લખાણ પર જાઓ

હિપોપોટેમસ

વિકિપીડિયામાંથી
આફ્રિકાનું વિશાળ પ્રાણી- જળ ઘોડો

હિપોપોટેમસને ભારતીય અન્ય ભાષાઓમાં દરિયાઈ ઘોડો અથવા જળઘોડો (અંગ્રેજી:Hippopotamus) પણ કહેવામાં આવે છે. તે એક વિશાળ તથા ગોળમટોળ સસ્તન પ્રાણી છે જે આફ્રિકા ખંડનું મૂળ નિવાસી પ્રાણી છે. દરિયાઈ ઘોડો નામ સાથે ઘોડો શબ્દ જોડાયેલ છે તેમજ "હિપ્પોપોટેમસ" શબ્દનો અર્થ "વોટર હોર્સ" એટલે કે "જળમાં રહેતો ઘોડો" એવો થાય છે પરંતુ તેનો ઘોડા સાથે કોઈ સંબંધ નથી. પ્રાણીવિજ્ઞાનની દૃષ્ટિએ જોતાં તે ડુક્કર સાથે દૂરનો સંબંધ ધરાવે છે.[૧] તે શાકાહારી પ્રાણી છે અને નદીઓ તેમજ સરોવરના કિનારે તથા એના મીઠા જળમાં સમૂહમાં રહેવાનું પસંદ કરે છે.

તેને સહેલાઇથી વિશ્વનું બીજા ક્રમે આવતું સૌથી ભારે સ્થૂળજીવી સસ્તન પ્રાણી કહી શકાય છે. તે ૧૪ ફુટ જેટલી લંબાઇ, ૫ ફુટ જેટલી ઊંચાઇ અને ૪ ટન જેટલું વજન ધરાવતું હોય છે. તેનું વિશાળ શરીર થાંભલા જેવા અને ઠિંગણા કદના પગ પર ટકેલું હોય છે. પગના છેડા પર હાથીના પગમાં હોય છે તેવાં પહોળાં નખ હોય છે. આંખો સપાટ માથા પર ઊપરની તરફ અને ઉભરેલી રહેતી હોય છે. કાન નાના હોય છે. શરીર પર વાળ ખુબજ ઓછા પ્રમાણમાં હોય છે, કેવળ પૂંછડીના છેડા પર અને હોંઠો અને કાનની આસપાસ વાળ ઉગેલા હોય છે. તેની ચામડી નીચે ચરબીનું એક મોટું સ્તર હોય છે જે ચામડી પર આવેલ રંધ્રોથી ગુલાબી રંગના ચરબીયુક્ત પ્રવાહી રૂપે ચળકતી હોય છે. આને કારણે તેની ચામડી ભીની તેમજ સ્વસ્થ રહેતી હોય છે. જળઘોડાની ચામડી ખૂબજ સખત હોય છે. પારંપરિક વિધિઓ વડે આ ચામડાંને કમાવવા માટે છ વર્ષ જેટલો લાંબો સમય લાગતો હોય છે. સારી રીતે તૈયાર કરવામાં આવ્યા પછી આ ચામડું ૨ ઇંચ જેટલું જાડું અને પથ્થરની જેમ મજબૂત થઇ જાય છે. હીરાને ચમકાવવા માટે આ ચામડાંનો ઉપયોગ કરવામાં આવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "જલ કા ઘોડ઼ા દરિયાઈ ઘોડ઼ા". હિન્દી બ્લોગ. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (મદદ); Unknown parameter |accessmonthday= ignored (મદદ)