હેલસિંકી દિવસ

વિકિપીડિયામાંથી
હેલસિંકીની છબી

હેલસિંકી દિવસ (ફિનિશઃ હેલસિંકી-પાઈવા) ફિનલેન્ડમાં દર વર્ષે યોજાતી ઉજવણી છે, જે હેલસિંકી શહેરની ઉજવણી માટે ૧૨ જૂનના રોજ યોજવામાં આવે છે. આ દિવસે કાર્યક્રમોમાં ઉપસ્થિતોની સંખ્યા એક લાખને વટાવી જાય છે. આ દિવસે નગર પરિષદ દ્વારા નોંધપાત્ર નાગરિકોને હેલસિંકી મેડલ એનાયત કરવામાં આવે છે.

૧૯૫૦ ના દાયકાના અંતમાં મેયર લૌરી આહો અને હેલસિંકી સોસાયટીના સેક્રેટરી જોર્મા વોરોનેન દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ હેલસિંકી દિવસ ૧૯૫૯ માં હેલસિંકીની સ્થાપનાની ૪૦૯મી વર્ષગાંઠ પર ઉજવવામાં આવ્યો હતો.

હેલસિંકી દિવસ પરના કાર્યક્રમોમાં હાજરી આપનારાઓની સંખ્યા ૧૯૬૦ ના દાયકાની શરૂઆતમાં દસ હજારને વટાવી ગઈ હતી. એ જ દાયકામાં, ઘટનાઓ વધુ મનોરંજક અને વૈવિધ્યસભર બનાવવામાં આવી હતી. જેમ જેમ ઉજવણી લોકપ્રિય થતી ગઇ તેમ, અન્ય સામાજિક સંગઠનો ૧૯૭૦ ના દાયકાના અંતમાં સંપૂર્ણ હેલસિંકી સપ્તાહમાં ઉજવણીને વિસ્તૃત કરવા ઇચ્છતા હતા, પરંતુ નગર પરિષદે પરવાનગી નકારી હતી. આજકાલ, હેલસિંકી અઠવાડિયાની ઉજવણી કરવામાં આવે છે જે હેલસિંકી દિવસ પર સમાપ્ત થાય છે અને તેનું નિર્દેશન હેલસિંકી નગર પરિષદના ઉજવણી વિભાગ દ્વારા કરવામાં આવે છે.

૧૯૯૦ના દાયકાથી, નગર પરિષદના વિવિધ એકમો, સંસ્થાઓ અને કોર્પોરેશનોએ હેલસિંકી દિવસ પર કાર્યક્રમોનું આયોજન કર્યું છે. કાઇવોપુઇસ્ટો માં મફત "કૈવરી" સંગીત જલસો (કોન્સર્ટ) લોકોમાં સૌથી વધુ જાણીતું છે.

હેલસિંકી દિવસ પર વાર્ષિક સ્ટેડિન કુંડી ("મૅન ઑફ ધ સિટી") અને સ્ટેડિન ફ્રીદુ ("વુમન ઓફ ધ સીટી")ની પસંદગીનો કરવામાં આવે છે .

બાહ્ય કડી[ફેરફાર કરો]