સાઉથ પાર્ક

વિકિપીડિયામાંથી
સાઉથ પાર્કના રચયિતા: ટ્રે પાર્કર (ડાબે) અને મેટ્ટ સ્ટોન.
સાઉથ પાર્કના રચયિતા: ટ્રે પાર્કર (ડાબે) અને મેટ્ટ સ્ટોન.

સાઉથ પાર્ક એ અમેરિકન વ્યસ્ક એનિમેશન શ્રેણી છે જે કોમેડી સેન્ટ્રલ ટેલિવિઝન નેટવર્ક માટે ટ્રે પાર્કર અને મેટ્ટ સ્ટોન દ્વારા બનાવવામાં આવી છે. આ શ્રેણી તેની રુક્ષ ભાષા અને ઉંડા રમુજ અને તીખાં કટાક્ષ માટે જાણીતી બની છે. હાલની વાર્તા ચાર છોકરાંઓ - સ્ટાન માર્શ, કેયલી બ્રોફ્લોવ્સ્કી, એરિક કાર્ટમેન અને કેન્ની મેક્કોર્મિક - અને કોલોરાડોના શહેરમાં તેમનાં પરાક્રમો વિશેની છે. ધ સિમ્પસનની જેમ જ, સાઉથ પાર્ક ફરીને ફરી ઉપયોગમાં લેવાતાં પાત્રોનો ઉપયોગ કરે છે.

પાર્કર અને સ્ટોને તેમના દ્વારા ૧૯૯૨ અને ૧૯૯પમાં બનાવેલ ટૂંકા એનિમેશનમાંથી આ શ્રેણી બનાવવાની શરૂઆત કરી. છેલ્લું એનિમેશન ઇન્ટરનેટ પર બહુ લોકપ્રિય બન્યો હતો અને તેમાંથી આ શ્રેણીની શરૂઆત થઇ હતી. ઓગસ્ટ ૧૯૯૭માં સાઉથ પાર્ક શ્રેણીએ ભવ્ય સફળતા સાથે શરૂઆત કરી હતી. ત્યારબાદ આ શ્રેણીનાં અન્ય ભાગો કોમેડી સેન્ટ્રલના કાર્યક્રમોમાં સૌથી વધુ સફળ બન્યાં.[૧] અત્યાર સુધી આ શ્રેણીના ૨૫૭ હપ્તાઓ ૧૮ સત્રોમાં પ્રસારિત થઇ ચૂક્યા છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Bill Gorman. "'South Park' Renewed Through 2016 By Comedy Central". TV By the Numbers. મૂળ માંથી 2011-11-19 પર સંગ્રહિત. મેળવેલ 2015-04-30.