સભ્ય:Unnati

વિકિપીડિયામાંથી

મારુ નામ ઉન્નતિ છે. જન્મ અને ઉછેર, "ભાવ" અને "કલા" ની નગરી, ભાવનગર માં થયા નુ ગૌરવ અનુભવુ છુ.બાળમંદિર થી માંડી ને ઉચ્ચ શિક્ષણ શ્રી દક્ષિણામુર્તિ માં લીધુ અને ગિજુભાઇ ની શાળા માં ભણતા ભણતા તેમની લખેલી બાળવાર્તાઓ સાથે લાગણી નો સંબંધ બંધાઇ ગયો. આમ બાળપણ માં રમકડા ની સાથે રમતા રમતા પુસ્તકો સાથે પણ મૈત્રી થઈ ગઈ. પહેલે થી જ ગણિત, વિજ્ઞાન જેવા વિષયો ની સાથે ગુજરાતી, સંસ્કૃત, હીન્દી, અંગ્રેજી વગેરે ભાષાઓ પ્રત્યે પણ વિષેશ લાગણી રહી છે. Sir BPTI માં Information Technology ક્ષેત્ર માં ગોલ્ડ મેડલ સાથે ડિપ્લોમા નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભાવનગર ની જ Shantilal Shah Engineering College માં થી engineering માં સ્નાતક ની પદવી મેળવવા ની સાથે ભારતીય નૃત્ય શૈલી "કથક" માં ગુરુ શ્રી ધરમશી ભાઇ શાહ ના માર્ગદર્શન હેઠળ " નૃત્ય વિશારદ" ની પદવી પ્રાપ્ત કરી.

આમ બાળપણ થી જ કલા-સહિત્ય મારા જીવન ના અભિન્ન અંગો રહ્યા છે. એમાં પણ જન્મે ગુજરાતી હોવા ને લીધે માતૃભાષા "ગુજરાતી" પ્રત્યે ખાસ લગાવ. વાંચન-લેખન ના શોખ ની સાથે હીન્દી-અંગ્રેજી જેવી અન્ય ભાષાઓ માં થી ગુજરાતી માં અનુવાદ કરવો, ભૂલ-શુદ્ધિ કરવી જેવા કાર્યો કરવા ગમતા હોવા થી એનો થોડો અનુભવ પણ ધરાવુ છુ.

હાલ Bahrain માં રહુ છુ અને ભવિષ્ય માં બાળશિક્ષણ, બાળમજૂરી નાબુદી, બાળ યૌન-શોષણ અંગે જાગ્રુતિ તથા તેનો ભોગ બનેલા બાળકો માટે જરુરી મદદ ના કર્યો કરવા માગુ છુ. સાથે સાથે ઇન્ફોર્મશન ટેકનોલઓજી ની મદદ થી પ્રજ્ઞાચક્ષુ તથા મુક-બધિર લોકો માટે શિક્ષણ અને વિકાસ ને લગતા કાર્યો કરવા ની ઇચ્છા ધરાવુ છુ.