હેલેન કેલર

વિકિપીડિયામાંથી
હેલેન કેલર
હેલેન કેલર, આશરે ૧૯૨૦
હેલેન કેલર, આશરે ૧૯૨૦
જન્મહેલેન એડમ્સ કેલર
(1880-06-27)June 27, 1880
તુસ્કુમ્બિયા, અલાબામા, યુ.એસ.
મૃત્યુJune 1, 1968(1968-06-01) (ઉંમર 87)
અરકાન રીજ
ઇસ્ટોન, કનેકટીકટ, યુ.એસ.
વ્યવસાયલેખક, રાજનૈતિક કાર્યકર્તા, વ્યાખ્યાનકાર
માતૃ શિક્ષણ સંસ્થાહાવર્ડ યુનિવર્સિટી
નોંધપાત્ર સર્જનોધ સ્ટોરી ઓફ માય લાઇફ
સહી

હેલેન એડમ્સ કેલર (૨૭ જૂન ૧૮૮૦ – ૧ જૂન ૧૯૬૮) એક અમેરીકી લેખક, રાજનૈતિક કાર્યકર્તા તથા વ્યાખ્યાતા હતાં. પશ્ચિમ તુસ્કમ્બિયા, અલાબામામાં જન્મેલા હેલેને ૧૯ મહિનાની ઉંમરે મગજ અને હોજરીની માંદગીના હુમલા પછી તેમની દૃષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવી દીધી હતી. તેમણે છ વર્ષની ઉંમર સુધી ઘરે જ સાંકેતિક ભાષા શીખવાનો અભ્યાસ કર્યો હતો. સાત વર્ષની ઉંમરે તેઓ તેમના પ્રથમ શિક્ષિકા અને જીવનભરના સાથીદાર ઍની સુલિવાનને મળ્યા હતા, જેમણે તેમને વાંચન અને લેખન સહિતની ભાષા શીખવી હતી. અંધજન અને બધિરો માટેના વિશેષ શિક્ષણ અને મુખ્ય પ્રવાહની બંને શાળાઓમાં શિક્ષણ મેળવ્યા બાદ, તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીની રેડક્લિફ કોલેજમાં અભ્યાસ કર્યો અને કલા સ્નાતકની ઉપાધિ મેળવનાર તેઓ પ્રથમ મૂકબધિર અને દ્દષ્ટિહીન વ્યક્તિ બન્યા હતાં. તેમણે ૧૯૨૪ થી ૧૯૬૮ સુધી અમેરિકન ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ (એએફબી) માટે કામ કર્યું હતું, તે દરમિયાન તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્વભરના ૩૫ દેશોનો પ્રવાસ કર્યો હતો. ૪૯ વર્ષની વયે તેઓ સફળતાની ઉંચાઈએ પહોંચ્યા હતા.

કેલર એક પ્રખર લેખક હતા, તેમણે પ્રાણીઓથી લઈને મહાત્મા ગાંધી[૧] સુધીના વિષયો પર ૧૪ પુસ્તકો અને સેંકડો ભાષણો અને નિબંધો લખ્યા હતા. તેમણે શ્રમિકો અને મહિલાઓના મત અધિકાર, શ્રમ અધિકાર, સમાજવાદ અને કટ્ટરપંથી શક્તિઓની સામે ચળવળ ચલાવી હતી. તેઓ ૧૯૦૯માં સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકા સાથે જોડાયા હતા. ૧૯૩૩માં, જ્યારે તેમના પુસ્તક હાઉ આઇ બીકમ અ સોશિયાલિસ્ટ[૨]ને નાઝી યુવાનોએ બાળી નાખ્યું હતું, ત્યારે તેમણે જર્મનીની વિદ્યાર્થી પાંખને એક ખુલ્લો પત્ર લખીને સેન્સરશીપ અને પૂર્વગ્રહની નિંદા કરી હતી.

કેલર અને સુલિવાનની સિદ્ધિકથા કેલરની ૧૯૦૩ની આત્મકથા, ધ સ્ટોરી ઓફ માય લાઇફ તેમજ ફિલ્મ અને નાટક, ધ મિરેકલ વર્કર દ્વારા પ્રખ્યાત થઈ હતી. તેમનું જન્મસ્થળ હવે એક સંગ્રહાલય[૩] છે અને વાર્ષિક "હેલન કેલર ડે" પ્રાયોજિત કરે છે. તેમના ૨૭ જૂનના જન્મદિવસને પેન્સિલવેનિયામાં "હેલેન કેલર દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. યુ.એસ. પ્રમુખ જિમ્મી કાર્ટર દ્વારા તેમના જન્મના શતાબ્દી વર્ષની ઘોષણા કરવામાં આવી હતી.

તેમને ૧૯૭૧માં અલાબામા વિમેન્સ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા અને ૮ જૂન, ૨૦૧૫ના રોજ અલાબામા રાઇટર્સ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવેલા બાર મહાનુભાવોમાંના એક હતા.[૪]


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Speeches, Helen Keller Archive at the American Foundation for the Blind". મૂળ સંગ્રહિત માંથી December 18, 2021 પર સંગ્રહિત. મેળવેલ December 23, 2020.
  2. How I Became a Socialist
  3. "Helen Keller Birthplace". Helen Keller Birthplace Foundation, Inc. મૂળ સંગ્રહિત માંથી February 22, 2011 પર સંગ્રહિત. મેળવેલ January 13, 2005.
  4. "Harper Lee Among Inaugural Inductees Into Alabama Writers Hall of Fame". The Huffington Post. June 8, 2015. મૂળ સંગ્રહિત માંથી December 4, 2015 પર સંગ્રહિત. મેળવેલ March 15, 2016.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]