સિંધિયા ઘાટ, વારાણસી

વિકિપીડિયામાંથી
સિંધિયા ઘાટ, વારાણસી

સિંધિયા ઘાટ જેને શિન્દે ઘાટ પણ કહેવામાં આવે છે, તે વારાણસી ખાતે મણિકર્ણિકા ઘાટની ઉત્તર બાજુ આવેલ છે. આ ઘાટ ૧૫૦ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો અને તે ઘાટ પરનું શિવ મંદિર આંશિક રીતે નદીના પાણીમાં ડુબેલું રહે છે. આ ઘાટ ઉપર કાશીના ઘણા પ્રભાવશાળી લોકો દ્વારા બનાવવામાં આવેલ અન્ય મંદિર પણ આવેલ છે. આ સાંકડી અને વળાંકોવાળી ગલવાળા વિસ્તારમાં સ્થિત છે. કહેવાય છે કે અગ્નિદેવનો અહીં જન્મ થયો હતો. અહીં હિંદુ ધર્મના લોકો વીર્યેશ્વર ભગવાનની આરાધના કરે છે અને પુત્ર કામના કરે છે.