૩૦ જાન્યુઆરી માર્ગ
૩૦ જાન્યુઆરી માર્ગ એ નવી દિલ્હી, ભારત ખાતે આવેલ એક માર્ગ છે. તે પહેલાં અલ્બુકર્ક રોડ તરીકે ઓળખાતો હતો. રસ્તાનું નામ, ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ મોહનદાસ ગાંધીના મૃત્યુની યાદમાં આપવામાં આવ્યું છે.
ગાંધીજીએ તેમના જીવનના છેલ્લા પાંચ મહિના (૧૪૪ દિવસ) ૫ તીસ જાન્યુઆરી માર્ગ પર બિરલા હાઉસમાં બિરલા પરિવારના મહેમાન તરીકે વિતાવ્યા હતા.[૧] ૧૯૬૬માં ભારત સરકાર દ્વારા ગાંધીજીની સ્મૃતિને જાળવી રાખવા બિરલા આવાસની ખરીદી કરવામાં આવી હતી.[૧][૨] ગાંધી સ્મૃતિને અડીને, ૬ તીસ જાન્યુઆરી માર્ગ પર, રાષ્ટ્રીય રક્ષા કૉલેજ (નેશનલ ડિફેન્સ કોલેજ ઓફ ઇન્ડિયા) આવેલી છે. દિલ્હીની નાગરિક સંસ્થા, નવી દિલ્હી નગરપાલિકા પરિષદ દ્વારા ૨૦૦૮માં અંદાજિત ₹૭.૬૩ કરોડના ખર્ચે તીસ જાન્યુઆરી માર્ગ, તીસ જાન્યુઆરી લેન અને નજીકના અન્ય વર્તુળોના નવીનીકરણ માટે મોટી યોજનાઓ રજૂ કરાઈ હતી. આ યોજના અંતર્ગત ગાંધી સ્મૃતિના નવા પદયાત્રી માર્ગો, સ્ટ્રીટ લાઇટિંગ, બાગાયતી ખેતી, રસ્તાઓની બંને બાજુએ સિંચાઈ લાઇનોના આયોજન ઉપરાંત તીસ જાન્યુઆરી માર્ગ, ગાંધી સ્મૃતિ અને ક્લેરિજ હોટેલની સામેથી કાર અને બસ પાર્કિંગને તીસ જાન્યુઆરી લેનમાં ખસેડવાનો સમાવેશ થતો હતો, જ્યાં નવા પાર્કિંગ વિસ્તારો વિકસાવવાના હતા.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Gandhi, Tushar A (2007). 'Let's Kill Gandhi!': A Chronicle of His Last Days, the Conspiracy, Murder. Investigations and Trial. New Delhi, Delhi: Rupa & Co. પૃષ્ઠ 970–71.
- ↑ "About Us Gandhi Smriti and Darshan Samiti". મૂળ માંથી 12 July 2007 પર સંગ્રહિત. મેળવેલ 31 October 2014.
- ↑ Jha, Manisha (18 February 2008). "A makeover for Gandhi Smriti". Hindu. મેળવેલ 31 October 2014. CS1 maint: discouraged parameter (link)