સભ્ય:Santgswami

વિકિપીડિયામાંથી

સહજાનંદ સ્વામીનાં ગુરૂ શ્રી રામાનંદ સ્વામી રામાનંદી સંપ્રદાયના સંત હતા, જે સંપ્રદાયની સ્થાપના જગદ્ ગુરૂ શ્રી રામાનંદાચાર્યજી દ્વારા કરવામાં આવી હતી. રામાનંદી સંપ્રદાયમાં આ રીતે બે રામાનંદાચાર્ય થઈ ગયા. એક પોતે જગદ્ ગુરૂ શ્રી રામાનંદાચાર્યજી(રામાનંદી સંપ્રદાયનાં સ્થાપક) અને શ્રી રામાનંદ સ્વામી(સહજાનંદ સ્વામીનાં ગુરૂ).

સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના સહજાનંદ સ્વામી દ્વારા જ કરવામા આવી છે.વિ.સં.૧૮૫૬માંભગવાન શ્રી સ્વામિનારાયણ્ નિલકંથ વર્ણીવેશે ગુજરાતમાં માંગરોલ બંદર પાસે આવેલા લોજ ગામે આવ્યા અને રામાનંદ સ્વામીના મુખ્ય સેવક મુક્તાનંદ સ્વામીને મળ્યા અને ત્યાંજ્ રહિ ગયા.ત્યારબાદભુજથી રામાનંદ સ્વામી આવ્યા અને જુનાગટ જિલ્લાના પીપલાણા ગામે આવીને નિલકંથ વર્ણીને મલ્યા. ભગવાન્ શ્રી સ્વામિનારાયણે આ ગામમાં જ્ રામાનંદ સ્વામી પાસે દિક્ષા લીધી.અને સહજાનંદ સ્વામી નામ પણ્ રામાનંદ સ્વામીએ જ દિક્ષા સમયે જ આપેલુ. આ સંપ્રદાય આજે વિશ્વવ્યાપી બની રહ્યો છે તેની પાછળ સંતોનુ ખુબ મોટુ યોગદાન છે.ભગવાન્ શ્રી સ્વામિનારાયણ્ પાસે મુક્તાનંદ સ્વામી,બ્રહ્માનંદ સ્વામી,ગોપાળાનંદ સ્વામી,નિત્યાનંદ સ્વામી,ગુણાતિતાનંદ સ્વામી,દેવાનંદ સ્વામી,શુકાનંદ સ્વામી,પ્રેમાનંદ સ્વામી,નિષ્કુળાનંદ સ્વામી વિગેરે ૫૦૦ પરમહંસ સંતો હતા. તેઓ ગુજરાતના ગામડે ગામડે નેસડે નેસડે ફરિને લોકોના જીવન ઉર્ધ્વગામી બનાવ્યા.વ્યસન મુક્ત કર્યા.ચોરી વિગેરે કટેવોથી મુક્ત કર્યા અને ગુજરાતમા ઍક વિશાળ્ સ્વસ્થ્ સમાજનુ નિર્માણ્ થયું.પરિણામે ગુજરાતના ઇતિહાસ વિદોએ ભગવાનશ્રી સ્વામિનારાણને ઍક્ સમાજ સુધારક ગણાવ્યા.