાપુરુષના અવતાર તરીકે માનવા લાગ્યા. એમ કરતા કરતા થોડું વાંચતા લખતા જેવું શીખ્યા. યાદગીરી એવી જોરદાર કે એક વખત સાંભળે , શીખે કે જુવે ત્યાં યાદ રહી જાય અને શીખી જાય. તેમ કરતા દસ અગિયાર વર્ષની ઉમર થઈ. ઘર માં ખુબ ગરીબી, મહેમાનવાળું ઘર એટલે અતિથી સત્કારમાં કઈ કામકાજ થઈ શકે નહિતે સંજોગોમાં પછી હીરા ભગતને અમરાબાપા વણકરી કામ શીખવાડવા લાગ્યા પોતે ખુબ જ ખંતથી કામમાં ધ્યાન દેવા લાગીયા. વણકરી કામ ના તાર ની સાથે દિલના તાર મળવા લાગ્યા અને તબુરના તાર ની જેમ મેળ થવા લાગ્યો. તેઓ ગાતા કે,

તાર મેં એક તાર મીલત હે જરમજરા; ઔર શિકાર પર લેર લાગી લરમલરા; શીગી વાગી સુનમાં, વેણા નાદ સુણાય; નોબત વાગી નામની રે ત્યાં ઝાલરી નો ઝણકાર; ખંજરી વાગી રે અહો ઘટ માઈ........

તે વાણી અમરાબાપા બોલતા ત્યારે બાપુ બાળક સાહેબે તે વાણી ગવરાવી તેમાં થી સત્સંગ આનંદ આપેલ તે બચપણ માં હિરસાગરબાપાએ સંભાળેલ. મોટી ઉમરે તે વાણી સિતાર માં બહુ પ્રેંમ થી ગાતા. સદગુરુ મળ્યા પહેલા પણ હિરસાગરબાપા માં વિશ્વાસ ની ભક્તિ હતી. પૂજાપાઠ, ધ્યાન ધારણા માં ખુબ એકાગ્ર બની જતા તે જોનારા લોકોને પણ ખુબ આશ્ચય થતું અને તેમના પર પ્રેંમ થતો. ધીમે ધેમે વણકરીનું કામ બરાબર શીખી લીધું અને સારા કારીગર બની ગયા. બાર તેર વર્ષની ઉમરે વણકરીનું કામ કરતા જાય અને અમરાબાપા પાસેથી સત્સંગ ભજન પણ સંભાળતા જાય. હરી નામનો મહિમા સમજી પોતે દિલ થી નિર્ભય બની ગયા. તેમજ જ્યાં ચૈતન ચાલે છે. તે પોતે ઈશ્વર નું રૂપ છે તેવું મનથી મનાય ગયું. એટલે જંગલ જેવા માં આવાસ ( રહેણાંક ) અને દિવસે પણ ઘર માં નાગ આંટા મારતા હોય, બેસવા આવેલ ભાઈઓ ડરીને ભાગી જાય. ત્યારે હિરસાગરબાપા તો હજુ બાળક કહેવાય છતાં પણ નિર્ભય થી તે નાગ ને પકડી બહાર મૂકી આવે અગર આસપાસ ફરવા દિયે તેનું નામ....

કાળ કર્મ સ્વભાવને જીતવો, ધરવો નહિ મનમાં ક્રોધ; સમાનપણે સમાનપણે સર્વમાં વર્તવું, મેલી દેવા મનનો વિરોધ.

તે ગંગાસતી ની વાણી ની કડી પ્રમાણે દિલમાં સમાનતા આવી કહેવાય, તેનો જ મનથી વિરોધ માટી જાય છે. ત્યાં હિંસક વૃતિ ઉપજતી નથી. તેવા તેવા ભાવો આવા યોગ ભ્રષ્ટ આત્માઓ માં સહેજે સહેજે પ્રગટે છે.