લખાણ પર જાઓ

સુઘરી

વિકિપીડિયામાંથી

સુઘરી અથવા બૈયું
નર સુઘરી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Suborder: Passeri
Family: Ploceidae
Sundevall, 1836
Genera

c.16, see text

સુઘરી અથવા બૈયું તેના માળા માટે પ્રખ્યાત પક્ષી છે.

વૈશ્વિકસ્તરે પક્ષીઓની નાતમાં ‘આર્કિટેકટ એન્જિનિયર’ની આગવી ઓળખ ધરાવનારા આ નર સુઘરી ખૂબ જ ચતુરાઈપૂર્વક માળાનું સર્જન કરે છે. આ માળો બનાવવા ડાળીનો છેડો પસંદ કરવા પાછળ આ પક્ષીનો હેતુ હોય છે કે, સાપ જેવા કોઇ ઘાતક જીવ તેના ઘર સુધી પહોંચી ના શકે, સ્વાભાવિક છે કે, પાતળી ડાળીના છેડે વજનદાર સાપ જાય તો બેશક નીચે જ સરકી જાય. માળામાં ભીની માટી રાખી સુગરી પવનથી પોતાના માળાને સુરક્ષા આપે છે, જેથી ભારે પવનમાં ઘાસથી બનેલો આ માળો ઉડી ન જાય. આ પક્ષીનું નામ 'સુગૃહી' શબ્દ પરથી પડ્યું છે, જેનો અર્થ સારું ઘર બનાવનાર થાય છે.

પ્રથમ દ્રષ્ટિએ જોતા જ ગમી જાય એવો આ વિશિષ્ટ રચના ધરાવતો માળો ત્રણ તબક્કે આકાર પામે છે તો અમુક નરનો માળો પ્રથમ તબક્કે જ માદા સુગરી ‘રિજેક્ટ’ કરે એટલે નાશ પામે છે. પ્રથમ તબક્કે વર્ષાઋતુની સીઝનમાં પાણી ધરાવતી જગ્યા અને કાંટાળા વૃક્ષની ડાળીનો છેડો પસંદ કરે છે ત્યાર બાદ ઘાસની પત્તીઓ ભેગી કરીને આ ‘એન્જિનિયર’ પગ અને ચાંચ વડે ગૂંથી માળાને ગોળ પ્રકારનો આકાર આપે છે.

સુઘરી માદા સુગરી નરને નહીં પણ તેના બનાવેલા માળાને પસંદ કરે છે અને એમ અનુક્રમે તે માળો બનાવનાર નર સુગરી સાથે સંવનન કરે છે. મેથી સપ્ટેમ્બર મહિના સુધીનો સમય આ પક્ષીના પ્રજનનકાળ માટે ઉત્તમ ગણાય છે. ગરમીની ઋતુમાં તેમના બચ્ચાઓ ભીની માટીવાળા માળામાં ઠંડકમાં ઉછેર પામે છે.

ચિત્રમાળા

[ફેરફાર કરો]