લખાણ પર જાઓ

પબ્લિક ડોમેન

વિકિપીડિયામાંથી
(Public domain થી અહીં વાળેલું)
Public domain ચિહ્ન

પબ્લિક ડોમેન અથવા જાહેર સંપદામાં એ તમામ જ્ઞાન તથા રચનાત્મકતા (ખાસ કરીને સાહિત્ય, કલા, સંગીત, અને આવિષ્કાર)નો સમાવેશ થાય છે જેની ઉપર કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા પોતાની ખાનગી માલિકી જાહેર ન કરી શકે.

આ જ્ઞાન અને રચનાત્મકતાના ગણને માનવતાનો સાંસ્કૃતિક તથા બૌદ્ધિક વારસો ગણવામાં આવે છે જેને સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ હેતુ માટે વાપરી શકે છે.

કોઇ ચીજ જાહેર સંપદામાં ન હોવાનું કારણ તેની પર કોઇકે કરેલો પ્રકાશનાધિકાર કે પેટન્ટનો દાવો હોઇ શકે છે. અવી ખાનગી માલિકીની વસ્તુઓનો સામાન્ય જનતા સામાન્ય રીતે ફક્ત મર્યાદીત ઉપયોગ કરી શકે છે. જોકે જ્યારે પ્રકાશનાધિકાર કે અન્ય બૌદ્ધિક સંપદાને લગતાં બંધનોનો સમય પુરો થાય ત્યારે આ રચનાઓ જાહેર સંપદામાં પ્રવેશે છે અને કોઇપણ વ્યક્તિને તેનો ઉપયોગ કરવાની છૂટ મળે છે.