સહી (હસ્તાક્ષર)

વિકિપીડિયામાંથી
ગાંધીજીના હસ્તાક્ષર
માર્ટિન લ્યૂથરની સહી

કોઇપણ વ્યક્તિની સહી અથવા હસ્તાક્ષર (હિંદી ભાષા:हस्ताक्षर) (અંગ્રેજી ભાષા:signature) તેના પોતાના હાથ વડે લખવામાં આવેલ (સામાન્ય રીતે વિશિષ્ટ શૈલીમાં) એનું પોતાનું નામ, ઉપનામ (અથવા કંઇપણ સંકેતાત્મક લખાણ) વગેરેને કહેવામાં આવે છે. સહી કોઈ દસ્તાવેજ અથવા ઘોષણાપત્ર વગેરે પર કરવામાં આવે છે, જે એમ દર્શાવે છે કે આ 'સહી વ્યક્તિ' દ્વારા જ પ્રસારિત કરવામાં આવેલ છે અથવા અમુક વ્યક્તિએ આ ઘોષણા કરી છે. જો કોઇ રચના પર કોઈ વ્યક્તિની સહી કે હસ્તાક્ષર હોય તો તેના પરથી જાણી શકાય છે કે તેનું સર્જન કોના દ્વારા કરવામાં આવેલું છે.

કોઈપણ વ્યક્તિ પોતાની સહી કે હસ્તાક્ષર વિશ્વની કોઈપણ જ્ઞાત ભાષાની લિપિમાં કરી શકે છે. હસ્તાક્ષર એ વ્યક્તિની પોતાની વિશિષ્ટ અલગ ઓળખાણ હોય છે. વર્તમાન સમયમાં પૈસાની લેવડદેવડ દરમિયાન કચેરીના કામકાજમાં અને ખાસ કરીને બેન્કોમાં પોતાની ખાતાધારક તરીકેની ઓળખાણ સહી વડે પુરવાર કરવાની હોય છે.