લખાણ પર જાઓ

સુડોકુ

વિકિપીડિયામાંથી
સુડોકુનો કોયડો
સુડોકુનો કોયડો જવાબ સાથે
હાયપર સુડોકુ

સુડોકુએ તર્ક આધારીત ગાણિતીક કોયડાની રમત છે જે આજે વિશ્વભરમાં લોકપ્રિય છે. આ કોયડામાં ૯ X ૯ નાં ચોકઠામાં ૩ X ૩ નાં સમચોરસ હોય છે. કોયડાનાં ઉકેલ માટે દરેક ઉભી હરોળ અને આડી હરોળમાં ૧ થી ૯ નાં આંક ગોઠવવાના હોય છે. આ ઉપરાંત જે તે સમચોરસમાં પણ ૧ થી ૯ નાં આંક હોવા જોઇયે અને એક પણ આંકનું પુનરાવર્તન થવુ ન જોઇયે. કોયડાની શરુઆતમાં થોડા આંકો પહેલેથી મુકેલા હોય છે જેથી ઉકેલ મેળવવો સરળ થઈ પડે. જાપાનમાંથી આવેલી આ રમત જાપાનના હાલની લોકપ્રિય સંસ્ક્રુતિનો બહુ મોટો ભાગ છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ રમત ૧૯૭૯ની સાલથી અમેરીકામાં 'નંબર પ્લેસ'નાં નામેથી ઓળખાતી હતી અને ખાસ લોકપ્રિય ન હતી પરંતુ ૧૯૮૪ની સાલમાં જાપાનીઝ કંપની નિકોલી દ્વારા સુડોકુના નામે પ્રસિદ્ધ થયા બાદ અતિ લોકપ્રિય બની હતી. ૧૯૮૪થી ૨૦૦૪ નાં વર્ષ સુધી તેનો ફેલાવો માત્ર જાપાન સુધીજ મર્યાદિત હતો પરંતુ ૨૦૦૪માં અમેરીકા અને યુ.કે. માં અનુક્રમે ન્યુયોર્ક ટાઇમ્સ અને ધી ટાઇમ્સ દ્વારા પ્રકાશીત કરાયા બાદ તેનો ફેલાવો ખુબજ ઝડપથી થયો હતો. સુડોકુનાં હાલનાં સ્વરુપનાં શોધક તરીકે જાપાનીઝ નાગરિક શ્રી.માકી કાજીને ગણવામાં આવે છે જે નિકોલી પઝલ કંપનીના માલીક હતાં. ૨૦૦૪ની સાલ બાદ આ રમત " સીન્ડીકેશન" દ્વારા દુનિયાભરનાં સમાચારપત્રોમાં છપાવા લાગી હતી. સુડોકુ એ બે જાપાનીઝ શબ્દ સુ અને ડોકુ નો બનેલો છે જેનો જાપાનીઝ ભાષામાં અર્થ આંકનો એકજ વાર ઉપયોગ તેવો થાય છે.

સુડોકુનાં જુદા જુદા સ્વરુપો

[ફેરફાર કરો]

સામાન્ય રીતે ૯ X ૯ ના ચોકઠામાં ૩ X ૩ ના સમચોરસ વાળો પ્રકાર વધુ પ્રચલીત છે પરંતુ તે ઉપરાંત ૬ X ૬ ના ચોકઠામાં ૨ X ૩ ના પ્રમાણની વિવિધતા વાળા કોયડા આવે છે તે 'જિગ્સો સુડોકુ'નામે ઓળખાય છે. ઝડપી ઉકેલ આવે તેવો ૬ X ૬ નો કોયડો મિનિ સુડોકુના નામે જાણીતો છે. આ ઉપરાંત અન્ય એક જાપાનીઝ કોયડો 'કાકુરો' અને સુડોકુનાં મિશ્રણ દ્વારા બનતા કોયડાને 'કિલર સુડોકુ' કે 'એડોકુ' કહે છે જે સામાન્ય કોયડા કરતા વધારે અઘરા ગણાય છે. આંકની જગ્યાએ મુળાક્ષરો ગોઠવવામાં આવે તેવા સુડોકુને 'વર્ડોકુ' કહેવાય છે. એક અન્ય વિવિધતામાં ૩ X ૩નાં ચોકઠા ઉપરાંત વધારાના ૩ X ૩ ચોકઠા હોય છે જેમાં પણ ૧ થી ૯ ના આંક નિયમાનુસાર ભરવાનાં હોય છે. 'ટ્વીન સુડોકુ', 'હાઈપર સુડોકુ' અને 'જમ્બો સુડોકુ' જેવી બીજી અનેક વિવિધતાઓ આ કોયડાઓ ઉપ્લબ્ધ છે. આજે આ કોયડાઓ કોમ્પ્યુટર અને મોબાઇલ ફોનમાં વિવિધ 'એપ' રુપે મળે છે જેથી તેનો વપરાશ ખુબજ બહોળો થઈ ગયો છે.

આંતરરાષ્ટીય હરિફાઇ

[ફેરફાર કરો]

૨૦૦૬ની સાલથી દર વર્ષે નિયમિતરુપે દુનિયાના વિવિધ દેશોમાં સુડોકુની વિશ્વ પ્રતિયોગ્યતાઓ યોજાય છે જેમાં દેશ-વિદેશનાં સ્પર્ધકો મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]