સિમન્ટેક વૅબ ક્રૉલીંગ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

વૅબ ક્રૉલીંગ એટલે ઇન્ટરનેટ પર કોઈ પણ મુદ્દા ને શોધવાની પ્રક્રિયા. એના માટે પહેલા જે પાના પર હોય તેને શરુઆત ગણી, એ પાના પર જેટલી કડીઓ (લીંક્સ) હોય તેટલી બધી ડાઉનલોડ કરી ત્યાર પછી જે પણ પાનુ આવે તેના પર પાછી એજ સરખી પદ્ધતી અનુસરવી. સીમેન્ટેક વૅબ એટલે શુ તે સમજીશુ. સીમેન્ટેક વૅબ એટલે વર્લ્ડ વાઇડ વેબ ની વિગતવાર પ્રસ્તુતી, જેમા દશાંવેલી વિગતને વ્યક્તિ અને સાધનો વડે કરવામાં આવેલી શોધને સમજવાની અને પુરી કરવાની પદ્ધતિ.

સીમેન્ટેક વૅબ ક્રૉલીંગ સાદા વેબ ક્રૉલીંગ થી ઘણી વધારાની પવૃતીઓ થી જુદી પડે છે, જેમકે પહેલા આવી ગયેલા બધાં પાના ની માહિતી રાખવી, આવી ગયેલી કડીઓને યાદીમાંથી કાઢી નાંખવી વગેરે. વૅબ ક્રૉલીંગમાં વ્યક્તિ વડે આપવામાં આવેલી શોધને અનુસરી બધી વિગત એક સાથે દર્શાવવામાં આવે છે, જ્યારે સિમન્ટેક વૅબ ક્રૉલીંગ મા આપવામા આવેલી શોધને પહેલે થી હાજર હોય એવી યાદીમાંથી શોધી ફક્ત જરૂરી વિગત દર્શાવવામાં આવે છે.

નીચે બતાવેલ ત્રણ વૅબ ની વીગતો છે કે જે વૅબ ક્રૉલીંગ મુશ્કેલ બનાવે છે, જેને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

  1. તેના ઘણા બધા કન્ટેન્ટ (માહિતી).
  2. તેના ઝડપ થી થાતા બદલાવો.
  3. પાના પરથી બનતા નવા પાનાઓ.