સરબજોત સિંહ
વ્યક્તિગત માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Nationality | ભારતીય | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જન્મ | September 30, 2001 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વ્યવસાય | નિશાનેબાજ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Sport | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
દેશ | ભારત | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
રમત | નિશાનેબાજી (શૂટીંગ) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Event(s) | ૧૦મીટર એર પિસ્તોલ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Medal record
|
સરબજોત સિંઘ (જન્મ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૧) એક ભારતીય ખેલ નિશાનેબાજ છે. તેણે પેરિસ ખાતે આયોજીત ૨૦૨૪ ગ્રીષ્મકાલીન ઓલિમ્પિક્સમાં મનુ ભાકરની સાથે ૧૦ મીટર એર પિસ્તોલ મિશ્ર ટુકડી સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યો હતો.
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]સરબજોત હરિયાણાના અંબાલા જિલ્લાના બરાડા બ્લોકના ધીના જાટ ગામના રહેવાસી છે. તે ખેડૂત જતિન્દર સિંહ અને ગૃહિણી હરદીપ કૌરનો પુત્ર છે. સરબજોતનો જન્મ જાટ પરિવારમાં થયો છે.[૧] તેણે ચંદીગઢના સેક્ટર ૧૦માં આવેલી ડીએવી કોલેજમાં અભ્યાસ કર્યો હતો.[૧]
કારકિર્દી
[ફેરફાર કરો]સરબજોત ૨૦૨૨માં ચીનના હાંગઝોઉના ખાતે આયોજીત એશિયન ગેમ્સમાં ભારતીય શૂટિંગ ટીમનો ભાગ હતા.[૨] સરબજોત સિંહ, અર્જુન સિંહ ચીમા અને શિવા નરવાલની ભારતીય ૧૦ મીટર એર પિસ્તોલ ટીમે ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં ચીનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.[૩] સરબજોતે એશિયન ગેમ્સ શૂટિંગ સ્પર્ધામાં દિવ્યા ટી.એસ. સાથે મિક્સ્ડ ૧૦ મીટર એર પિસ્તોલમાં પણ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.[૪][૫][૬]
અગાઉ ૨૦૨૧માં તેણે વર્લ્ડ ચેમ્પિયનશીપની વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટ એમ બંને સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. વર્ષ ૨૦૧૯માં તેણે આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યો હતો.
તેણે મનુ ભાકર સાથે ૧૦ મીટર એર પિસ્તોલ મિશ્ર ટુકડી સ્પર્ધામાં પેરિસમાં ૨૦૨૪ ગ્રીષ્મકાલીન ઓલિમ્પિક્સમાં કાંસ્ય પદક જીત્યો હતો.[૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Sarabjot adds another feather in DAV College's cap with team shooting gold at Asiad". Hindustan Times (અંગ્રેજીમાં). 2023-09-29. મેળવેલ 2023-11-19.
- ↑ "Indian shooters at Asian Games: Events, key dates, format and rules". ESPN (અંગ્રેજીમાં). 2023-09-24. મેળવેલ 2023-09-28.
- ↑ "Asian Games 2023: Shooters Sarabjot Singh, Arjun Singh Cheema And Shiva Narwal Power India To 6th Gold, Win 10m Air Pistol Team Event". Zee News (અંગ્રેજીમાં). મેળવેલ 2023-09-28.
- ↑ "Sarabjot, Divya get silver after losing thriller to China, Indian shooters bag their 19th medal at Asian Games 2023". Hindustan Times (અંગ્રેજીમાં). 2023-09-30. મેળવેલ 2023-09-30.
- ↑ "Asian Games 2023: Shooters Sarabjot Singh, Divya TS Add Silver Medal To India's Medal Tally". English Jagran (અંગ્રેજીમાં). 2023-09-30. મેળવેલ 2023-09-30.
- ↑ Sportstar, Team (2023-09-28). "Indian shooters clinch gold in 10m air pistol team event at Asian Games 2023". Sportstar (અંગ્રેજીમાં). મેળવેલ 2023-09-28.
- ↑ "Manu Bhaker-Sarabjot Singh win bronze as India shoots second Olympic medal". India Today.