સોલોમન
સોલોમન એ બાઇબલનો જે જુનો કરાર વિભાગ છે તેમાં આવતું મહત્વનું અને અગત્યનું પાત્ર છે. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે તે મહાન રાજા દાવિદનો પુત્ર હતો કે જેણે તેના પિતા બાદ ઇઝરાયેલનું સાશન સંભાળ્યુ. ઇશ્વરના આશીર્વાદથી રાજા સોલોમન પાસે અપાર બુધ્ધી અનેં ન્યાય શક્તિ હતી. જેનાથી તે લોકોને સાચો ન્યાય આપતો અને રાજ્ય કરતો હતો.
જન્મ અનેં ઉછેર
[ફેરફાર કરો]સોલોમનનો જન્મ ઉચ્ચ રાજકુળમાં રાજા દાવિદને ત્યાં થયો હતો. તેના બાળપણ વિશે વિશેષ માહિતી મળતી નથી પણ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે જ્યારે રાજા દાવિદ તેના છેલ્લા વર્ષો કાઢી રહ્યો હતો ત્યારે તેણે પોતાનાં દિકરા સોલોમનને બોલાવીને રાષ્ટ્ર સંભાળવા કહ્યું, પરંતુ તે સમયે સોલોમનની ઉંમર ઓછી હતી તેથી તે રાજા બનતા મુંઝાયો પણ તેના પિતાને તેનાં પર પુરો ભરોસો હતો, તેથી તેણે રાજાનું પદ સ્વીકારી લીધું, રાજા બન્યા બાદ એક વાર સ્વપ્નમાં ઇશ્વરે તેને દર્શન આપ્યા અને તેને વરદાન માંગવા કહ્યું, ત્યારે રાજા સોલોમને ઇશ્વર પાસે "બુધ્ધી અને ન્યાયશકિત" માંગ્યા જેથી તે તેના પિતા બાદ રાજ્ય અને લોકોની ઉન્નતી કરી શકે. ભગવાને ખુશ થઇને તેને વરદાન આપ્યું અને તેને કિધું કે, "તેં વરદાનમાં સંપત્તિ કે લાંબુ આયુષ્ય માંગવાને બદલે લોકો અને રાષ્ટ્રનું વિચાર્યું તેથી હું ખુશ થઇને સંપત્તિ અને લાંબુ આયુષ્ય પણ આપીશ." અને આમ રાજા સોલોમન ઇશ્વરની આશિષથી મહાન રાજા બન્યો.
શાસન વ્યવસ્થા
[ફેરફાર કરો]ઇઝરાયેલના ઇતીહાસમાં સોલોમનનું સાશન "સુવર્ણ કાળ" ગણાયછે, કારણકે આ સમય દરમ્યાન ઇઝરાયેલમાં સુખ, શાંતી અને સમૃધ્ધી વધ્યા હતાં. ઇઝરાયેલ એક મજ્બુત રાષ્ટ્ર તરીકે વિકસ્યુ હતું આસપાસનાં રાજ્યો તેનાં મિત્ર હતાં. તેણે તેનાં સાશનકાળમાં ઇઝરાયેલનું પહેલું મંદીર બનાવવાની શરુઆત કરી કે જેને ઇશ્વરની આજ્ઞાથી તેનાં પિતા દાવિદે અધુરૂ મુક્યું હતું.