સિક્કિમના મુખ્યમંત્રીઓની સૂચિ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સિક્કિમના મુખ્યમંત્રી
Pawan-Kumar-Chamling.jpg
હાલમાં
પવન કુમાર ચામલિંગ

ડિસેમ્બર ૧૨ ૧૯૯૪થી
નિમણૂકસિક્કિમના રાજ્યપાલ
પ્રારંભિક પદધારકકાઝિ લ્હેન્દુપ દોરજી
સ્થાપનામે ૧૬ ૧૯૭૬

પુર્વોત્તર ભારતના રાજ્ય સિક્કિમના મુખ્યમંત્રી રાજ્યના વાસ્તવિક વડા છે જ્યારે ભારતિય બંધારણ અનુસાર સિક્કિમના રાજ્યપાલ રાજ્યના કાયદેસર વડા છે. સિક્કિમ વિધાનસભા ચુંટણીમાં બહુમત પ્રાપ્ત કરનાર પક્ષ રાજ્યના મુખ્યમંત્રીની પસંદગી કરે છે.

વર્ષ ૧૯૭૫ના ભારત સંઘ સાથેના જોડાણ બાદ અત્યાર સુધી સિક્કિમમાં પાંચ મુખ્યમંત્રીઓ રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાઝિ લ્હેન્દુપ દોરજી સિક્કિમના પ્રથમ મુખ્યમંત્રી હતા. સિક્કિમના વર્તમાન મુખ્યમંત્રી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટના પવન કુમાર ચામલિંગ છે, ૧૯૯૪થી આજ સુધી તેઓ સિક્કિમના મુખ્યમંત્રી છે, તેઓ ભારતના કોઇપણ રાજ્યમાં સૌથી વધુ સમય માટે મુખ્યમંત્રી પદ પર રહેનાર નેતા છે.

સિક્કિમના મુખ્યમંત્રી[ફેરફાર કરો]

અહીં સિક્કિમના મુખ્યમંત્રીઓની સૂચિ આપવામાં આવી છે.

પક્ષોના રંગ

     ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ      સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ      સિક્કિમ જનતા પરિષદ      સિક્કિમ સંગ્રામ પરિષદ      રાષ્ટ્રપતિ શાસન

ક્રમ નામ સત્તાવધિ[૧] પક્ષ કાર્યકાળ
કાઝિ લ્હેન્દુપ દોરજી ૧૬ મે ૧૯૭૫ ૧૮ ઓગસ્ટ ૧૯૭૯ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૧,૫૫૫ દિવસ
રાષ્ટ્રપતિ શાસન[૨] ૧૮ ઓગસ્ટ ૧૯૭૯ ૧૮ ઓક્ટોબર ૧૯૭૯ - ૩૧ દિવસ
નર બહાદુર ભંડારી ૧૮ ઓક્ટબર ૧૯૭૯ ૧૧ મે ૧૯૮૪ સિક્કિમ જનતા પરિષદ ૧,૬૬૮ દિવસ
ભીમ બહાદુર ગુરુંગ ૧૧ મે ૧૯૮૪ ૨૫ મે ૧૯૮૪ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૩ દિવસ
રાષ્ટ્રપતિ શાસન ૨૫ મે ૧૯૮૪ ૮ માર્ચ ૧૯૮૫ - ૨૮૭ દિવસ
(૨) નર બહાદુર ભંડારી ૮ માર્ચ ૧૯૮૫ ૧૭ જૂન ૧૯૯૪ સિક્કિમ સંગ્રામ પરિષદ ૩,૩૮૯ દિવસ
સાંચેમન લિમ્બુ ૧૭ જૂન ૧૯૯૪ ૧૨ ડિસેમ્બર ૧૯૯૪ સિક્કિમ સંગ્રામ પરિષદ ૧૭૯ દિવસ
પવન કુમાર ચામલિંગ
નામચી સિંઘીતાંગના વિધાન સભ્ય
૧૨ ડિસેમ્બર ૧૯૯૪ ઓક્ટોબર ૧૯૯૯ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ 9336 દિવસો
ઓક્ટોબર ૧૯૯૯ ૨૧ મે ૨૦૦૪
૨૧ મે ૨૦૦૪ ૨૦ મે ૨૦૦૯
૨૦ મે ૨૦૦૯ ૨૧ મે ૨૦૧૪
૨૧ મે ૨૦૧૪ પદ પર

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Former Chief Ministers of Tripura. Government of Tripura. Retrieved on 21 August 2013.
  2. Amberish K. Diwanji. "A dummy's guide to President's rule". Rediff.com. 15 March 2005. Retrieved on 3 March 2013.