સામાન્ય વર્તમાન કાળ
Appearance
સામાન્ય વર્તમાન કાળ એ અંગ્રેજી વ્યાકરણમાં કાળનો એક પ્રકાર છે, જે ક્રિયાનો સ્થાયી ભાવ વ્યક્ત કરે છે. આ કાળનો ઉપયોગ કરીને પ્રતિદિનની ક્રિયાઓ, સનાતન સત્યો, લોકોક્તિઓ (કહેવતો), વૈજ્ઞાનિક તથ્યો, ગાણિતિક સિદ્ધાન્તો, પ્રથાઓ અને પરંપરાઓ વ્યક્ત કરી શકાય છે.
ઉપયોગનાં પ્રકારો
[ફેરફાર કરો]પ્રતિદિનની ક્રિયાઓ
[ફેરફાર કરો]વ્યક્તિની પ્રતિદિનની ક્રિયાઓ જેમ કે, સ્નાન કરવું, ચાલવું, જમવું, ભણવું ઇત્યાદિને સામાન્ય વર્તમાન કાળનાં ઉપયોગદ્વારા વ્યક્ત કરી શકાય છે.
ઉદા. હું પ્રતિદિન મંદિરે જઉ છું.
અભ્યાસ (ટેવો)
[ફેરફાર કરો]વ્યક્તિનાં જીવનમાં કેટલીક ક્રિયાઓ અભ્યાસરૂપ અથવા શૈલીરૂપ બની જતી હોય છે. જેને સામાન્ય ભાષામાં ટેવ કહવાય છે. જીવનનાં અભ્યાસ જેવા કે, સ્નાન કરતાં ગીત સાંભળવા, જમતાં જમતાં ટી.વી. જોવું ઇત્યાદિને સામાન્ય વર્તમાન કાળનાં ઉપયોગદ્વારા વ્યક્ત કરી શકાય છે.
ઉદા. મને સ્નાન કરતાં કરતાં ગીત સાંભળવાનો અભ્યાસ છે.