સોલેનોડોન
Appearance
સોલેનોડોન (અંગ્રેજી ભાષા:Solenodon) એ એક સસ્તન પ્રાણી છે, જેની લાળ ઝેરી હોય છે. હાઈતી ટાપુઓ પર જોવા મળતા આ પ્રાણી ઉંદર જેવું હોય છે. મોં લાંબી ચાંચ જેવું અણીદાર હોય છે. તેની પૂંછડી લાંબી અને જાડી હોય છે તથા લંબાઈ ૬ ઈંચથી ૧૨ ઈંચ જેટલી હોય છે. તે જમીનમાં દર કરીને રહે છે. તે ઊંચા ખડકો પર ચઢી શકે છે. આ પ્રાણી ઉત્ક્રાંતિકાળના સસ્તન પ્રાણીઓના કૂળનું ગણાય છે. તેની બે જાતિ હોય છે. ૧. ક્યુબન સોલેનોડોન અને ૨. હિસ્પાનિયોલન સોલેનોડોન.
તીવ્ર ગંધશક્તિ ધરાવતું આ પ્રાણી જમીન સૂંધીને ખોરાકની શોધ કરે છે. તે જમીન પરની વનસ્પતિ તથા નાનાં જીવજંતુ ખાય છે[૧].
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Hutterer R. 2005. Order Soricomorpha. In Wilson D.E. & Reeder D.M. Mammal species of the world. 3rd ed, Johns Hopkins University Press. pp. 222–223. ISBN 978-0-8018-8221-0 [૧]